#Heavy_Heat/ આ વખતે ચાર-ચાર મહિના સુધી કાળઝાળ ગરમી સહન કરવી પડશે

હોળી નજીક આવવાની સાથે રાજ્યમાં ગરમીનું પ્રમાણ ઉત્તરોતર વધી રહ્યુ છે. હાલમાં રાજ્યના કેટલાય જિલ્લાઓમાં તાપમાન 36 ડિગ્રીને વટાવી ગયુ છે, જ્યારે નલિયામાં 38 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

Top Stories Ahmedabad Gujarat
YouTube Thumbnail 2 2 આ વખતે ચાર-ચાર મહિના સુધી કાળઝાળ ગરમી સહન કરવી પડશે

અમદાવાદઃ હોળી નજીક આવવાની સાથે રાજ્યમાં ગરમીનું પ્રમાણ ઉત્તરોતર વધી રહ્યુ છે. આ વખતે તો એપ્રિલ પહેલા જ મહત્તમ તાપમાન 40 ડિગ્રીને વટાવી જાય તેવી સંભાવના છે. હાલમાં રાજ્યના કેટલાય જિલ્લાઓમાં તાપમાન 36 ડિગ્રીને વટાવી ગયુ છે, જ્યારે નલિયામાં 38 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

માર્ચના પ્રારંભથી જ ઠંડીએ વિદાય લેવા માંડી હતી, પરંતુ માર્ચના બીજા સપ્તાહમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના લીધે હવામાન પલ્ટાયું હતું. હવે આ ડિસ્ટર્બન્સ હટી ગયા પછી હવામાન રાબેતા મુજબનું થઈ રહ્યું છે. હવે તાપમાનનો પારો ઉચકાવવાના લીધે લોકોએ કાળઝાળ ગરમીને સહન કરવાની તૈયારી રાખવી પડશે.

રાજ્યમાં હજી પણ વિવિધ મહાનગરોમાં તાપમાન 36 ડિગ્રીની આસપાસ છે. અમદાવાદમાં સોમવારે સવારે 36 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. હજી પણ રાત્રે થોડીક ઠંડક અનુભવાય છે, પણ લોકોએ હોળી પછી કાળઝાળ ગરમી માટે તૈયાર રહેવું પડશે.

રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મહત્તમ તાપમાન 36 ડિગ્રીની આસપાસ છે. આ મહિનાના અંત સુધીમાં આ તાપમાનની સરેરાશ 38 ડિગ્રીએ પહોંચી જાય તેમ મનાય છે. જ્યારે એપ્રિલના પહેલા સપ્તાહથી જ મહત્તમ તાપમાન 40 ડિગ્રી રહે તેમ મનાય છે.

હજી તો ગરમીનો પ્રારંભ માંડ-માંડ થયો છે ત્યાં તો ગ્રામીણ વિસ્તારોમાં તળાવો સૂકાવવા માંડ્યા છે. જ્યારે સરદાર સરોવરને બાદ કરતાં મોટાભાગના બંધોમાં પાણીની સપાટી 50 ટકાથી પણ નીચે ઉતરી ગઈ છે. આ દર્શાવે છે કે આ ઉનાળો કપરો રહેવાનો છે. સરકારે પણ આ ઉનાળાને પહોંચી વળવા માટે તૈયારી કરી દીધી છે. હવે સમય બતાવશે કે આ તૈયારી કેટલા હદ સુધીની છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:Attack on BSF/ભારતમાં ઘૂસવાનો પ્રયાસ કરતા બાંગ્લાદેશીઓએ BSF પર હુમલો કર્યો, એક દાણચોરનું મોત

આ પણ વાંચો:Lok Sabha Elections 2024/PM મોદીની તસવીરો હટાવી દેવી જોઈએ, કાર્યકર્તાએ ચૂંટણી પંચને કાનૂની નોટિસ મોકલી

આ પણ વાંચો:Electoral Bonds Data/TMC અને JDUએ કરોડોના ડોનેશનથી હાથ ખંખેર્યા, કહ્યું- ખબર નથી કોણ આપી ગયું