T-20 Ranking/ વિરાટ કોહલીનો રેકોર્ડ તોડી આ ખેલાડી ICC રેન્કિંગમાં ટોપ પર,જાણો ટોપ 10ની યાદી

શ્રીલંકાના પથુમ નિસાંકા 8મા નંબર પર છે. માર્ટિન ગુપ્ટિલ અને રાસી વાન ડેર ડુસેનને 9મા નંબર પર સ્થાન આપવામાં આવ્યું છે.

Top Stories Sports
8 37 વિરાટ કોહલીનો રેકોર્ડ તોડી આ ખેલાડી ICC રેન્કિંગમાં ટોપ પર,જાણો ટોપ 10ની યાદી

ICC એ તાજેતરની T20 રેન્કિંગ જાહેર કરી છે. પાકિસ્તાનનો બાબર આઝમ નંબર 1 પર યથાવત છે, જ્યારે ભારતીય દિગ્ગજ વિરાટ કોહલી ICC T20 રેન્કિંગના ટોપ 10માંથી બહાર થઈ ગયો છે. ICC દ્વારા જાહેર કરવામાં આવેલી ટોપ 10ની યાદીમાં પાકિસ્તાનનો મોહમ્મદ રિઝવાન બીજા નંબરે છે જ્યારે દક્ષિણ આફ્રિકાનો એડન માર્કરામ ત્રીજા નંબરે છે. ડેવિડ મલાન ચોથા નંબર પર છે. ઓસ્ટ્રેલિયાનો એરોન ફિન્ચ નંબર પર પોતાનું સ્થાન બનાવવામાં સફળ રહ્યો છે.

 

 

ડેવોન કોનવે છઠ્ઠા નંબર પર છે જ્યારે બારાતનો ઈશાન કિશન સાતમા નંબર પર છે. શ્રીલંકાના પથુમ નિસાંકા 8મા નંબર પર છે. માર્ટિન ગુપ્ટિલ અને રાસી વાન ડેર ડુસેનને 9મા નંબર પર સ્થાન આપવામાં આવ્યું છે.

બાબર આઝમે ઈતિહાસ રચ્યો
બેટિંગ મોરચે, બાબર સતત ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીને હરાવી રહ્યો છે, પરંતુ હવે તે ICC રેન્કિંગમાં પણ તેના કરતા સતત આગળ જઈ રહ્યો છે. હવે બાબર ટી20 ઈન્ટરનેશનલ રેન્કિંગમાં સતત સૌથી વધુ દિવસો સુધી નંબર વન બેટ્સમેન બની ગયો છે. બાબર T20I માં અત્યાર સુધી કુલ 1,025 સતત દિવસ સુધી નંબર વનની ખુરશી પર બેઠો છે.

વિરાટ કોહલીના નામે T20 રેન્કિંગમાં કુલ 1013 દિવસ સુધી નંબર વનની ખુરશી પર બેસવાનો રેકોર્ડ હતો, જે બાબરે હવે પોતાના નામે કરી લીધો છે.આ મામલામાં ત્રીજા નંબર પર કેવિન પીટરસન છે, જે 729 દિવસ સુધી T20 રેન્કિંગમાં નંબર વન પર હતો.બાબર ODI રેન્કિંગમાં પણ નંબર વન પર છે. આ સિવાય પાકિસ્તાનનો કેપ્ટન બાબર પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં ટોપ 10 ICC રેન્કિંગમાં સામેલ થનાર એકમાત્ર બેટ્સમેન છે.