Cricket/ ભારતના પ્લેઇંગ 11માંથી આ ખેલાડીનું પત્તું કપાયું, સેમિફાઇનલમાં કેપ્ટન રોહિતે લીધું મોટું જોખમ

આ મેચમાં ઈંગ્લેન્ડના કેપ્ટન જોસ બટલરે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો અને ટીમ ઈન્ડિયાને પ્રથમ બેટિંગ આપી. આજની સેમિફાઇનલ મેચ જે પણ ટીમ જીતશે, તે 13 નવેમ્બર…

Top Stories Sports
India's Playing 11

India’s Playing 11: ઇંગ્લેન્ડ સામે T20 વર્લ્ડ કપ 2022ની સેમિફાઇનલ મેચમાં ટીમ ઇન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ મોટું જોખમ ઉઠાવી લીધું છે. રોહિતે દિનેશ કાર્તિકને પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર નીકાળીને ઋષભ પંતને વિકેટ કીપર બેટ્સમેન તરીકે પસંદ કર્યો છે. ઋષભ પંત આ મેચમાં ટીમ ઈન્ડિયા માટે છઠ્ઠા નંબર પર બેટિંગ કરશે અને વિકેટકીપરની જવાબદારી પણ સંભાળશે.

આ મેચમાં ઈંગ્લેન્ડના કેપ્ટન જોસ બટલરે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો અને ટીમ ઈન્ડિયાને પ્રથમ બેટિંગ આપી. આજની સેમિફાઇનલ મેચ જે પણ ટીમ જીતશે, તે 13 નવેમ્બર રવિવારે મેલબોર્નમાં પાકિસ્તાન સામે T20 વર્લ્ડ કપ 2022ની ફાઇનલ મેચ રમશે. આ મેચમાં કેપ્ટન રોહિત શર્માએ દિનેશ કાર્તિકની જગ્યાએ ઋષભ પંતને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન આપવું જરૂરી માન્યું હતું. ઈંગ્લેન્ડ સામેની આ સેમીફાઈનલ મેચ જીતવી ટીમ ઈન્ડિયા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, તેથી કેપ્ટન રોહિત શર્માએ ઋષભ પંત જેવા ખેલાડીને પ્લેઈંગ ઈલેવનમાં જાળવી રાખ્યો છે, પરંતુ જો તે ફ્લોપ થશે તો કેપ્ટન રોહિત શર્માની આ દાવ પણ બેકફાયર થઈ શકે છે.

પ્લેઇંગ XI:

કેએલ રાહુલ, રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, ઋષભ પંત (વિકેટમેન), અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી અને અર્શદીપ સિંહ.

આ પણ વાંચો: Gujarat Assembly Election 2022/ પ્રથમ યાદીમાં ભાજપે કોંગ્રેસમાંથી આવેલા નેતાઓ-ધારાસભ્યોને આપી તક, હાર્દિક, રાજેન્દ્ર અને ભગવાનના નામ પણ છે સામેલ