દ્વારકા/ કલ્યાણપુર તાલુકામાં વીજશોકથી ત્રણ વ્યક્તિના મૃત્યુ થયા

વીજશોક લગતા બે યુવાન અને એક આઠ વર્ષની કોમળ બાળકીનું મોત થયું હતું. જેમાં બે યુવાનનું મૃત્યુ કલ્યાણપૂર તાલુકાના ચાસલાણા ગામે થયું હતું

Gujarat
Untitled 373 કલ્યાણપુર તાલુકામાં વીજશોકથી ત્રણ વ્યક્તિના મૃત્યુ થયા

દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં વીજશોક લાગવાથી ત્રણ લોકોના ઘટનાસ્થળે મોત નિપજ્યા હતા. આ બનાવ દ્વારકા જિલ્લામાં બે અલગ અલગ જગ્યા પર બન્યો હતો. વીજશોક લગતા બે યુવાન અને એક આઠ વર્ષની કોમળ બાળકીનું મોત થયું હતું. જેમાં બે યુવાનનું મૃત્યુ કલ્યાણપૂર તાલુકાના ચાસલાણા ગામે થયું હતું. જયારે આઠ વર્ષની બાળકીનું મોત ગઢકા ગામમાં થયું હતું.

આ પણ વાંચો ;યાત્રા /  ચારધામામ યાત્રામાં હજારથી વધુ ગુજરાતીઓ ફસાયા,સરકારે જાહેર કર્યો હેલ્પલાઇન નંબર

દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ચાસલાણા ગામે એક યુવાન વીજપોલ પર રીપેરીંગ કામ કરતો હતો. રીપેરીંગ કામમાં યુવાનને વીજશોક લાગ્યો, રીપેરીંગ કાર્ય કરતા વીજશોક લાગેલા યુવાનને બચાવવા એક બીજો યુવાન દોડી ગયો હતો. આખરે બંને યુવાનનું વીજશોક લાગવાથી મૃત્યુ થયું હતું.

આ પણ વાંચો ;Best out of Waste /  મંદિરમાં પધરાવેલા ગરબામાંથી બનાવ્યા અનોખા ચક્લીઘર

ચાસલાણા ગામે  30 વર્ષીય યુવાન ઇલેક્ટ્રિક પોલ ઉપર કામ કરી રહ્યો હતો. ત્યારે TCના એંગલ પર ચોંટી ગયો હતો. જેમને નીચે ઉતારવા જતા અન્ય 47 વર્ષીય બાવાજી યુવાનને પણ કરંટ લાગતા બન્નેને કલ્યાણપુર હોસ્પિટલમાં મૃત જાહેર કરાયા. આ સાથે જ વીજ વાયર માથે પડતાં ગઢકા ગામની આઠ વર્ષીય બાળાનું મોત થયું હતું. ગઢડા ગામમાં આઠ વર્ષીય બાળકી પર વીજળીનો વાયર પડતા તેનો મોત થયું હતું.