જુનાગઢ/ શિવાલયમાં ચઢાવેલ દૂધનો આ વયસ્ક આ રીતે કરે છે ઉપયોગ, જાણીને તમે પણ કરશો સલામ

છેલ્લાં દસ વર્ષથી હજારો લિટર દૂધ એકઠું કરીને શિવમાંથી જીવને આ દૂધ પહોંચાડવાનું કામ ઓન્લી ઇન્ડિયન હજુ પણ યથાવત રાખ્યું છે અને લોકો પણ આ કામગીરીને ખૂબ બિરદાવી રહ્યા છે

Top Stories Gujarat Others
m4 1 4 શિવાલયમાં ચઢાવેલ દૂધનો આ વયસ્ક આ રીતે કરે છે ઉપયોગ, જાણીને તમે પણ કરશો સલામ

શ્રાવણ માસની શરૂઆત થતા ની સાથે જ શિવાલયમાં હર હર મહાદેવના નાદ ગુંજી ઉઠ્યા છે શિવાલય ની અંદર મહાદેવની ચડાવવામાં આવતું દૂધ એક કરીને એક અનોખું કાર્ય જુનાગઢના ૭૦ વર્ષે ઓન્લી ઇન્ડિયન છેલ્લા દસ વર્ષથી કરી રહ્યા છે આવો જોઈએ મંતવ્ય ન્યૂઝ નો શ્રાવણ માસ નિમિત્તે સ્પેશિયલ અહેવાલ..

આપે બેંકો તો અનેક જોઈ હશે પણ મીલ્ક બેન્ક કદી જોઈછે.  નહીને તો આ મીલ્ક બેંક જૂનાગઢ ના ૭૦ વર્ષ ના વૃધ્ધ કહો કે યુવાન એવા ઓન્લી ઇન્ડિયન ચલાવે છે અને તે મિલ્ક બેન્ક થકી સાચા અર્થ માં માનવ સેવા નું કાર્ય કરી રહ્યા છે.  હાલ શ્રાવણ માસ ચાલી રહયો છે ત્યારે શીવ ભક્તો મહાદેવની  સેવા પૂજા કરતા હોય છે.  અને શીવજી ને દૂધ – પાણી અને બીલ્વપત્ર થી અભીષેક કરીને ધન્યતા અનુભવતા હોય છે ત્યારે શિવજી ને ચઢાવવામાં આવતું દૂધ ગટર માં વહી જતું હોઈ છે.

m1 3 શિવાલયમાં ચઢાવેલ દૂધનો આ વયસ્ક આ રીતે કરે છે ઉપયોગ, જાણીને તમે પણ કરશો સલામ

પરંતુ એક સેવાધરી વ્યસ્ક દ્વારા આ દૂધનો અનોખો ઉપયોગ કરી મિલ્ક બેન્ક બનાવવામાં આવી છે. ઓન્લી ઇન્ડિયન તરીકે ની ઓળખ ધરાવતા આ મહાશય મિલ્ક બેન્ક બનાવી શહેરના ગરીબો અને કુપોષિત બાળકોના પેટ સુધી આ અભિષેકનું દૂધ પહોંચાડવાની અનોખી સેવા કરી રહ્યા છે. ઓન્લી ઇન્ડિયન કહે છે કે “ઓ માય ગૉડ” ફિલ્મ જોયા પછી તેમને તેમાંથી પ્રેરણા મળી અને આ કામ શરુ કરી દીધું.

m1 2 શિવાલયમાં ચઢાવેલ દૂધનો આ વયસ્ક આ રીતે કરે છે ઉપયોગ, જાણીને તમે પણ કરશો સલામ

આ ઓન્લી ઇન્ડિયન નામના મહામાનવની જો વાત કરીયે તો તે પહેલા સરકારી નોકરી કરતા હતા, અને નિવૃત થયા પછી તેમને પોતાનું નામ બદલી નાખ્યું છે.  તેઑ કહે છે આ મારો બીજો જન્મ છે અને હું મારા જુના નામે ઓળખાવવા નથી માંગતો, ઓન્લી ઇન્ડિયન દ્વારા છેલ્લા સાત 10વર્ષથી આ મિલ્ક બેન્ક ચલાવવામાં આવી રહી છે. એટલે દરવર્ષની જેમ દરેક મોટા શિવાલયના ટ્રસ્ટીઓ સાથે સંકલન કરીને તેમને સમજાવીને સવારે મંદિરમાં દૂધના ખાલી કેન મૂકી જાય છે, મંદિરમાં આવતા શિવભક્તો પણ ટેવાઈ ગયા છે, તે થોડું દૂધ શિવલિંગ ઉપર ચડાવે છે બાકીનું દૂધ કેનમાં નાખી દે છે, કેન ભરાઈ જતા એક પછી એક મંદીરમાંથી સાયકલ દ્વારા આ દૂધના કેન ને સેવાભાવી ડેરીવાળા પાસે લઇ જાય છે જ્યાં બધું દૂધ એકઠું કરીને તેમાં ખાંડ મિક્ષ કરવામાં આવે છે, ઓન્લી ઇન્ડિયન કહે છે દરરોજનું 25 થી 30 લીટર દૂધ એકઠું થાય છે અને મહિને 1,000 લીટર જેટલું દૂધ એકઠું કરવામાં આવે છે. આમ શિવ ભક્તો પણ ઓન્લી ઇન્ડિયન ના કાર્યને બિરદાવી રહ્યા છે.