Not Set/ રાખીના આરોપોનો તનુશ્રીએ આ રીતે આપ્યો જવાબ

મુંબઇ, તનુશ્રી દત્તાએ જ્યારથી અમેરીકાથી પરત ફરીને નાના પાટેકર પર યૌન શોષણનો આરોપ લગાવ્યો છે ત્યારથી તેની સામે સવાલ ઉઠી રહ્યાં છે. આ મામલે બોલિવૂડ પણ બે ભાગમાં વહેંચાઈ ગયું છે. તનુશ્રી દત્તા અને રાખી સાવંત વચ્ચે પણ ચકમક ઝરી હતી. પહેલા રાખી સાવંતે નાના પાટેકર વિરુદ્ધ તનુશ્રીના આરોપો ખોટા ગણાવીને તેને સંભળાવ્યું હતું. આ […]

Uncategorized
11 રાખીના આરોપોનો તનુશ્રીએ આ રીતે આપ્યો જવાબ

મુંબઇ,

તનુશ્રી દત્તાએ જ્યારથી અમેરીકાથી પરત ફરીને નાના પાટેકર પર યૌન શોષણનો આરોપ લગાવ્યો છે ત્યારથી તેની સામે સવાલ ઉઠી રહ્યાં છે. આ મામલે બોલિવૂડ પણ બે ભાગમાં વહેંચાઈ ગયું છે. તનુશ્રી દત્તા અને રાખી સાવંત વચ્ચે પણ ચકમક ઝરી હતી. પહેલા રાખી સાવંતે નાના પાટેકર વિરુદ્ધ તનુશ્રીના આરોપો ખોટા ગણાવીને તેને સંભળાવ્યું હતું. આ પછી તનુશ્રીએ તેની પર માનહાનિનો કેસ કર્યો હતો. આ પછી તાજેતરમાં રાખી સાવંતે પ્રસે કોન્ફરન્સ કરીને તનુશ્રી પર રેપ કરવાનો આરોપ લગાવ્યો હતો.

રાખીએ એક પ્રેસ કોન્ફરન્સમાં આવું કહ્યું હતું, તનુશ્રી પર આરોપ લગાવ્યો હતો કે 12 વર્ષ પહેલા તેણે રેપ કર્યો હતો. રાખીએ તો ત્યાં સુધી કહ્યું હતું કે તનુશ્રી અંદરથી યુવક છે એ કારણોસર તેણે મુંડન પણ કરાવ્યું હતું. રાખીએ કહ્યું હતું કે તનુશ્રી ડ્રગ્સ લેતી હતી અને તેના પ્રાઈવેટ પાર્ટ્સને પણ અડકી હતી. તે 12 વર્ષ સુધી ચૂપ રહી પણ હવે બોલી રહી છે.

રાખીના આ આરોપો પર તનુશ્રી દત્તાએ પોતાની પ્રતિક્રિયા આપી હતી. તનુશ્રીએ કહ્યું કે તે ડ્રગ્સ એડિક્ટ નથી. તે દારુ પણ પીતી નથી કે લેસ્બિયન પણ નથી. તેણે કહ્યું કે સમાજમાં બદલાવ લાનાર આ ગંભીર અભિયાનની મજાક ઉડાવવી ન જોઈએ.

તનુશ્રી દત્તાએ કહ્યું કે જે ગોરિલ્લા યુદ્ધમાં એક્સપર્ટ્સ છે. તેને જણાવું કે બીજાને કલંકીત કરવાનું અભિયાન સારું ન હોય. હું ડ્રગ એડિક્ટ નથી. હું લેસ્બિયન પણ નથી અને દારુ પણ પીતી નથી. હું પિતૃસત્તાત્મક અને મહિલા વિરોધી સમાજની એક સ્ત્રી છું. આ કારણે મારા ચરિત્ર પર કલંક લગાવીને મને ચુપ કરાવવાની કોશિશ સફળ નહિ થાય. આપણે સમાજમાં બદલાવ લાવવાના આ ગંભીર અભિયાનની મજાક ન બનાવવી જોઈએ