મંજૂરી/ યુરોપના આ દેશે SUICIDE મશીનને આપી મંજૂરી…

યુરોપિયન દેશ સ્વિટ્ઝર્લેન્ડે આત્મહત્યા  સહાયક મશીન ‘સાર્કો કેપ્સ્યુલ’ના ઉપયોગને મંજૂરી આપી છે. સાર્કો એ 3D પ્રિન્ટેડ કેપ્સ્યુલ છે

Top Stories World
MACHINE યુરોપના આ દેશે SUICIDE મશીનને આપી મંજૂરી...

યુરોપિયન દેશ સ્વિટ્ઝર્લેન્ડે આત્મહત્યા  સહાયક મશીન ‘સાર્કો કેપ્સ્યુલ’ના ઉપયોગને મંજૂરી આપી છે. સાર્કો એ 3D પ્રિન્ટેડ કેપ્સ્યુલ છે. તે ઑસ્ટ્રેલિયા સ્થિત આંતરરાષ્ટ્રીય બિન-લાભકારી એક્ઝિટ ઇન્ટરનેશનલ દ્વારા બનાવવામાં આવી છે. સ્વિસઇન્ફોના એક રિપોર્ટ અનુસાર, સાર્કો કેપ્સ્યૂલને અંદર બેઠેલા વ્યક્તિ દ્વારા એક્ટિવેટ કરી શકાય છે અને તેને સરળતાથી ક્યાંય પણ લઈ જઈ શકાય છે. એક્ઝિટ ઇન્ટરનેશનલના સ્થાપક ડૉ. ફિલિપ નિત્શેકે જણાવ્યું હતું કે, “પોડને શબપેટીની જેમ ખૂબ જ આરામદાયક બનાવવા માટે ડિઝાઇન કરવામાં આવી છે. વ્યક્તિ કેપ્સ્યૂલની અંદર સૂઈ જશે અને તેને થોડા પ્રશ્નો પૂછવામાં આવશે. બટન દબાવવામાં આવશે  પ્રક્રિયા માટે સમય આપવામાં આવશે,

આ આત્મહત્યા પોડ આઘાતજનક અને ડરામણી લાગે છે, પરંતુ સ્વિત્ઝર્લેન્ડમાં સહાયક આત્મહત્યા કાયદેસર છે. આ પદ્ધતિ દ્વારા લગભગ 1300 લોકો મૃત્યુ પામ્યા છે, જ્યાં વ્યક્તિને પ્રવાહી સોડિયમ પેન્ટોબાર્બીટલનું ઇન્જેક્શન આપવામાં આવે છે. જેના કારણે વ્યક્તિ બેથી પાંચ મિનિટમાં સૂઈ જાય છે. પછી તે ડીપ કોમામાં સરી પડે છે અને મૃત્યુ પામે છે. હવે એકઝિટ ઇન્વટરનેશનલે વધુ આરામદાયક અને શાંતિપૂર્ણ મૃત્યુ માટે ‘Circo Capsule’ વિકસાવી છે