Not Set/ 10 હજારના રોકાણ પર 4 મહિનામાં 7000 ટકા રિટર્ન! માન્યામાં નથી આવતું ને? તો વાંચો અહીં

એક કંપની જેણે દેવાળુ ફૂંક્યુ હોય એટલે કે નાદાર થઇ ગઇ હોય. આ કંપનીનો શેર તમને બિટકોઇનની તેજી પણ ભુલાવી દે તેવી કમાણી કરી આપે. કમાણી પણ કેવી! જેવીતેવી નહીં, 7 હજાર ટકા જેટલી તો આશ્ચર્ય જરુર થાય. તમને થતું હશે કે આ તે વળી કયો શેર છે જેણે રોકાણકારોની તિજેરી છલકાવી દીધી છે. અમે […]

Top Stories Trending Business
rupee1200 4 10 હજારના રોકાણ પર 4 મહિનામાં 7000 ટકા રિટર્ન! માન્યામાં નથી આવતું ને? તો વાંચો અહીં

એક કંપની જેણે દેવાળુ ફૂંક્યુ હોય એટલે કે નાદાર થઇ ગઇ હોય. આ કંપનીનો શેર તમને બિટકોઇનની તેજી પણ ભુલાવી દે તેવી કમાણી કરી આપે. કમાણી પણ કેવી! જેવીતેવી નહીં, 7 હજાર ટકા જેટલી તો આશ્ચર્ય જરુર થાય. તમને થતું હશે કે આ તે વળી કયો શેર છે જેણે રોકાણકારોની તિજેરી છલકાવી દીધી છે. અમે વાત કરી રહ્યા છીએ ઓર્કિડ ફાર્માના શેરની.

ઓર્કિડ ફાર્માનો શેર છેલ્લા 4 મહિનામાં 7000 ટકા વધ્યો છે. આ શેરમાં અપર સર્કિટ સતત લાગી રહી છે. ઓર્કિડ ફાર્માને એનસીએલટીના રિઝોલ્યુશન પ્લાન અંતર્ગત ધનુકા લેબે ખરીદી હતી. ત્યાર પછીથી ઓર્કિડ ફાર્મા કંપનીના શેરમાં તેજીનું વાવાઝોડું ફૂંકાયુ છે.

બિટકોઇન સાથે ઓર્કિડ ફાર્માના શેરની સરખામણી કરીએ તો એક બાજુ આ શેરે 7 હજાર ટકા રિટર્ન આપ્યું છે તો બીજી બાજુ બિટકોઇને 203 ટકા રિટર્ન છેલ્લા ચાર મહિનામાં આપ્યું છે. એટલે કે બિટકોઇન પણ આ શેર સામે ઝાંખો પડી ગયો છે.

Dhanuka Labs 10 હજારના રોકાણ પર 4 મહિનામાં 7000 ટકા રિટર્ન! માન્યામાં નથી આવતું ને? તો વાંચો અહીં

3 નવેમ્બર 2020ના રોજ ઓર્ચિડ ફાર્માનું સ્ટોક એક્સચેંજમાં ફરીથી લિસ્ટિંગ થયું હતું. નવાઇની વાત તો એ છે કે લિસ્ટિંગ પછી આ શેરમાં ક્યારેય ઘટાડો નથી આવ્યો અને તે ઘોડાની જેમ દોડી રહ્યો છે. બુધવારે એટલે કે 10 માર્ચે શેરમાં 5 ટકાની અપર સર્કિટ વાગી હતી અને શેર NSE પર 1,307.55 રૂપિયાની સપાટી પર બંધ થયો હતો.

ઓર્કિડ ફાર્મા કંપની જ્યારે 3 નવેમ્બર 2020ના રોજ રી-લિસ્ટ કરવામાં આવી ત્યારે શેરનો ભાવ 18 રૂપિયા થયો હતો, જે 10 માર્ચ 2021ના રોજ વધીને રૂ. 1,307.55ની સપાટીએ પહોંચી ગયો હતો. એટલે કે જે રોકાણકારોએ 10 હજાર રૂપિયાનું રોકાણ આ શેરમાં કર્યું હશે તેમને માત્ર 128 દિવસમાં જ 7.25 લાખ રુપિયાનું વળતર મળ્યું હશે.

ઓર્કિડ ફાર્મા કંપનીમાં ધનુકા લેબની ભાગીદારી 98.04 ટકા છે. તો અન્ય નાણાંકીય સંસ્થાઓની ભાગીદારી 1.19 ટકા છે, જ્યારે રિટેલ રોકાણકારો પાસે કંપનીનો માત્ર 0.5 ટકા હિસ્સો છે.

ઓર્કિડ ફાર્માના નાણાંકિય પરિણામો પર નજર કરીએ તો ડિસેમ્બર ક્વાર્ટરમાં કંપનીની 102.63 કરોડની રેવન્યૂ સામે 45.33 કરોડ રૂપિયાની ખોટ થઇ હતી. માર્ચ 2020માં કંપનીની રેવન્યુ 505.45 કરોડ રૂપિયા હતી અને ચોખ્ખી ખોટ 149.84 કરોડ રૂપિયા હતી. જો કે ચેન્નાઇની આ ફાર્મા કંપનીની માર્કેટ કેપ વધીને 5000 કરોડ રૂપિયાથી વધુ વધી ગઇ છે.