IPL 2022/ આ ભારતીય દિગ્ગજ ખેલાડીને RCBની કમાન મળી શકે છે, 7 વર્ષ બાદ ફર્યા છે ટીમમાં પરત

ઈન્ડિયન પ્રીમિયર લીગની 15મી સિઝન 26 માર્ચથી શરૂ થશે. આ વખતે આ લીગ ભારતમાં જ રમાશે. IPL 2022માં કુલ 10 ટીમો ભાગ લેશે, અત્યાર સુધી 9 ટીમોના કેપ્ટનના નામ સામે આવ્યા છે, પરંતુ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે હજુ સુધી પોતાના કેપ્ટનની જાહેરાત કરી નથી

Top Stories Sports
5 2 આ ભારતીય દિગ્ગજ ખેલાડીને RCBની કમાન મળી શકે છે, 7 વર્ષ બાદ ફર્યા છે ટીમમાં પરત

ઈન્ડિયન પ્રીમિયર લીગની 15મી સિઝન 26 માર્ચથી શરૂ થશે. આ વખતે આ લીગ ભારતમાં જ રમાશે. IPL 2022માં કુલ 10 ટીમો ભાગ લેશે. અત્યાર સુધી 9 ટીમોના કેપ્ટનના નામ સામે આવ્યા છે, પરંતુ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે હજુ સુધી પોતાના કેપ્ટનની જાહેરાત કરી નથી. જો કે, જો સમાચારો પર વિશ્વાસ કરવામાં આવે તો, ફ્રેન્ચાઇઝી ટૂંક સમયમાં કેપ્ટનની જાહેરાત કરશે.

સૂત્રોના જણાવ્યા અનુસાર રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર મેનેજમેન્ટ ઈચ્છે છે કે વિરાટ કોહલી ટીમની કમાન સંભાળે, પરંતુ પૂર્વ કેપ્ટન તેના માટે તૈયાર નથી. જયારે  એવી પણ ચર્ચા હતી કે દક્ષિણ આફ્રિકાના પૂર્વ કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ ટીમની કમાન સંભાળી શકે છે.

દિનેશ કાર્તિક નવા કેપ્ટન બની શકે છે

હવે માહિતી મળી છે કે કોલકાતા નાઈટ રાઈડર્સના પૂર્વ કેપ્ટન દિનેશ કાર્તિકને RCBની કેપ્ટનશીપ મળી શકે છે. RCBએ IPL 2022ની મેગા ઓક્શનમાં દિનેશ કાર્તિકને 5.50 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતા. તે પહેલા KKR ટીમના ભાગ હતા.

સાત વર્ષ પહેલા

નોંધનીય છે કે, 2015માં પણ દિનેશ કાર્તિક રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમનો ભાગ રહી ચૂક્યા છે. ત્યારબાદ આરસીબીએ તેમને ખૂબ જ મોટી રકમમાં ખરીદ્યા, હવે તે ફરી એકવાર ટીમ સાથે જોડાયા છે. કાર્તિક પણ ફરીથી આરસીબી તરફથી રમવા માટે ખૂબ ઉત્સુક છે.

ગત સિઝનમાં બેટ હતું શાંત

ભારતીય ક્રિકેટ ટીમની બહાર ચાલી રહેલા 37 વર્ષીય દિનેશ કાર્તિક માટે IPL 2021 કંઈ ખાસ ન હતું. તેમની ટીમ KKR ભલે ફાઇનલમાં પહોંચી ગઈ હોય, પરંતુ તેમના બેટથી ટૂર્નામેન્ટની 17 મેચમાં માત્ર 223 રન જ થયા. આ દરમિયાન કાર્તિકનો સર્વોચ્ચ સ્કોર 40 રન હતો.