IND Vs NZ/ ચહરે ગુસ્સામાં એમ્પાયર સામે કરી આ શરમજનક હરકત, જુઓ Video

રાહુલે એમ્પાયરને LBW માટે જોરદાર અપીલ કરી હતી. જ્યારે એમ્પાયરે તેની અપીલ નકારી કાઢી ત્યારે તેણે ફરીથી અપીલ કરી. એમ્પાયરે ફરી અપીલ ફગાવી દીધી, જે બાદ તે એમ્પાયર સાથે દલીલ કરતો જોવા મળ્યો.

Sports
રાહુલ ચહર

ભારત A અને દક્ષિણ આફ્રિકા A વચ્ચે દક્ષિણ આફ્રિકાનાં બ્લૂમફોન્ટેન ખાતે ચાર દિવસીય મેચ રમાઇ રહી છે. ટીમ ઈન્ડિયાનાં સ્પિન બોલર રાહુલ ચહરે આ મેચનાં બીજા દિવસે હેડલાઈન્સ બનાવી હતી. મેચ દરમિયાન, લેગ-સ્પિનર ​​રાહુલ ચહર ઓનફિલ્ડ એમ્પાયરથી એટલો ગુસ્સે થઈ જાય છે કે તે તેનો ગુસ્સો ગુમાવીને તેની સાથે ખરાબ વર્તન કરે છે.

આ પણ વાંચો – IND Vs NZ / શ્રેયસ ઐયરે પોતાની ડેબ્યૂ મેચમાં ફટકારી શાનદાર સદી, આ ક્લબમાં થયો સામેલ

મુંબઈ ઈન્ડિયન્સનાં સ્પિનર ​​રાહુલ ચહરને જ્યારે દક્ષિણ આફ્રિકાનાં પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની A ટીમમાં સ્થાન આપવામાં આવ્યું ત્યારે તેણે તેના પ્રદર્શનથી BCCI નાં પસંદગીકારોને પ્રભાવિત કરવાની આશા રાખી હશે. પરંતુ ઈન્ડિયા A અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ત્રણ મેચની સીરીઝની પ્રથમ બિનસત્તાવાર ટેસ્ટ મેચ દરમિયાન 22 વર્ષીય ખેલાડી આમ કરવામાં નિષ્ફળ રહ્યો હતો. મેચની પ્રથમ ઇનિંગમાં ભૂલી ન શકાય તેવી આઉટિંગ ઉપરાંત, રાહુલે તમામ ખોટા કારણોસર મીડિયાની હેડલાઇન્સ પણ બનાવી હતી કારણ કે તેની એક વીડિયો ક્લિપ ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે, જેમાં તેણે બ્લૂમફોન્ટેન બિનસત્તાવાર ટેસ્ટ દરમિયાન રાહુલે એમ્પાયરને LBW માટે જોરદાર અપીલ કરી હતી. જ્યારે એમ્પાયરે તેની અપીલ નકારી કાઢી ત્યારે તેણે ફરીથી અપીલ કરી. એમ્પાયરે ફરી અપીલ ફગાવી દીધી, જે બાદ તે એમ્પાયર સાથે દલીલ કરતો જોવા મળ્યો. આ બધાની વચ્ચે તેણે ગુસ્સામાં પોતાના ચશ્મા જમીન પર પછાડી દીધા. રાહુલ ચહરનું આ કૃત્ય તેને મોંઘુ પડી શકે છે.

આ પણ વાંચો – IND Vs NZ / ‘એ મુહ સે સુપારી નિકાલ કર કે બાત કર રે બાબા’ દર્શકોને આ રીતે ટ્રોલ કરી રહ્યા છે વસીમ જાફર

ભારતીય સિનિયર મેન્સ ટીમમાં જગ્યા બનાવવા માટે ખેલાડીઓએ તેમના પ્રદર્શનની સાથે સાથે તેમના વર્તન પર પણ ધ્યાન આપવું જરૂરી છે. આ રીતે ગુસ્સો ગુમાવવો તેમના માટે આવનાર સમય ઘણો ખરાબ સાબિત થઈ શકે છે. બીજી તરફ જો મેચની વાત કરીએ તો રાહુલ ચહર માટે આ મેચ કોઈ ખરાબ સ્વપ્નથી ઓછુ રહ્યુ ન હોતુ. દક્ષિણ આફ્રિકા A બેટ્સમેનોએ તેની બોલિંગમાંખૂબ રન બનાવ્યા હતા. તેણે આ મેચમાં અત્યાર સુધીમાં 125 રન આપ્યા છે અને તેને માત્ર એક જ સફળતા મળી છે. આ દરમિયાન તેનો ઈકોનોમી રેટ પણ 4.38 રન પ્રતિ ઓવર રહ્યો છે. દક્ષિણ આફ્રિકા A એ આ મેચમાં અત્યાર સુધી સારો દેખાવ કર્યો છે. દક્ષિણ આફ્રિકા A એ ભારત A નાં ચાર બેટ્સમેનોને સાત વિકેટે 509 રન પર પ્રથમ દાવ ડિકલેર કર્યા બાદ 308 રનમાં પેવેલિયન મોકલી દીધા હતા.