Covid-19/ વિશ્વમાં ઓમિક્રોનનાં કહેર વચ્ચે ભારતમાં કોરોનાનાં નોંધાયા માત્ર આટલા કેસ

દેશમાં હવે ધીમે ધીમે કોરોનાનો નવો વેરિઅન્ટ ઓમિક્રોન પ્રવેશ કરી રહ્યો છે. અત્યાર સુધીમાં લગભગ 21 ઓમિક્રોનથી સંક્રમિતો મળી આવ્યા છે.

Top Stories Trending
Covid-19 Update

વૈશ્વિક કોરોના વાયરસનાં કેસ વધીને 26.58 કરોડ થઈ ગયા છે. આ મહામારીનાં કારણે અત્યાર સુધીમાં 52.5 લાખથી વધુ લોકોનાં મોત થયા છે, જ્યારે 8.17 અબજથી વધુ લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. જોન્સ હોપકિન્સ યુનિવર્સિટી દ્વારા આ આંકડા શેર કરવામાં આવ્યા છે. સોમવારે સવારે તેના નવીનતમ અપડેટમાં, યુનિવર્સિટીનાં સેન્ટર ફોર સિસ્ટમ્સ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ (CSSE) એ અહેવાલ આપ્યો કે વર્તમાન વૈશ્વિક કેસ, મૃત્યુ અને રસીકરણની કુલ સંખ્યા અનુક્રમે 265,824,521, 5,255,456 અને 8,172,059,082 છે. ભારતની વાત કરીએ તો અહી કોરોનાનાં દૈનિક કેસોમાં ઉતાર-ચઢાવ યથાવત છે.

આ પણ વાંચો – જાણવા જેવું / શું તમે પરિણિત છો તો તમને મળી શકે છે દર મહિને 10 હજાર રૂપિયા? જાણો પૂરી વિગત

દેશમાં હવે ધીમે ધીમે કોરોનાનો નવો વેરિઅન્ટ ઓમિક્રોન પ્રવેશ કરી રહ્યો છે. અત્યાર સુધીમાં લગભગ 21 ઓમિક્રોનથી સંક્રમિતો મળી આવ્યા છે. વળી જો આપણે દૈનિક કોરોનાનાં કેસની વાત કરીએ તો તેમા આજે પણ ઉતાર-ચઢાવ યથાવત છે. જણાવી દઇએ કે, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, ભારતમાં છેલ્લા 24 કલાકમાં 8,306 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે. જ્યારે આ મહામારીનાં કારણે 211 લોકોનાં મોત થયા છે. મંત્રાલયે કહ્યું કે, હાલમાં સક્રિય કેસ 98,416 છે, જે 552 દિવસમાં સૌથી ઓછા છે. સક્રિય કેસો કુલ કેસનાં 1% કરતા ઓછા છે, જે હાલમાં 0.28% છે, જે માર્ચ 2020 પછી સૌથી નીચો છે. દરમિયાન, છેલ્લા એક દિવસમાં 8,834 રિકવરી નોંધાયા સાથે, સાજા થયેલા લોકોની કુલ સંખ્યા વધીને 3,40,69,608 થઈ ગઈ છે. અત્યારે રિકવરી રેટ 98.35 ટકા છે. દૈનિક પોઝિટિવિટી રેટ 0.94% છે, છેલ્લા 63 દિવસથી 2% કરતા ઓછો છે અને સાપ્તાહિક પોઝિટિવિટી રેટ છેલ્લા 22 દિવસથી 1% થી ઘટીને 0.78% છે.

આ પણ વાંચો – ભારતના પ્રવાસે / રશિયાનાં રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ભારતનાં પ્રવાસે, સંબંધો મજબુત બનાવવા કવાયત

દેશમાં અત્યાર સુધીમાં 1,27,93,09,669 લોકોને કોરોનાની રસી આપવામાં આવી છે, જેમાંથી છેલ્લા 24 કલાકમાં 24,55,911 લોકોને રસી આપવામાં આવી છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 8,86,263 લોકોનાં કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. જણાવી દઇએ કે, વિશ્વમાં ઓમિક્રોનનો કહેર સતત વધી રહ્યો છે ત્યારે વૈજ્ઞાનિકોનું કહેવુ છે કે ભારતમાં ત્રીજી લહેરની આવવાની સંભાવનાઓ છે.