Gujarat/ નેપાળના આ યુવકને અમદાવાદમાં સફળતાના બદલે મૃત્યુ મળ્યું, જાણો સમગ્ર ઘટના

અમદાવાદ એ ગુજરાત રાજ્યનું સૌથી મોટું શહેર છે જ્યાં લોકો તેમનું ભવિષ્ય ઘડવાનું પસંદ કરે છે. માટે લોકો ઘર છોડીને તેમના સપના પુરા કરવા માટે પોતાના ગામડેથી દૂર રહે છે. જેમને ઘણીવાર…

Ahmedabad Top Stories Gujarat
Death Instead of Success

Death Instead of Success: અમદાવાદ એ ગુજરાત રાજ્યનું સૌથી મોટું શહેર છે જ્યાં લોકો તેમનું ભવિષ્ય ઘડવાનું પસંદ કરે છે. માટે લોકો ઘર છોડીને તેમના સપના પુરા કરવા માટે પોતાના ગામડેથી દૂર રહે છે. જેમને ઘણીવાર સફળતાના બદલે મૃત્યુ પણ મળે છે. આવી જ એક ઘટના અમદાવાદની હદમાં સાંથલ ચોકડી પાસે બની હતી. જ્યાં નેપાળથી પોતાનું ભવિષ્ય બનાવવા આવેલા એક યુવકનું દર્દનાક મોત નિપજ્યું છે. સાંથલ ચોકડી પાસેના જીવનપુરા ગામમાં ગ્રામજનોએ એક નેપાળી યુવકને ચોર સમજીને ઢોર માર માર્યો હતો. અને પછી તેની લાશને કેનાલ પાસે ફેંકી દીધી હતી. યુવાન મોડી રાત્રે જીવનપુરાથી નીકળ્યો ત્યારે કૂતરાઓ તેની પાછળ પડ્યા અને તે એક ઘરમાં સંતાઈ ગયો. જેના કારણે ગ્રામજનોએ તેને ચોર સમજી લીધો હતો.

ચાર દિવસ પહેલા નેપાળનો એક યુવક નોકરી અર્થે અમદાવાદ આવ્યો હતો. તે અમદાવાદના ચાંગોદર વિસ્તારમાં કામ શોધી રહ્યો હતો. આજે રોજગારની શોધ તેમના માટે મૃત્યુનું કારણ બની છે. તેને ચાંગોદરમાં નોકરી મળી ગઈ હતી અને નોકરી છૂટ્યા બાદ તે મોડી રાત્રે ચાલીને જતો હતો ત્યારે જીવનપુરા ગામ નજીકથી પસાર થઈ રહ્યો હતો ત્યારે ગામનું કૂતરું યુવક પર ભસવા લાગ્યું હતું. કૂતરા કરડવાના ડરથી યુવક એક વ્યક્તિના ઘરમાં ઘુસી ગયો હતો. પરિવારજનોએ યુવકનું નામ પૂછ્યું, પરંતુ ગુજરાતી ભાષા ન આવડતી હોવાના કારણે યુવક તેની જ ભાષામાં વાત કરવા લાગ્યો, જેથી પરિવારજનોએ યુવકને ચોર સમજી ગ્રામજનોને ભેગા કર્યા હતા. ગામના લોકોએ યુવકને ચોર સમજીને માર મારવાનું શરૂ કરી દીધું હતું. ગામના લોકોએ યુવકને એટલો માર માર્યો કે તે બેહોશ થઈ ગયો. ગામના રહીશો યુવકને રિક્ષામાં બેસાડીને હોસ્પિટલ લઈ જતા હતા. જ્યાં રસ્તામાં જ તેનું મોત નિપજ્યું હતું. યુવાનનું મૃત્યુ થતાં જ ગામના રહીશો ચિંતાતુર બની ગયા હતા અને મૃતદેહનો નિકાલ કરવાનું આયોજન કર્યું હતું.

રહીશોએ લાશને નર્મદા કેનાલ પાસે ફેંકી દીધી હતી અને બાદમાં પોતાના ઘરે જઈને સુઈ ગયા હતા. પોલીસને બીજા દિવસે યુવકની અડધી બળેલી લાશ મળી આવી હતી. જેને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યો હતો. હુમલા બાદ યુવકના મોતની માહિતી મળતા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી. યુવક પર થયેલા હુમલાના વીડિયોના આધારે હત્યા કેસનો ભેદ ઉકેલાયો છે. ચાંગોદર પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ યુવકની ઓળખ હજુ થઈ નથી પરંતુ તે ચાર દિવસ પહેલા નેપાળથી અમદાવાદ આવ્યો હતો. યુવક પર હુમલો કરી તેની લાશ કેનાલ પાસે ફેંકી દીધી હતી. આથી પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો હતો. આ દરમિયાન પોલીસ પાસે બે વીડિયો આવ્યા હતા. જેમાં જીવનપુરાના રહીશો તેની સાથે મારપીટ કરતા હોવાનું બહાર આવ્યું હતું. વીડિયોના આધારે ચાંગોદર પોલીસે સાતથી વધુ લોકોની ધરપકડ કરી છે.

આ પણ વાંચો: New Delhi/ લંડનમાં તિરંગાના અપમાનથી ઉશ્કેરાયેલા શીખ સંગઠનો, કહ્યું- ‘ઉદાસીનતા સહન નહીં કરે ભારત’

આ પણ વાંચો: Uttarpradesh/ વાયર જોડતા જ અચાનક ધડાકો, યોગી સરકારના મંત્રીઓ અને અધિકારીઓનો આબાદ બચાવ

આ પણ વાંચો: Photos/ જાપાનના વડાપ્રધાન કિશિદાને પીએમ મોદીએ ભેટમાં આપી મહાત્મા બુદ્ધની કિંમતી ચંદનની પ્રતિમા