જમ્મુ-કાશ્મીર/ ત્રાલમાં જૈશના ત્રણ આતંકવાદી ઠાર, સુરક્ષા દળોનું સર્ચ ઓપરેશન ચાલુ

જમ્મુ-કાશ્મીરમાં ફરી એક વખત આતંકવાદી પ્રવૃત્તિઓ સામે આવી છે. જમ્મુ -કાશ્મીરના પુલવામા જિલ્લાના ત્રાલ વિસ્તારમાં આતંકવાદી એન્કાઉન્ટર થયું,…

Top Stories India
આતંકવાદી

જમ્મુ-કાશ્મીરમાં ફરી એક વખત આતંકવાદી પ્રવૃત્તિઓ સામે આવી છે. જમ્મુ -કાશ્મીરના પુલવામા જિલ્લાના ત્રાલ વિસ્તારમાં આતંકવાદી એન્કાઉન્ટર થયું, જેમાં આજે એટલે કે શનિવારે 3 આતંકવાદીઓ માર્યા ગયા. યાદ અપાવી દઈએ કે,ગઈકાલે એટલે કે શુક્રવારે પણ પુલવામામાં જ આતંકવાદી એન્કાઉન્ટર થયું હતું, જેમાં સુરક્ષા દળો દ્વારા 2 આતંકવાદીઓ માર્યા ગયા હતા.

આ પણ વાંચો :જવાહરલાલ નહેરૂ અને અટલ બિહારી વાજપેયી લોકતંત્રના આર્દશ છે : કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી

શુક્રવારે રાત્રે આતંકવાદીઓએ શિક્ષણ વિભાગના કર્મચારી જાવેદ અહમદના ઘરમાં ઘૂસીને દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લાના ત્રાલમાં ગોળી મારી હત્યા કરી હતી. ઘટના બાદ સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો છે. આ દરમિયાન ત્રણ આતંકવાદીઓ ઘેરાયેલા હોવાના સમાચાર સામે આવ્યા છે. જોકે, આતંકીઓની શોધ ચાલુ છે.

સંબંધિત અધિકારીઓએ જણાવ્યું કે, 35 વર્ષીય જાવેદ અહેમદ શુક્રવારે રાત્રે ત્રાલના લુરગામમાં તેમના ઘરે હતા. શુક્રવારે રાત્રે લગભગ 9:35 વાગ્યે આતંકવાદીઓએ ઘરમાં ઘૂસીને તેને ગોળી મારી અને નાસી ગયા.

આ પણ વાંચો :ઘાટીના લોકોને તાલિબાની આતંકવાદીઓ પસંદ નથી, તેમના માટે ત્યાં રહેવુ સરળ નથી

31 જુલાઇએ એન્કાઉન્ટર થયું હતું

આ પહેલા 31 જુલાઇની સવારે સુરક્ષા દળો દ્વારા પુલવામા જિલ્લામાં એન્કાઉન્ટર દરમિયાન બે આતંકવાદીઓ માર્યા ગયા હતા. પુલવામાના નાગબેરન-તરસર જંગલ વિસ્તારમાં આતંકીઓ સાથે સુરક્ષા દળો વચ્ચે આ એન્કાઉન્ટર થયું હતું. સેના અને પોલીસને મોટી સફળતા મળી છે.

આ પણ વાંચો :પાકિસ્તાનના ગ્વાદરમાં આત્મઘાતી હુમલો 2 બાળકોના મોત 3 ઘાયલ

યાદ અપાવી દઈએ કે, આતંકીઓ પર સુરક્ષા દળોનો હુમલો ચાલુ છે. આ પહેલા પણ ઘણા આતંકીઓની ધરપકડ કરવામાં આવી છે. આ પહેલા કુલગામના અહરબલ વિસ્તારના જંગલ વિસ્તારમાં થયેલા એન્કાઉન્ટરમાં સેનાએ લશ્કરના એક ટોચના કમાન્ડરને ઠાર કર્યો હતો. લશ્કર-એ-તૈયબાના આ ટોચના કમાન્ડરની ઓળખ અમીર અહેમદ મીર તરીકે થઈ હતી. તે ચોલેન્ડ શોપિયાનો રહેવાસી હતો. સેનાએ કહ્યું કે વર્ષ 2017 થી અમીર મીર પોતાના વિસ્તારમાં કામગીરી કરવા માટે કામ કરી રહ્યા હતા અને ખૂબ સક્રિય પણ હતા.

આ પણ વાંચો :રાજસ્થાનમાં ખાડા ખોદતા સમયે અકસ્માત સર્જાયો એક બાળકી સહિત પાંચ લોકોનાં મોત

આ પણ વાંચો :UPના પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણસિંહની તબિયત હજુ પણ નાજૂક,CM યોગી આદિત્યનાથ ચિંતિત