Navratri-Kalratri/ આ યુવકને નવરાત્રિ પહેલા કાળરાત્રિ ભરખી ગઈ

કોરોના પછી સૌથી મોટી ઉપાધિ વકરી હોય તો તે યુવાનોમાં આવતા હાર્ટએટેકના હુમલાની છે. સામાન્ય રીતે 50 પછી જોવા મળતા હાર્ટ એટેકના હુમલાના કિસ્સા હવે વીસથી લઈને 45 વર્ષના યુવાનોમાં જોવા મળી રહ્યા છે.

Top Stories Gujarat
Mantavyanews 2 16 આ યુવકને નવરાત્રિ પહેલા કાળરાત્રિ ભરખી ગઈ

Jamnagar New: કોરોના પછી સૌથી મોટી ઉપાધિ વકરી હોય તો તે યુવાનોમાં આવતા હાર્ટએટેકના હુમલાની છે. સામાન્ય રીતે 50 પછી જોવા મળતા હાર્ટ એટેકના હુમલાના કિસ્સા હવે વીસથી લઈને 45 વર્ષના Navratri-Kalratri યુવાનોમાં જોવા મળી રહ્યા છે. તબીબી જગત પણ નાની ઉંમરના હાર્ટએટેકથી ચિંતિત છે.

જામનગરના 19 વર્ષના યુવાન વિનિત કુંવરિયાને નવરાત્રિ પહેલા જ કાળરાત્રિ આંબી ગઈ છે. જામનગરમાં ગરબાની પ્રેક્ટિસ દરમિયાન 19 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મૃત્યુ નીપજતા કુટુંબમાં શોકનું મોજું ફરી વળ્યું છે. નવરાત્રિ Navratri-Kalratri નજીક આવી છે ત્યારે અનેક લોકો ગરબાની પ્રેક્ટિસ કરતા હોય છે. આ યુવાન પણ ગરબાની પ્રેક્ટિસ કરતો હતો. તે ગરબાની પ્રેક્ટિસ કરતાં-કરતાં જ ઢળી પડ્યો હતો.

યુવાન ઢળી પડતા તેને તરત જ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો. તેને ફરજ પરના ડોક્ટરોએ મૃત્યુ પામેલો જાહેર કર્યો હતો. વિનીત કુંવરિયાના અકાળે અવસાનથી કુટુંબ શોકમાં ગરકાવ છે. હાલમાં તો તેના Navratri-Kalratri મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડાયો છે. આ બનાવના પગલે સમગ્ર જામનગરમાં સોંપો બની ગયો છે. જામનગરના ગરબા શોખીનોમાં પણ ચિંતાની લાગણી પ્રસરી ગઈ છે. તેમા પણ કોરોનાનો ભોગ બનેલા હોય તેવા લોકોમાં પણ ગરબાની પ્રેક્ટિસ કરવી કે નહી તેવી ચિંતા વ્યાપી ગઈ છે.

કોરોના પછી રાજ્યના કેટલાય વિસ્તારોમાં નાની વયના યુવાનોમાં હાર્ટ એટેકના કિસ્સા સતત વધી રહ્યા છે. તેના લીધે તબીબી જગત ચિંતિત છે. તેમા લગ્નમાં નાચવા દરમિયાન વાહન ચલાવતા, જિમમાં કસરત કરતા, ક્રિકેટ રમતા, ચાલતા-ચાલતા જતાં લોકોમાં સ્થળ પર જ મૃત્યુ પામવાના કિસ્સા દિન પ્રતિદિન વધી રહ્યા છે.

 

આ પણ વાંચોઃ MS Uni-Namaz Issue/ વડોદરામાં MS યુનિ.માં નમાઝ પઢવાનો વિડીયો વાઇરલ થતાં વિવાદ

આ પણ વાંચોઃ Ram Temple/ રામ મંદિર સાઇટ પર કામ પૂરજોશમાં, જાન્યુઆરીમાં ભવ્ય ઉદ્ઘાટન

આ પણ વાંચોઃ Adviser To PM Modi/ અમિત ખરેને PM મોદીના સલાહકાર તરીકે એક્સટેન્શન મળ્યું, કોન્ટ્રાક્ટના આધારે સેવામાં વધારો થયો