Jamnagar Accident/ જામનગરમાં અકસ્માતમાં ત્રણના મોત, બે ઇજાગ્રસ્ત

જામનગરમાં ઇકો ગાડી અને ટ્રેક્ટર વચ્ચે સર્જાયેલા જીવલેણ અકસ્માતે ત્રણનો ભોગ લીધો છે. બેફામ રીતે ચાલતી ઇકો ગાડી અને રગશિયા ગાડાની જેમચાલતા ટ્રેક્ટર વચ્ચેના અકસ્માતના લીધે ત્રણે જીવ ગુમાવ્યા છે.

Top Stories Gujarat
Mantavyanews 8 જામનગરમાં અકસ્માતમાં ત્રણના મોત, બે ઇજાગ્રસ્ત

જામનગરઃ જામનગરમાં ઇકો ગાડી અને ટ્રેક્ટર વચ્ચે સર્જાયેલા જીવલેણ અકસ્માતે ત્રણનો ભોગ લીધો છે. બેફામ રીતે ચાલતી ઇકો ગાડી અને રગશિયા ગાડાની જેમ ચાલતા ટ્રેક્ટર વચ્ચેના અકસ્માતના લીધેt ત્રણે જીવ ગુમાવ્યા છે. ત્રણના મોતના પગલે ત્રણ પરિવાર તો ઉજડી ગયા છે. જામનગર જિલ્લામાં અકસ્માતની આ ઘટના કાલાવડ તાલુકાના માટલી ગામે બની હતી. અકસ્માતના પગલે સ્થાનિક ગ્રામજનો તરત જ મદદે દોડી આવ્યા હતા. ઇજાગ્રસ્તોને જીજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. અકસ્માતના ત્રણના ઘટનાસ્થળે મોત થયા હતા.

નજરે જોનારાઓના જણાવ્યા મુજબ અકસ્માત એટલો ભયાનક હતો કે બેફામ રીતે આવતી ઇકો ગાડીના ફૂરચેફૂરચા ઉડી ગયા હતા. ઇકો ગાડી ચલાવનારાઓ દિવસના વધુને વધુ ફેરા કરવાની લ્હાયમાં ઇકો ગાડી બેફામ ચલાવે છે અને તેના પરિણામે આ રીતે અકસ્માત સર્જાય છે.

આ તો ટ્રેક્ટરની જ વાત છે, સૌરાષ્ટ્રના અકસ્માતના મોટાભાગના અકસ્માતના કિસ્સામાં જોઈએ તો કોઈને કોઈ રીતે ઇકો ગાડી ક્યાંક તો સંડોવાયેલી જોવા મળે જ છે. ઇકો ગાડીના હકારાત્મક પાસામાં જોઈએ તો તેના દ્વારા કેટલાય લોકો પોતાનું પેટિયુ રળે છે, પણ વધુને વધુ કમાણી કરવા માટે વધુને વધુ ફેરા કરવાની લ્હાયમાં તેઓ ઘણી વખત પોતાની સાથે તેમની ગાડીમાં સવાર મુસાફરોનું અને અને બીજા વાહનચાલકો કે પદયાત્રીનું પણ જીવન ભયમાં મૂકતા હોય છે.

આ ઉજડતા પરિવારોને ભરપાઈ ન થાય તેવી ખોટ પડે છે. સરકાર મૃતકને ફક્ત બે લાખ રૂપિયાનું વળતર આપીને બેસી જાય છે, પણ આજના સમયમાં બે લાખ રૂપિયા કોને પૂરા થાય, જ્યારે ઇજાગ્રસ્તને તો ફક્ત પચાસ હજાર રૂપિયા જ મળે છે. હવે જો ઇજાગ્રસ્ત કાયમી ધોરણે અપંગ થઈ ગયો હોય તો પણ તેને આ રકમ એક જ વખત ચૂકવાય છે. તેના ઇજા પછીના જીવનની કોઈપણ પ્રકારની તકેદારી લેવાતી નથી. તે જોવાતું નથી કે ફક્ત તે વ્યક્તિ જ નહી પણ તે કુટુંબ પણ કમાનારી વ્યક્તિના મોતના લીધે અપંગ બની જાય છે.

આ પણ વાંચોઃ Shanidev/ શનિદેવ આવા લોકોથી હંમેશા નારાજ કેમ રહે છે? જાણો બચવાના ઉપાયો

આ પણ વાંચોઃ Raid/ અમદાવાદના દરિયાપુર વિસ્તારના મનપસંદ જીમખાના પર ક્રાઇમ બ્રાન્ચે પાડ્યા દરોડા

આ પણ વાંચોઃ બેઠક/ ભાજપની સેન્ટ્રલ કમિટીએ રાજસ્થાન અને છત્તીસગઢની ચૂંટણી પર કર્યું મંથન,ઉમેદવારોના નામ પર થઇ ચર્ચા