Not Set/ આર્થિક સંકટથી નિકળી રહેલા PAKને મજબૂરીમાં લેવો પડ્યો આ નિર્ણય, જાણો

છેલ્લા ઘણા સમયથી આર્થિક સંકટથી નિકળી રહેલા પાકિસ્તાને પોતાના વાયુ ક્ષેત્રમાં બહારનાં વિમાનોનાં પ્રવેશ પર રોક લગાવી હતી. જેના કારણે તેને કરોડો રૂપિયાનું નુકસાન થઇ રહ્યુ હતુ, જેને લઇને હવે તેણે બહારનાં વિમાનોનાં પ્રવેશ પર લગાવેલી રોકને હટાવી દીધી છે. પાકિસ્તાને દરેક અસૈન્ય વિમાનો માટે પોતાનુ હવાઇ ક્ષેત્ર સોમવાર મોડી રાત્રીએ 12 વાગ્યાને 41 મીનીટે […]

Top Stories World
air space આર્થિક સંકટથી નિકળી રહેલા PAKને મજબૂરીમાં લેવો પડ્યો આ નિર્ણય, જાણો

છેલ્લા ઘણા સમયથી આર્થિક સંકટથી નિકળી રહેલા પાકિસ્તાને પોતાના વાયુ ક્ષેત્રમાં બહારનાં વિમાનોનાં પ્રવેશ પર રોક લગાવી હતી. જેના કારણે તેને કરોડો રૂપિયાનું નુકસાન થઇ રહ્યુ હતુ, જેને લઇને હવે તેણે બહારનાં વિમાનોનાં પ્રવેશ પર લગાવેલી રોકને હટાવી દીધી છે. પાકિસ્તાને દરેક અસૈન્ય વિમાનો માટે પોતાનુ હવાઇ ક્ષેત્ર સોમવાર મોડી રાત્રીએ 12 વાગ્યાને 41 મીનીટે ખોલી દીધુ હતુ. પાકિસ્તાને 139 દિવસ બાદ આ નિર્ણય લીધો છે. સુત્રોનાં જણાવ્યા મુજબ ભારતીય વિમાન કંપનીનાં વિમાન પણ જલ્દી જ પાકિસ્તાની હવાઈ ક્ષેત્રથી નિકળી સામાન્ય રૂટ પર પોતાની ઉડાન ભરી શકશે.

ભારતીય વાયુસેનાનાં બાલાકોટ(પાકિસ્તાન)માં આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદનાં અડ્ડાઓ પર હવાઈ મારફતે હુમલો કર્યા બાદ પાકિસ્તાને 26 ફેબ્રુઆરીએ પોતાના હવાઈ ક્ષેત્રને બંધ કરી દીધુ હતુ. ભારતે જમ્મુ-કાશ્મીરનાં પુલવામામાં ભારતીય સુરક્ષાકર્મીઓ પર આતંકવાદી હુમલા બાદ બાલાકોટની કાર્યવાહીને અંજામ આપ્યો હતો. આપને જણાવી દઇએે કે, પાકિસ્તાન એર સ્પેસ બંધ હોવાના કારણે એર ઈન્ડિયાને લગભગ રૂ. 491 કરોડનું નુકસાન થયું છે.

પાકિસ્તાને ભારતને કહ્યુ કે, તે તેમની કોમર્શિયલ ફ્લાઇટ્સ માટે પોતાનો એરસ્પેસ ખોલશે નહીં, જ્યા સુધી ભારતીય વાયુસેનાનાં એડવાન્સ એરબેસનાં ફાઇટર વિમાનોને ત્યાથી હટાવી ન લેવામાં આવે. પાકિસ્તાનનાં ઉડ્ડયન સચિવ શાહરુખ  નુસરતે આ માહિતી સંસદીય સમિતિને આપી હતી. આપને જણાવી દઇએ કે, પુલવામા આતંકવાદી હુમલાનાં જવાબમાં, બાલકોટમાં જૈશ-એ-મોહમ્મદનાં આતંકવાદી છાવણીઓ પર ભારતીય હવાઇ દળનાં હુમલા બાદ, પાકિસ્તાને 26 ફેબ્રુઆરીથી સંપૂર્ણપણે તેનું એરફિલ્ડ બંધ કરી દીધું હતુ. પાકિસ્તાને એર સ્પેસ બંધ કર્યા પછી યુરોપ અને ખાડીના દેશ તરફ જતી ફ્લાઈટ ગુજરાતની ઉપર થઈને અરબ સાગર ઉપરથી જતી હતી. વળી પાકિસ્તાને એરફિલ્ડ પ્રતિબંધ પાંચમી વખત 26 જુલાઈ સુધી વધારી દીધો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.