Italy/ ઈટલીમાં જ્યોર્જિયા મેલોનીને મળ્યા PM મોદી, હાથ જોડીને કર્યું સ્વાગત; જુઓ વીડિયો

G7 સમિટના ‘આઉટરીચ સેશન’માં ભાગ લેવા  ઈટલી પહોંચેલા ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે તેમના સમકક્ષ ઈટલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીને મળ્યા હતા.

Top Stories World Breaking News
YouTube Thumbnail 2024 06 14T185448.783 ઈટલીમાં જ્યોર્જિયા મેલોનીને મળ્યા PM મોદી, હાથ જોડીને કર્યું સ્વાગત; જુઓ વીડિયો

G7 સમિટના ‘આઉટરીચ સેશન’માં ભાગ લેવા  ઈટલી પહોંચેલા ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે તેમના સમકક્ષ ઈટલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીને મળ્યા હતા. બંને નેતાઓએ ‘નમસ્તે’ કહીને એકબીજાને શુભેચ્છા પાઠવી હતી. પીએમ મોદી સ્ટેજ પર જ્યોર્જિયા મેલોની સાથે થોડીવાર હસતા અને વાત કરતા જોવા મળ્યા હતા. આ પછી બંને નેતાઓએ કેટલીક તસવીરો ક્લિક કરાવી.

નોંધનીય છે કે વડાપ્રધાન મોદી અહીં વૈશ્વિક નેતાઓ સાથે વ્યાપક મુદ્દાઓ પર સતત દ્વિપક્ષીય વાતચીત કરી રહ્યા છે. થોડા સમય પહેલા, વડાપ્રધાન મોદીએ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે મુલાકાત કરી હતી અને સંરક્ષણ, પરમાણુ અને અવકાશ ક્ષેત્રો સહિત વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવાના માર્ગો પર ચર્ચા કરી હતી. બંને નેતાઓએ મુખ્ય વૈશ્વિક અને પ્રાદેશિક મુદ્દાઓ પર પણ ચર્ચા કરી હતી. દક્ષિણ ઈટાલિયન શહેર બારીમાં જી-7 સમિટ દરમિયાન બંને નેતાઓની મુલાકાત થઈ હતી.

આ ઉપરાંત, વડાપ્રધાન મોદીએ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમિર ઝેલેન્સકીને પણ મળ્યા હતા અને કહ્યું હતું કે ભારત “માનવ-કેન્દ્રિત” અભિગમમાં માને છે અને શાંતિનો માર્ગ “સંવાદ અને મુત્સદ્દીગીરી” દ્વારા છે. મોદી ઈટલીના અપુલિયા ક્ષેત્રમાં G7 સમિટ દરમિયાન ઝેલેન્સકીને મળ્યા હતા. પીએમ મોદીએ ઝેલેન્સ્કી સાથેની બેઠકને “ખૂબ જ ઉપયોગી” ગણાવી હતી અને કહ્યું હતું કે ભારત યુક્રેન સાથેના દ્વિપક્ષીય સંબંધોને “વધુ મજબૂત” કરવા આતુર છે.

તેમની એક દિવસીય મુલાકાત દરમિયાન, વડાપ્રધાન મોદી ઇટાલિયન વડા પ્રધાન જ્યોર્જિયા મેલોની દ્વારા આયોજિત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), ઊર્જા, આફ્રિકા અને ભૂમધ્ય ક્ષેત્ર પર કેન્દ્રિત સત્રમાં ભાગ લેશે. આ સત્રમાં પોપ ફ્રાન્સિસ પણ ભાગ લેશે. પોપ ફ્રાન્સિસ પણ મોદી સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરે તેવી શક્યતા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ડેનમાર્કે દક્ષિણ કોરિયામાં બનેલા 3 પ્રકારના સ્પેશિયલ નૂડલ્સ પર મૂક્યો પ્રતિબંધ, કહ્યું- “આ મસાલેદાર ઝેર છે…”

આ પણ વાંચો:ઈટલીમાં PM મોદીનું ભવ્ય સ્વાગત, જો બિડેન સાથે કરી શકે છે મુલાકાત

આ પણ વાંચો:કોણ છે 40 ભારતીયના મોતનો ગુનેગાર? બિલ્ડિંગના માલિક કેજી અબ્રાહમ પર શા માટે ઉઠી રહ્યા છે સવાલો

આ પણ વાંચો:કુવૈત મજૂર કેમ્પમાં ભીષણ આગમાં 40 ભારતીયોના મોત, 30 ઘાયલ