આજીવન કેદની સજા/ હત્યાના કેસમાં ત્રણ આરોપીઓને આજીવન કેદની સજા, વાંચો સમગ્ર અહેવાલ

વર્ષ 2017 દરમિયાન અમદાવાદના શહેર કોટડા વિસ્તારમાં હત્યાનો બનાવ બન્યો હતો. ચાર વર્ષ બાદ સેશન્સ કોર્ટ પોતાનો ચુકાદો જાહેર કરીને ત્રણ આરોપીઓને ગુનામાં દોષિત જાહેર કરીને આજીવન કેદની સજા ફટકારી હતી. જયારે એક આરોપીની સામે ઠોસ પુરાવાના મળતા કોર્ટે તેને નિર્દોષ છોડી મુક્યો હતો. પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર, વર્ષ 2017માં અમદાવાદના શહેરકોટડા વિસ્તારમાં મહેશ યાદવ […]

Ahmedabad Gujarat
AHD Session Court હત્યાના કેસમાં ત્રણ આરોપીઓને આજીવન કેદની સજા, વાંચો સમગ્ર અહેવાલ

વર્ષ 2017 દરમિયાન અમદાવાદના શહેર કોટડા વિસ્તારમાં હત્યાનો બનાવ બન્યો હતો. ચાર વર્ષ બાદ સેશન્સ કોર્ટ પોતાનો ચુકાદો જાહેર કરીને ત્રણ આરોપીઓને ગુનામાં દોષિત જાહેર કરીને આજીવન કેદની સજા ફટકારી હતી. જયારે એક આરોપીની સામે ઠોસ પુરાવાના મળતા કોર્ટે તેને નિર્દોષ છોડી મુક્યો હતો.

પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર, વર્ષ 2017માં અમદાવાદના શહેરકોટડા વિસ્તારમાં મહેશ યાદવ નામની હત્યા થઇ હતી. કરણ , વિનોદ અને રાકેશ તેમજ અન્ય એક આરોપીએ સામાન્ય બાબતમાં મૃતક અને તેમના સાથી પ્રવીણ સિંહ ઉપર છરી , તલવાર અને લોંખડની પાઇપો વડે જીવેલણ હુમલો કર્યો હતો. જેમાં ફરિયાદીનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ મામલે પોલીસ ફરિયાદ દાખલ થતા ચારેય આરોપીની ધરપકડ કરીને તેમને જેલ ભેગા કર્યા હતા.

ચાર વર્ષ બાદ આજે સેશન્સ જજ પી.એન.રાવલની કોર્ટે સરકારી વકીલ ભરત પટણીની તરફથી રજૂ થયેલા 51 મોખીક પુરાવા અને 57 દસ્તાવેજી પુરાવાના આધારે પોતાનો ચુકાદો જાહેર કરીને ત્રણ આરોપીઓને કેસમાં દોષિત જાહેર કર્યા હતા. જેમાં કરણ , વિનોદ અને રાકેશને દોષિત માનીને આજીવન કેદની સજા ફટકારી હતી. જયારે અન્ય એક આરોપીની સામે પૂરતા પુરાવા ન હોવાને કારણે તેને કેસમાંથી મુક્ત કર્યો હતો. જ્યારે દોષિત થયેલા આરોપીઓને 10 હજારનો દંડ પણ કોર્ટે ફટકાર્યો હતો.