OMG!/ ખિસકોલીએ પરેશાન કરનાર બિલાડીને આ રીતે ભણાવ્યો પાઠ, વિડીયો જોઇલો તમે પણ ..

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોવા મળે છે કે બગીચામાં એક બિલાડી નાની ખિસકોલીને પરેશાન કરી રહી છે. એવું લાગે છે કે બિલાડી તેના પંજા સાથે ખિસકોલીને પકડવાનો પ્રયત્ન કરે છે

Ajab Gajab News
Untitled 335 ખિસકોલીએ પરેશાન કરનાર બિલાડીને આ રીતે ભણાવ્યો પાઠ, વિડીયો જોઇલો તમે પણ ..

ઇન્ટરનેટ પ્રાણીઓ સંબંધિત તસવીર અને વિડીયોથી  ભરેલું છે. સામાન્ય રીતે સોશિયલ મીડિયા પર પ્રાણીઓના વીડિયો સૌથી વધુ જોવામાં આવે છે અને ખૂબ પસંદ કરવામાં આવે છે. કેટલાક વીડિયોમાં પ્રાણીઓ વચ્ચે લડાઈ જોવા મળે છે, જ્યારે કેટલાકમાં તેમની હરકતો લોકોના દિલ જીતી લે છે. ત્યારે તાજેતરમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.જેમાં એક ખિસકોલી બિલાડીને પાઠ ભણાવતી જોવા મળે છે.આ વીડિયો જોઈને તમને પણ આશ્વર્ય થશે.

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોવા મળે છે કે બગીચામાં એક બિલાડી નાની ખિસકોલીને પરેશાન કરી રહી છે. એવું લાગે છે કે બિલાડી તેના પંજા સાથે ખિસકોલીને પકડવાનો પ્રયત્ન કરે છે. થોડા સમય માટે ખિસકોલી અહીં અને ત્યાં કૂદા કુદ કરે છે. પરંતુ બિલાડી તેને વારંવાર પરેશાન કરતી રહે છે.બાદમાં ખિસકોલી ગુસ્સે થઈ જાય છે અને બિલાડીને પાઠ ભણાવવા તેની પીઠ પર બેસે છે. હવે બિલાડીને સમજાતું નથી કે ખિસકોલી ક્યાં ગઈ છે. તેણી તેને અહીં અને ત્યાં શોધવાનું શરૂ કરે છે. આ વિડીયો હાલ ઈન્ટરનેટ પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.

https://twitter.com/hopkinsBRFC21/status/1441466358407958534?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1441466358407958534%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Ftv9gujarati.com%2Ftrending%2Fcat-and-squirrel-moment-goes-viral-on-internet-see-how-little-creature-taught-a-lesson-to-cat-337092.html