Cricket/ આ ખેલાડીએ સ્પાઇડરમેન સ્ટાઇલમાં પકડ્યો કેચ, જુઓ આ શાનદાર Video

કેરેબિયન પ્રીમિયર લીગ દરમિયાન આ ખેલાડીએ સ્પાઇડરમેન સ્ટાઇલમાં કેચ પકડી સૌ કોઇને ચોંકાવી દીધા હતા. 28 વર્ષનાં અકીલ હુસૈને બાઉન્ડ્રી નજીક…

Sports
1 55 આ ખેલાડીએ સ્પાઇડરમેન સ્ટાઇલમાં પકડ્યો કેચ, જુઓ આ શાનદાર Video

વિશ્વભરમાં તમામ ટી 20 ક્રિકેટ લીગ ચાલી રહી છે, હવે ખેલાડીઓએ તેમની ફિટનેસ પર વધુ ધ્યાન આપવું પડશે અને સમાન પ્રેક્ટિસ પણ કરવી પડશે. આનુ પરિણામ છે કે, અવાર-નવાર મેદાન પર ફિલ્ડિંગમાં કેટલાક આશ્ચર્યજનક પરાક્રમો જોવા મળી જાય છે. આવો જ એક ચમત્કાર બુધવારે વેસ્ટ ઈન્ડિઝમાં ચાલી રહેલી કેરેબિયન પ્રીમિયર લીગ (CPL 2021) દરમિયાન થયો હતો જ્યારે 28 વર્ષનાં અકીલ હુસૈને બાઉન્ડ્રી નજીક એક અદભૂત કેચ ઝડપી પાડ્યો હતો.

આ પણ વાંચો – Covid-19 / તો શું ત્રીજી લહેરની થઇ ગઇ છે શરૂઆત? છેલ્લા 24 કલાકમાં નોંધાયા 47,092 કેસ

CPL માં ત્રિનબાગો નાઈટ રાઈડર્સ અને ગુયાના વોરિયર્સ વચ્ચેની ટી 20 મેચમાં ગુયાનાની ટીમ 139 રનનાં લક્ષ્યાંકનો પીછો કરી રહી હતી. તેમનો કોઈ બેટ્સમેન વિપક્ષી બોલરો માટે સૌથી મોટો ખતરો હતો, તો તે તેનો કેપ્ટન નિકોલસ પૂરણ હતો. વેસ્ટ ઈન્ડિઝની નેશનલ ટીમ તરફથી રમી રહેલો આ વિકેટકીપર બેટ્સમેન 14 બોલમાં 27 રન પર રમી રહ્યો હતો. તેણે 2 ચોક્કા અને 2 છક્કા ફટકાર્યા હતા. ત્યારબાદ તે બાઉન્ડ્રી પર શાનદાર કેચનો શિકાર બન્યો. ઇનિંગની 18 મી ઓવરમાં અનુભવી બોલર રવિ રામપોલ દ્વારા ઓફ સ્ટમ્પ પર ફેંકવામાં આવેલ બોલ કવર્સ દિશામાં છક્કા માટે રમાયો હતો. તે ખૂબ જ ઝડપી શોટ હતો જે પૂરી ઝડપે બાઉન્ડ્રી તરફ જઈ રહ્યો હતો. અકીલ હુસૈન કવર્સમાં બાઉન્ડ્રીથી થોડો આગળ ઉભો હતો, પરંતુ પાછળ જઈને તેણે હવામાં છલાંક લગાવી અને એક હાથથી ન માત્ર શાનદાર કેચ લપક્યો, પણ પોતાના શરૂરનું સંતુલન એવુ રાખ્યુ કે તે બાઉન્ડ્રી સાથે ટચ ન થાય.

આ પણ વાંચો – Vaccination /  રાજકોટમાં 31 સાઈટ પર કોવીશીલ્ડ રસીનો પ્રથમ ડોઝ, 2 સાઈટ પર કોવેક્સીન અને 3 પર કોવીશીલ્ડનો માત્ર બીજો ડોઝ અપાશે

અલબત્ત નિકોલસ પૂરણ આઉટ થયો હતો પરંતુ આ મેચ છેલ્લે સુધી રોમાંચક રહી હતી. આપને જણાવી દઇએ કે, લક્ષ્યનો પીછો કરતા, ગુયાનાની ટીમે પણ તે જ સ્કોર (138/9) બનાવ્યો હતો, જે ત્રિનબાગો નાઈટ રાઈડર્સે બનાવ્યો હતો, ન તો એક વિકેટ આગળ કે પાછળ, ન તો વધુ કે ઓછા રન. મેચ ટાઈ રહી હતી. આ પછી મેચનો નિર્ણય સુપર ઓવર દ્વારા કરવામાં આવ્યો જેમા પણ રોમાંચ ભરપૂર જોવા મળ્યો હતો. પહેલા ગુયાનાએ 6 બોલમાં 2 વિકેટ ગુમાવીને 6 રન બનાવ્યા હતા. જવાબમાં નાઈટ રાઈડર્સ પોતાની પૂરી ઓવરમાં માત્ર 3 રન જ બનાવી શક્યા અને આ દરમિયાન કેપ્ટન કિરોન પોલાર્ડની વિકેટ પણ ગુમાવી. અંતે ગુયાનાએ આ મેચ જીતી હતી.