Not Set/ અપરાધિક રેકોર્ડ ધરાવતા સાંસદોથી સરકાર પર ઉભો થયો ખતરો, શું થશે હવે ?

લોકસભાની ચૂંટણીઓ પૂર્ણ પણ થઇ ગઈ અને નવી સરકારની રચના પણ થઇ ગઇ છે. પરંતુ ચૂંટણીની જાહેરાતથી લઇને ચૂંટણી પૂર્ણ થવા સુધી ન તો કોઇ ઉમેદવાર કે ન તો કોઇ પક્ષે ચૂંટણીનાં મેદાનમાં ઉતરેલા એક પણ ઉમેદવારનાં અપરાધિક રેકોર્ડ વિશે વાત કરી કે વાંધો લીધો. આટલા મોટા લોકતંત્રની ચૂંટણીમાં આટલા બધા પક્ષોમાંથી કોઇ પક્ષે કાયદેસરની […]

Top Stories India Politics
pjimage 6 અપરાધિક રેકોર્ડ ધરાવતા સાંસદોથી સરકાર પર ઉભો થયો ખતરો, શું થશે હવે ?
લોકસભાની ચૂંટણીઓ પૂર્ણ પણ થઇ ગઈ અને નવી સરકારની રચના પણ થઇ ગઇ છે. પરંતુ ચૂંટણીની જાહેરાતથી લઇને ચૂંટણી પૂર્ણ થવા સુધી ન તો કોઇ ઉમેદવાર કે ન તો કોઇ પક્ષે ચૂંટણીનાં મેદાનમાં ઉતરેલા એક પણ ઉમેદવારનાં અપરાધિક રેકોર્ડ વિશે વાત કરી કે વાંધો લીધો. આટલા મોટા લોકતંત્રની ચૂંટણીમાં આટલા બધા પક્ષોમાંથી કોઇ પક્ષે કાયદેસરની કાર્યવાહી કરવાનું તો દુર, પરંતુ કોઇ સમાચાર પત્ર અથવા ટીવીનાં માધ્યમથી પણ આવા અપરાધિક છબી ધરાવતા ઉમેદવારો વિશે વાત કરવામાં આવી નહી. આખી ચૂંટણીમાં એક બીજાને ભરી પીવા મથી રહેલા તમામ પક્ષો આ મામલે સંપૂર્ણ એકત્ર જોવા મળ્યા અને કોઇએ પણ તેમના ઉમેદવારોનાંં ફોજદારી રેકોર્ડની વિગતો પ્રકાશિત કરી નહોતી. આ વખતે લોકસભાની ચૂંટણી સાત તબક્કામાં યોજાઈ હતી. તેવું નથી કે બધા ઉમેદવારો સ્વચ્છ છબીનાં છે અને માટે જ કોઇને ફોજદારી રેકોર્ડ્સની વાત કરવાની જરૂરીયાત ઉભી જ ન થઇ.

sansad અપરાધિક રેકોર્ડ ધરાવતા સાંસદોથી સરકાર પર ઉભો થયો ખતરો, શું થશે હવે ?

વાસ્તવિકતા એ છે કે લોકસભામાં ચૂંટાયેલા 542 ઉમેદવારોમાંથી 233 અથવા 43% સામે ફોજદારી કેસ ચાલી રહ્યા છે અથવા બાકી છે. આમાંથી 29% ઉમેદવારો પર બળાત્કાર, હત્યા, ખૂનની કોશિશ, મહિલાઓ સામેનાં ગંભીર ગુના જેવા ફોજદારી કેસો થયેલા છે. ચૂંટણી પંચની સૂચનાઓ અનુસાર ઉમેદવારોનાં ફોજદારી અને ગુનાહિત અપરાધોને સમાચાર પત્રો અને ટીવીમાં મોટા અક્ષરોમાં ત્રણ વખત પ્રકાશીત કરવાનો ફરજીયાત હતું. ચૂંટણી પંચ દ્રારા આ આદેશ સુપ્રીમ કોર્ટ દ્રારા ગયા વર્ષે સપ્ટેમ્બરમાં આપવામાં આવેલા આદેશ પર કર્યો હતો.

રાજકીય પક્ષો દ્રારા કરાયો હતો આ નિયમનો વિરોધ

 

ec અપરાધિક રેકોર્ડ ધરાવતા સાંસદોથી સરકાર પર ઉભો થયો ખતરો, શું થશે હવે ?

ચૂંટણી પંચ દ્રારા આ આદેશ કરવામાં આવ્યો ત્યારે રાજકીય પક્ષો દ્રારા તેનો વિરોધ કરવામાં આવ્યો હતો. સાથે સાથે માંગ પણ કરી હતી કે અપરાધિક વિગતોનાં પ્રચારનો ખર્ચ ઉમેદવારનાં ખાતામાં ન ગણતા પાર્ટીનાં ખાતામાં ગણવામાં આવે. જો કે, ચૂંટણી પંચે તુરંત સ્પષ્ટતા કરી દીધી હતી કે ઉમેદવાર પોતાનાં ખાતામાંથી પોતાનાં પ્રચારનો ખર્ચ ભોગવશે અને પાર્ટી પોતાનો પ્રચાર ખર્ચ ઉઠાવશે. આપને જણાવી દઇએ કે દરેક ઉમેદવારને ચૂંટણીમાં 75 લાખની ખર્ચ મર્યાદામાં ખર્ચ કરવાનો હોય છે. તો રાજકીય પક્ષોને ખર્ચ કરવાની કોઇ મર્યાદા નથી. ચૂંટણી પંચ દ્રારા ખર્ચ ઉધારવાની પક્ષોની દરખાસ્તને ફગાવી દેવામાં આવતા પક્ષો અને ઉમેદવારોએ ચૂંટણી ફોર્મ ભરવા સમયે ફોજદારી રેકોર્ડની વિગતો ચૂંટણી અધિકારીને ફોર્મ 26માં દર્શાવી હતી અને પછી ભૂલી ગયા હયો તેમ કોઇએ હરફ પણ ઉચ્ચારી નથી.

 રાજકીય પક્ષ અને જીતેલા સાંસદો સામે ઉભુ થયુ જોખમ, માન્યતા થઇ શકે છે “રદ્દ”

superm court અપરાધિક રેકોર્ડ ધરાવતા સાંસદોથી સરકાર પર ઉભો થયો ખતરો, શું થશે હવે ?

સૂત્રોનાં જણાવ્યા અનુસાર આ મામલો ગંભીર છે અને આના કારણે પક્ષ સામે તેમની માન્યતા ગુમાવવાનું ગંભીર જોખમ ઊભું થઇ ગયું છે. પક્ષો અને ઉમેદવારો દ્વારા ગુનાહિત રેકોર્ડની વિગતો પ્રકાશિત ન કરી અને ગુપ્ત રખાતા જીતેલા સાંસદો-ઉમેદવારનાં ભાવી સામે ગંભીર ખતરો ઉભો થઇ ગયો છે. આ મામલે સુપ્રિમ કોર્ટ સમક્ષ રજુ કરવામાં આવે તો અથવા સુપ્રિમ કોર્ટની અવગણનાનો દાવો દાખલ કરવામાં આવે તો અનેક રાજકીય પક્ષો અને ઉમેદવારોનાં ભવિષ્ય અંધર મય બની શકે છે.

લોકસભા 2019માં અપરાધિક રેકોર્ડ ધરાવતા સાંસદોની વિગતો

વિજેતા ઉમેદવાર: 539 (ઉપ્લબ્ધ આંકડો)
ક્રિમિનલ રેકોર્ડ: 233 (43%)
ભાજપનાં સાંસદો 116
કોંગ્રેસનાં સાંસદો 29,
જેડીનાં સાંસદો 13
ડીએમકેનાં સાંસદો 10
ટીએમસીનાં સાંસદો 9

વર્ષ 2014 અપરાધિક રેકોર્ડ ધરાવતા સાંસદોની વિગતો – સાંસદ: 185 (34%)

વર્ષ 2009 અપરાધિક રેકોર્ડ ધરાવતા સાંસદોની વિગતો – સાંસદ : 162 (30%)

જોકે, ચૂંટણી સુધાર અને ચૂંટણી પર નજર રાખતી સંસ્થા ADRનાં સંસ્થાપક જગદીપ છોકરનાં જણાવ્યા અનુસાર સુપ્રિમનો આ આદેશ બીલકુલ અવ્યવહારુ હતો. કારણ આપતા છોકરે કહ્યું કે કોણે પ્રકાશીત કર્યુ અને કયા માધ્યમોમાં કર્યું તે કોણ કહેશે અને આની અમલાવરી થઇ છે કે કેમ તે કોણ જણાવી શકશે.માટે આ મામલે ચૂંટણી પંચ કઇ પણ કરી શકશે નહી.