Violence/ મણિપુરમાં હિંસા યથાવત, કુકી-ઝો સમુદાયના ત્રણ લોકોની ગોળી મારીને હત્યા

મણિપુરમાં બહુમતી મેઈતી અને આદિવાસી કુકી સમુદાયો વચ્ચે 3 મેથી સતત અથડામણ થઈ રહી છે

Top Stories India
Web Story 5 1 મણિપુરમાં હિંસા યથાવત, કુકી-ઝો સમુદાયના ત્રણ લોકોની ગોળી મારીને હત્યા

મણિપુરમાં છેલ્લા ચાર મહિનાથી ચાલી રહેલી જાતિ હિંસા તમામ પ્રયાસો છતાં અટકી રહી નથી. રાજ્યમાં મંગળવારે વધુ એક હિંસક ઘટના બની હતી. મણિપુરના કાંગપોકપી જિલ્લામાં પ્રતિબંધિત ઉગ્રવાદી સંગઠનના કથિત સભ્યો દ્વારા સવારે કુકી-ઝો સમુદાયના ત્રણ આદિવાસી લોકોની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.

કુકી-ઝો પ્રભુત્વ ધરાવતા કાંગપોકપી જિલ્લાના કાંગગુઇ વિસ્તારમાં ઇરેંગ અને કરમ વૈફેઇ વચ્ચેના સ્થાન પર સવારે આ હુમલો કરવામાં આવ્યો હતો. અધિકારીઓએ આ માહિતી આપી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે હુમલાખોરો એક વાહનમાં આવ્યા હતા અને ઇમ્ફાલ પશ્ચિમ અને કાંગપોકપી જિલ્લાના સરહદી વિસ્તારો પર સ્થિત ઇરેંગ અને કરમ વિસ્તારો વચ્ચેના ગ્રામીણો પર હુમલો કર્યો હતો. આ સ્થળ કાંગપોકપી અને મેઇતેઇ-બહુમતી ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લાની સરહદની નજીક છે.

ઈન્ડીજીનિયસ ટ્રાઈબલ લીડર્સ ફોરમ, જે એક કુકી-ઝો સંગઠન છે, મૃતકોની ઓળખ કે પોનલેનના સાતનેઓ તુબોઈ, કે પોનલેનના નગામીનલુન લ્હોવામ અને લહંગકીચોઈના નગામીનલુન કિપગેન તરીકે કરી હતી. ઘટનાના સમાચાર મળતા જ સુરક્ષાકર્મીઓ વિસ્તારમાં પહોંચી ગયા હતા. આ ઘટના 8 સપ્ટેમ્બરે ટેંગ્નોપાલ જિલ્લાના પલ્લેલમાં ફાટી નીકળેલી હિંસા બાદ સામે આવી છે. 8 સપ્ટેમ્બરે થયેલા ગોળીબારમાં ત્રણ લોકોના મોત થયા હતા અને 50થી વધુ લોકો ઘાયલ થયા હતા.

જ્યાં આ ઘટના બની તે ગામ પહાડોમાં આવેલું છે અને આદિવાસી લોકોનું વર્ચસ્વ છે. મણિપુરમાં બહુમતી મેઈતી અને આદિવાસી કુકી સમુદાયો વચ્ચે 3 મેથી સતત અથડામણ થઈ રહી છે અને અત્યાર સુધીમાં 160થી વધુ લોકો માર્યા ગયા છે. ઘટના વિશે માહિતી આપતા એક અધિકારીએ કહ્યું કે અમારી પાસે અત્યારે વધારે માહિતી નથી. અમે એટલું જ જાણીએ છીએ કે આ ઘટના સવારે 8.20 વાગ્યે બની હતી જ્યારે અજાણ્યા વ્યક્તિઓએ ઈરેંગ અને કરમ વૈફેઈ વચ્ચેના વિસ્તારમાં ત્રણ લોકોની ગોળી મારીને હત્યા કરી હતી.

આ પણ વાંચો: Uttarakhand/ મદરેસાઓમાં ભણતા બાળકો પણ સૂટ-બૂટમાં જોવા મળશે!

આ પણ વાંચો: Jinping Revolt/ બળવાના ડરે જિનપિંગે અનેક ઉચ્ચ અધિકારીઓની ધરપકડ કરી

આ પણ વાંચો: Uttarakhand/ મદરેસાઓમાં ભણતા બાળકો પણ સૂટ-બૂટમાં જોવા મળશે!