મહારાષ્ટ્ર/ મુંબઇમાં શરૂ થશે આ સેવા,ગ્રાહકોને મળશે મોટી રાહત,જાણો

એનર્જી ડિસ્ટ્રિબ્યુશન સ્ટાર્ટઅપ ધ ફ્યુઅલ ડિલિવરીએ શહેરમાં મોબાઈલ સીએનજી સ્ટેશન સ્થાપવા માટે મહાનગર ગેસ લિમિટેડ સાથે કરાર (LOI) પર હસ્તાક્ષર કર્યા છે

Top Stories India
2 33 મુંબઇમાં શરૂ થશે આ સેવા,ગ્રાહકોને મળશે મોટી રાહત,જાણો

ટૂંક સમયમાં જ મુંબઈમાં લોકો તેમના ઘરઆંગણે CNG મેળવી શકશે. એનર્જી ડિસ્ટ્રિબ્યુશન સ્ટાર્ટઅપ ધ ફ્યુઅલ ડિલિવરીએ શહેરમાં મોબાઈલ સીએનજી સ્ટેશન સ્થાપવા માટે મહાનગર ગેસ લિમિટેડ સાથે કરાર (LOI) પર હસ્તાક્ષર કર્યા છે. આ મોબાઈલ સીએનજી સ્ટેશનોની મદદથી ગ્રાહકોને તેમના ઘરઆંગણે ઈંધણ પહોંચાડવામાં આવશે.

જમ્મુ-કાશ્મીર / સેનાએ બેંક મેનેજર વિજય કુમારના હત્યારા સહિત 2 આતંકીઓને કર્યા ઠાર

ફ્યુઅલ ડિલિવરીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ સેવા 24 કલાક ઉપલબ્ધ રહેશે અને CNG-સંચાલિત ઓટો રિક્ષા, કેબ, ખાનગી અને કોમર્શિયલ વાહનો, સ્કૂલ બસો અને અન્ય વાહનોની ઇંધણની જરૂરિયાતોને પૂર્ણ કરશે. આ સેવા શરૂ થવાથી ગ્રાહકોને CNG માટે લાંબી લાઈનોમાં રાહ જોવી પડશે નહીં.

છત્તીસગઢ / આખરે 106 કલાક પછી રાહુલને 65 ફૂટની ઊંડાઈમાંથી બહાર ક્ઢાયો, રાજુલાનો યુવાન ગયો હતો બચાવ કામગીરીમાં

સ્ટાર્ટઅપે કહ્યું કે તેને મુંબઈમાં બે મોબાઈલ CNG સ્ટેશન ચલાવવા માટે MGL (મહાનગર ગેસ લિમિટેડ) તરફથી મંજૂરી મળી છે. આ સેવા આગામી ત્રણ મહિનામાં મુંબઈના સાયન અને મહાપેથી શરૂ થશે અને ધીમે ધીમે શહેરના અન્ય ભાગોમાં પણ લંબાવવામાં આવશે.ધ ફ્યુઅલ ડિલિવરીના ફાઉન્ડર-સીઈઓ રક્ષિત માથુરે જણાવ્યું હતું કે, “દેશભરમાં સફળતાપૂર્વક ડીઝલની ઘરઆંગણે ડિલિવરી કર્યા પછી, અમે CNGની ડોરસ્ટેપ ડિલિવરીની જાહેરાત કરીને એક પગલું આગળ વધારી રહ્યા છીએ.”