'ફાધર્સ ડે'/ તમારા પિતાનાં સ્વાસ્થ્યની તમે આ રીતે લઇ શકો છો કાળજી

પિતા અને તેના બાળક વચ્ચેનો સંબંધ ઘણો અનમોલ ગણાય છે. પિતા માટે, તેમની પુત્રી રાજકુમારી છે અને પુત્ર રાજકુમાર છે…

Top Stories Trending
2 117 તમારા પિતાનાં સ્વાસ્થ્યની તમે આ રીતે લઇ શકો છો કાળજી

પિતા અને તેના બાળક વચ્ચેનો સંબંધ ઘણો અનમોલ ગણાય છે. પિતા માટે, તેમની પુત્રી રાજકુમારી છે અને પુત્ર રાજકુમાર છે, જ્યારે બાળકો માટે તેમના પિતા એક સુપરહીરો હોય છે જે તેમની બધી ઇચ્છાઓને પૂર્ણ કરે છે. ઘણા લોકો એવા છે કે જેઓ તેમના પિતાને કહી શકતા નથી કે તેઓ તેમને કેટલો પ્રેમ કરે છે. જો કે ફાધર્સ ડે પર લોકો ખુલ્લેઆમ પોતાનો પ્રેમ વ્યક્ત કરે છે.

2 118 તમારા પિતાનાં સ્વાસ્થ્યની તમે આ રીતે લઇ શકો છો કાળજી

વધતી ઉંમરે વિશેષ કાળજી જરૂરી

2 119 તમારા પિતાનાં સ્વાસ્થ્યની તમે આ રીતે લઇ શકો છો કાળજી

લોકો ફાધર્સ ડે ને ઘણી રીતે તેમના પિતા માટે ખાસ બનાવે છે. પરંતુ આજે અમે તમને એક એવી રીત જણાવવા જઈ રહ્યા છીએ જેના દ્વારા તમે તમારા પિતા અને તેમના સ્વાસ્થ્યની સારી સંભાળ રાખી શકો છો. તમામ ઇચ્છે છે કે, તેમના માતા-પિતા હંમેશા સ્વસ્થ રહે, પરંતુ આ માટે જરૂરી છે કે વધતી ઉંમર સાથે વિશેષ કાળજી લેવી. કારણ કે એક ઉંમર પછી હાડકાં અને સ્નાયુઓ નબળા થવા લાગે છે. આવી સ્થિતિમાં, તમે તમારા પિતાનાં આહારમાં કેટલાક ફેરફાર કરીને તમારા પિતાની વિશેષ કાળજી લઈ શકો છો, જેથી તમારા પિતા લાંબા સમય સુધી સ્વસ્થ રહે. તો ચાલો આપણે જાણીએ કે તમારે તેમના આહારમાં શું ફેરફાર કરવા જોઈએ.

સ્વાસ્થ્ય પર ધ્યાન આપતા વધુ તેલ, મસાલા ટાળવા

2 120 તમારા પિતાનાં સ્વાસ્થ્યની તમે આ રીતે લઇ શકો છો કાળજી

વધતી જતી ઉંમર સાથે, ખોરાકમાં વધુ તેલ, મસાલા ટાળવું જોઈએ. તેમજ લીલા પાંદડાવાળા શાકભાજી જેવા કે પાલક, કોબી, કારેલા વગેરે આહારમાં સામેલ થવા જોઈએ. આ સિવાય ખાવામાં ફળોનો ચોક્કસપણે સમાવેશ કરો. ફળો અને લીલા શાકભાજી શરીરમાં જરૂરી પોષક તત્વોની પૂર્તિ કરે છે અને તે સ્વાસ્થ્ય માટે ખૂબ સારા હોય છે. મીઠાનો પણ ઉપયોગ ન કરો કારણ કે તેનાથી બ્લડપ્રેશરની સમસ્યા વધે છે.

આહારમાં બરછટ અનાજનો કરો ઉપયોગ, હૃદય રોગોનું જોખમ ઘટશે

2 121 તમારા પિતાનાં સ્વાસ્થ્યની તમે આ રીતે લઇ શકો છો કાળજી

આ સાથે, તમારા આહારમાં બરછટ અનાજનો સમાવેશ કરો, કારણ કે તેમાં જરૂરી પોષક તત્વો છે. આ ઉપરાંત તે ફાઈબરથી પણ ભરપુર હોય છે. બરછટ અનાજ જેવા કે બાજરી, બ્રાઉન રાઇસ વગેરે સામેલ કરો. બરછટ અનાજ હૃદય રોગોનું જોખમ ઘટાડે છે.

આહારમાં વધુ કેલ્શિયમ અને વિટામિન ડીવાળી વસ્તુઓ કરો સામેલ

2 122 તમારા પિતાનાં સ્વાસ્થ્યની તમે આ રીતે લઇ શકો છો કાળજી

તમામ જાણે છે કે, વધતી જતી વય સાથે હાડકાં અને સ્નાયુઓ નબળા પડવા લાગે છે, તેથી તમારા પિતાનાં આહારમાં વધુ કેલ્શિયમ અને વિટામિન ડીવાળી વસ્તુઓ સામેલ કરો. તેમાં ઓછી ચરબીવાળા અને ડેરી ઉત્પાદનો જેમ કે દૂધ અને દહીં ઉમેરો. આ સિવાય તમારે તેમને ઇંડા પણ ખવડાવવા જોઈએ, કારણ કે તેમાં પૂરતા પ્રમાણમાં એમિનો એસિડ, પ્રોટીન અને વિટામિન ડી હોય છે.

ચા અને કોફીનુ સેવન ઓછુ કરો

2 123 તમારા પિતાનાં સ્વાસ્થ્યની તમે આ રીતે લઇ શકો છો કાળજી

જો તમે તમારા પિતાને વધુ ચા અને કોફી પીવાનું બંધ ન કરાવી શકો તો તેનુ ઓછુ કરવાનો પ્રયત્ન કરો. કારણ કે ચા અને કોફીનો વધુ પડતો વપરાશ નુકસાનકારક થઈ શકે છે. આ સિવાય આલ્કોહોલ લેવાનું પણ ટાળવું જોઈએ. તમારા પિતાનાં આહારની કાળજી લેવાની સાથે સાથે, સમય સમય પર તેમના શરીરની તપાસ કરાવો. જેથી તમે તેમના સ્વાસ્થ્ય વિશે જાણી શકો.

kalmukho str 9 તમારા પિતાનાં સ્વાસ્થ્યની તમે આ રીતે લઇ શકો છો કાળજી