India vs England/ ચોથી ટેસ્ટમાં પ્રથમ દિવસે ટી ટાઇમે ઇંગ્લેન્ડ 5 વિકેટે 198, રૂટની હાફ સેન્ચુરી

પ્રથમ દિવસે ચાના સમય સુધીમાં ઇંગ્લેન્ડે તેની પ્રથમ ઇનિંગમાં પાંચ વિકેટ ગુમાવીને 198 રન બનાવ્યા હતા. હાલમાં જો રૂટ 67 અને બેન ફોક્સ 28 રન સાથે ક્રિઝ પર છે. અત્યાર સુધી બંને વચ્ચે છઠ્ઠી વિકેટ માટે 86 રનની ભાગીદારી થઈ છે.

Top Stories Breaking News Sports
YouTube Thumbnail 2024 02 23T142948.882 ચોથી ટેસ્ટમાં પ્રથમ દિવસે ટી ટાઇમે ઇંગ્લેન્ડ 5 વિકેટે 198, રૂટની હાફ સેન્ચુરી

રાંચીઃ પ્રથમ દિવસે ચાના સમય સુધીમાં ઇંગ્લેન્ડે તેની પ્રથમ ઇનિંગમાં પાંચ વિકેટ ગુમાવીને 198 રન બનાવ્યા હતા. હાલમાં જો રૂટ 67 અને બેન ફોક્સ 28 રન સાથે ક્રિઝ પર છે. અત્યાર સુધી બંને વચ્ચે છઠ્ઠી વિકેટ માટે 86 રનની ભાગીદારી થઈ છે. પ્રથમ સત્ર ભારતના નામે હતું. આ મેચમાં ઈંગ્લેન્ડે 112 રન બનાવ્યા હતા અને પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. બીજા સેશનમાં રૂટ અને ફોક્સે ધીમી પરંતુ હોશિયારીથી બેટિંગ કરી હતી. આ સેશનમાં ઈંગ્લેન્ડે કોઈ વિકેટ ગુમાવ્યા વિના 86 રન બનાવ્યા હતા. આ સિરીઝમાં અત્યાર સુધી પહેલીવાર એવું બન્યું છે કે ઈંગ્લેન્ડે એક સેશનમાં એક પણ વિકેટ ગુમાવી નથી.

ઈંગ્લેન્ડે પાંચ વિકેટ ગુમાવીને 176 રન બનાવ્યા છે. રૂટે આ શ્રેણીની પોતાની પ્રથમ અડધી સદી 108 બોલમાં પૂરી કરી હતી. આ તેની ટેસ્ટ કારકિર્દીની 61મી અડધી સદી હતી. એશિયામાં છેલ્લી 19 ઇનિંગ્સમાં આ તેની બીજી અડધી સદી છે. તે જ સમયે, ભારત સામેની ટેસ્ટમાં આ તેનો 50+નો 20મો સ્કોર છે. આ મામલે તે રિકી પોન્ટિંગની સાથે ટોચ પર છે. રૂટે બેન ફોક્સ સાથે 60થી વધુ રનની ભાગીદારી પણ કરી છે. પાંચમી વિકેટ 112ના સ્કોર પર પડી હતી.

પ્રથમ દિવસે લંચ બ્રેક સુધીમાં ઇંગ્લેન્ડે તેની પ્રથમ ઇનિંગમાં પાંચ વિકેટ ગુમાવીને 112 રન બનાવ્યા હતા. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા આવેલી ઈંગ્લેન્ડની ટીમની શરૂઆત સારી રહી ન હતી. ટેસ્ટ ડેવ્યુ કરનારા આકાશે તેની બીજી ઓવરમાં જેક ક્રાઉલીને ક્લીન બોલ્ડ કર્યો હતો. જો કે, તે બોલ નો બોલ નીકળ્યો. જોકે, આકાશે હાર ન માની અને પછી તેણે બેન ડકેટને વિકેટકીપર ધ્રુવ જુરેલના હાથે કેચ કરાવ્યો. ડકેટ 11 રન બનાવી શક્યો હતો. આ પછી તેણે એ જ ઓવરમાં ઓલી પોપને LBW આઉટ કર્યો હતો. પોપ ખાતું ખોલાવી શક્યા ન હતા. એક ઓવરમાં બે વિકેટ પડી જતાં ઇંગ્લિશ ટીમ રિકવર કરી શકી નહોતી. આકાશે પણ ક્રાઉલીને ક્લીન બોલ્ડ કર્યો. ક્રાઉલી 42 રન બનાવી શક્યો હતો. આકાશે ઇંગ્લેન્ડને આપેલા ઝાટકા પછી સ્પિનરોનો વારો હતો.

અશ્વિને જોખમી બનતા જોની બેયરસ્ટોને પેવેલિયન અને રવિન્દ્ર જાડેજાએ બેન સ્ટોક્સને પેવેલિયન મોકલીને ઈંગ્લેન્ડની અડધી ટીમને પેવેલિયન મોકલી દીધી હતી. ઈંગ્લેન્ડની ટીમ શરૂઆતના બે કલાકમાં જ મુશ્કેલીમાં મુકાઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે. બેયરસ્ટો 38 રન અને સ્ટોક્સ ત્રણ રન બનાવી શક્યા હતા. સ્ટોક્સ આઉટ થતાં જ લંચની જાહેરાત કરવામાં આવી હતી.  લંચ સમયે જો રૂટ 16 રને રમતમાં હતા.


આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ