Election/ NDAના ઉપરાષ્ટ્રપતિના ઉમેદવાર તરીકે આ નેતા પર લાગી શકે છે મોહર!જાણો

રાષ્ટ્રપતિની ચૂંટણીની તારીખ જાહેર કર્યા બાદ હવે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીની પણ તાડમાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. તેની તારીખ પણ જાહેર કરવામાં આવી છે

Top Stories India
3 14 NDAના ઉપરાષ્ટ્રપતિના ઉમેદવાર તરીકે આ નેતા પર લાગી શકે છે મોહર!જાણો

રાષ્ટ્રપતિની ચૂંટણીની તારીખ જાહેર કર્યા બાદ હવે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીની પણ તાડમાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. તેની તારીખ પણ જાહેર કરવામાં આવી છે.  આએનડીએ અને વિપક્ષના ઉમેદવારો શોધવાની પ્રક્રિયાએ પણ વેગ પકડ્યો છે. અહેવાલ છે કે સત્તાધારી NDA તરફથી મુસ્લિમ સમુદાયમાંથી ત્રણ અને શીખ સમુદાયમાંથી એક નામ ચર્ચામાં છે. NDA એ ઝારખંડના ભૂતપૂર્વ રાજ્યપાલ દ્રૌપદી મુર્મુને રાષ્ટ્રપતિ ચૂંટણી માટે તેના ઉમેદવાર તરીકે નોમિનેટ કર્યા છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અલ્પસંખ્યક બાબતોના મંત્રી મુખ્તાર અબ્બાસ નકવી, કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન અને પૂર્વ કેન્દ્રીય મંત્રી નજમા હેપતુલ્લાના નામ એનડીએના ઉમેદવાર તરીકે માનવામાં આવી રહ્યા છે. આ સિવાય પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહનું નામ પણ ચર્ચામાં છે.

આંકડા દર્શાવે છે કે એનડીએ પાસે તેના ઉમેદવારને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી જીતવા માટે પૂરતા મત છે. તેમજ દ્રૌપદી મુર્મુની જેમ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં એનડીએના ઉમેદવાર પણ આશ્ચર્યચકિત કરી શકે છે. વર્તમાન ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુનો કાર્યકાળ 10 ઓગસ્ટે પૂરો થઈ રહ્યો છે. આગામી ઉપરાષ્ટ્રપતિ 11 ઓગસ્ટે શપથ લેશે.