Interesting/ શું છે આ ‘સ્લીપિંગ લેડી પહાડ’ ની સચ્ચાઈ? જાણીને ચોંકી જશો

સોશિયલ મીડિયા એક એવુ પ્લેટફોર્મ છે જ્યાથી તમે દુનિયાભરની માહિતી મેળવી શકો છો. દેશ અને દુનિયામાં ચાલતા કોઇ પણ ખાસ વીડિયો કે તસવીરોની માહિતી તમે આજે તમારા ઘરે બેસીનેે લઇ શકો છો. ત્યારે તાજેતરમાં એક પહાડનો ફોટો ખૂબ વાયરલ થઇ રહ્યો છે.

Ajab Gajab News
11 79 શું છે આ 'સ્લીપિંગ લેડી પહાડ' ની સચ્ચાઈ? જાણીને ચોંકી જશો

સોશિયલ મીડિયા એક એવુ પ્લેટફોર્મ છે જ્યાથી તમે દુનિયાભરની માહિતી મેળવી શકો છો. દેશ અને દુનિયામાં ચાલતા કોઇ પણ ખાસ વીડિયો કે તસવીરોની માહિતી તમે આજે તમારા ઘરે બેસીનેે લઇ શકો છો. ત્યારે તાજેતરમાં એક પહાડનો ફોટો ખૂબ વાયરલ થઇ રહ્યો છે. જે જોયા બાદ તમને તમારી આંખો પર વિશ્વાસ નહી થાય.

11 81 શું છે આ 'સ્લીપિંગ લેડી પહાડ' ની સચ્ચાઈ? જાણીને ચોંકી જશો

OMG! / એક ભંગારવાળાએ ખરીદ્યા ત્રણ હેલિકોપ્ટર, ગામમાં પહોંચતા જ ફોટો પડાવવા થઇ પડાપડી

હવે તમે કહેશો કે એવુ શું છે આ ફોટોમાં. તો અમે તમને બતાવવા જઇ રહ્યા છે એક એવો પહાડ જેની ડિઝાઇન બિલકૂલ એક સુઇ રહેલી યુવતી જેવી છે. છેલ્લા ઘણા દિવસોથી એક સુંદર તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જેમા ઉંઘતી સ્ત્રી જેવી આકૃતિ બરફીલા ખીણની મધ્યમાં બતાવવામાં આવી છે. આ આકૃત્તિને ‘ધ સ્લીપિંગ લેડી’ કહેવામાં આવી રહ્યુ છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ પર્વત અલાસ્કાનાં એંકરેજમાં છે. આપને જણાવી દઈએ કે, સ્લીપિંગ લેડી પહાડ અમેરિકી પ્રાંતનાં અલાસ્કાનાં એંકરેજમાં છે. તેને અલાસ્કામાં માઉન્ટ સુસિટના પણ કહેવામાં આવે છે. તેની ઉંચાઈ લગભગ 4390 ફૂટ છે. તેની પશ્ચિમી કિનારે સુસિટના નદી છે, જેને દૂરથી જોવામાં આવે છે ત્યારે લાગે છે કે કોઈ સ્ત્રી સૂઈ ગઈ છે. તે તેના આકારને કારણે ખૂબ સુંદર પણ દેખાય છે. પરંતુ સોશિયલ મીડિયા પર જે તસવીર વાયરલ થઈ રહી છે તે વાસ્તવિક પર્વત નથી.

11 80 શું છે આ 'સ્લીપિંગ લેડી પહાડ' ની સચ્ચાઈ? જાણીને ચોંકી જશો

Interesting / અમેરિકામાં જોવા મળ્યો સૌથી દુર્લભ પાયથોન, જુઓ વીડિયો

આપને જણાવી દઈએ કે, દુનિયામાં સ્લીપિંગ લેડી અથવા તેના જેવા નામોનાં 20 થી વધુ પર્વતો છે. જ્યારે જ્યારે કોઈ ચોક્કસ કોણથી જોવામાં આવે છે, ત્યારે લાગે છે કે કોઈ સ્ત્રી અથવા કોઈ સુંદર છોકરી ત્યાં સૂઈ રહી છે. સ્લીપિંગ લેડી અથવા સમાન નામોવાળા ત્રણ પર્વતો અમેરિકામાં છે. આ સિવાય અલ્જીરિયા, કંબોડિયા, ચીલી, ચીનમાં બે, ગ્રીસ, માર્ટિનીક, મેક્સિકો, નોર્વે, પાકિસ્તાન, પેરુ, ફિલિપાઇન્સ, તાઇવાન અને થાઇલેન્ડમાં બે છે. જણાવી દઇએ કે, પૃથ્વી પર ક્યાંય પણ સ્લીપિંગ લેડીની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થતી હોય તેવી કોઈ આકૃતિ નથી. આ ડિજિટલ આર્ટ છે. જે જીન માઇકલ બિહોરેલે બનાવ્યું છે. તેમની પોતાની સાઇટ પણ છે. જેના પર તે આ ડિજિટલ આર્ટને વેચવા માટે એક શોકેસ પણ કરી રહ્યા છે. જીને તેની કળાની કિંમત લગભગ 3000 યુરો એટલે કે 2.65 લાખ રૂપિયા રાખી છે. આ જ પેઇન્ટિંગને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વિવિધ હેન્ડલ્સ સાથે શેર કરવામાં આવી રહ્યું છે.

 Footer 1 શું છે આ 'સ્લીપિંગ લેડી પહાડ' ની સચ્ચાઈ? જાણીને ચોંકી જશો