Not Set/ સ્ટિંગ ઓપરેશનમાં શત્રુઘ્ન સિંહનું પાત્ર ભજવવું આ વ્યક્તિને પડ્યું ભારે, વર્ષોથી ખાય છે કોર્ટના ધક્કા

  બીજેપી નેતા શત્રુઘ્ન સિન્હાના રૂપમાં સંસદમાં ખુલ્લે આમ ફરવાનું દુસ્સાહસ કરનાર બલવીર સિંહ રાજપૂત આજ સુધી પોતાની ભૂલની કોર્ટના ધક્કા ખાઈને સજા ભોગવી રહ્યા છે. ૨૦૦૩માં એક ટીવી સ્ટીંગ માટે એમણે આવું કર્યું હતું અને વર્ષ ૨૦૦૪માં એમની વિરુદ્ધ અપરાધિક મુકદમો ચલાવામાં આવ્યો હતો અને ૧૫ વર્ષ વીતી ગયા બાદ પણ એ કોર્ટના ચક્કર […]

Top Stories India Politics
shatrughan sinha sting સ્ટિંગ ઓપરેશનમાં શત્રુઘ્ન સિંહનું પાત્ર ભજવવું આ વ્યક્તિને પડ્યું ભારે, વર્ષોથી ખાય છે કોર્ટના ધક્કા

 

બીજેપી નેતા શત્રુઘ્ન સિન્હાના રૂપમાં સંસદમાં ખુલ્લે આમ ફરવાનું દુસ્સાહસ કરનાર બલવીર સિંહ રાજપૂત આજ સુધી પોતાની ભૂલની કોર્ટના ધક્કા ખાઈને સજા ભોગવી રહ્યા છે. ૨૦૦૩માં એક ટીવી સ્ટીંગ માટે એમણે આવું કર્યું હતું અને વર્ષ ૨૦૦૪માં એમની વિરુદ્ધ અપરાધિક મુકદમો ચલાવામાં આવ્યો હતો અને ૧૫ વર્ષ વીતી ગયા બાદ પણ એ કોર્ટના ચક્કર મારી રહ્યા છે અને હવે તેઓ સ્ટીંગ ઓપરેશનો હિસ્સો બન્યા હતા એ વાત પર અફસોસ કરી રહ્યા છે.

બલવીર ભાંડુપમાં રહે છે અને એમની ઉમર 84 વર્ષની છે. એમની સામે જયારે ફરિયાદ થઇ ત્યારબાદ એમણે બે વખત હાર્ટએટેક આવી ગયા છે. દિલ્લી પોલીસે એમની વિરુદ્ધ અપરાધિક અને અનધિકાર પ્રવેશ કરવા બાબતે ફરિયાદ નોંધી હતી.

ટીવી સ્ટીંગમાં તેઓ સંસદમાં લાપરવાહ થઈને ફરતા દેખાતા હતા, તેઓ ફોન પર વાત કરી રહ્યા હતા. એમની કોઈ તલાશી લેવામાં આવી ન હતી. શત્રુઘ્ન સિન્હા બનીને તેઓ ગાર્ડ સાથે હાથ મેળવતા હતા. એ સમયે શત્રુઘ્ન સિન્હા કેન્દ્રીય મંત્રી હતા. આ સ્ટીંગ ૨૦૦૧માં થયેલા સંસદ હુમલા બાદ સુરક્ષા વ્યવસ્થાની પોલ ખોલવા માટે કરવામાં આવ્યું હતું.

આ બાબતે બલવીર નિરાશ થઈને કહે છે કે, એ બલીનો બકરો છે. સ્ટીંગ ને ટીઆરપી મળી પણ પોલીસ સ્ટેશન અને કોર્ટના ચક્કર હું ખાઈ રહ્યો છુ. મને હાર્ટએટેક પણ આવ્યો છે. આ મામલામાં હું એક જ એવો બચ્યો છુ જેના પર હજી સુધી કેસ ચાલી રહ્યો છે. મારો શું વાંક છે? હું માત્ર ત્યારની વાજપેયી સરકારને સંસદની સુરક્ષાની ખામીને પોતાની કલા મારફતે દેખાડવાનો પ્રયાસ કરી રહ્યો હતો.

આ આખી ઘટનાને લઈને ખુદ શત્રુઘ્ન સિન્હા બલવીરને માફ કરી ચુક્યા છે અને એમણે લોકોને પણ કહ્યું છે કે બલવીરને તેઓ માફ કરી દે. એમણે કહ્યું કે તે એક પ્રેંક હતો અને એ એક સાધારણ અને લાચાર માસુમ લાગી રહ્યા છે. એમની ઉમર અને એમની તબિયતનો વિચાર કરવો જોઈએ.

વર્ષ ૨૦૦૪માં બલવીર અને ટીવી ક્રૂ મેમ્બર વિરુદ્ધ ચાર્જશીટ દાખલ થઇ હતી. દિલ્લી હાઇકોર્ટે ક્રૂ મેમ્બર્સને કેસથી છુટા કરી દીધા છે પણ બલવીર સામે ટ્રાયલ ચલાવાનો આદેશ આપ્યો.

આ સ્ટીંગ ઓપરેશનને લઈને શત્રુઘ્ન સિન્હાએ કહ્યું હતું કે, આ સ્ટીંગ સફળ થયું ન હતું કારણકે એમની હાઈટ ૬ ફૂટ ૨ ઇંચ છે જયારે બલવીર ની હાઈ ટ ૫ ફૂટ ૨ ઇંચ છે. અમારા સ્ટાફને લાગ્યું કે એ યુપી અથવા બિહારના કોઈ બીજા નેતા છે. ટીવી ચેનલના લોકો એમને જયારે મારા ઓફીસ લઇ ગયા તો સ્ટાફ એ એમને રોકી લીધા હતા.

જો કે શત્રુઘ્ન સિન્હા એમને માફ કરી ચુક્યા છે તેમ છતાં એમણે કહ્યું હતું કે ઘણી વાર બલવીરે પોતાની સીમા ઓળંગી લીધી હતી. એકવાર મને ઈલેકશન મીટીંગ માટે બોલવામાં આવ્યો જ્યાં હું પહોચી શક્યો ન હતો પરંતુ આયોજકોએ એમને બોલાવી લીધા અને જાહેર કરી દીધું કે શત્રુઘ્ન સિન્હાજી આવી ગયા છે.