Not Set/ અમદાવાદમાં ત્રણ પોલીસ કર્મચારીઓ સસ્પેન્ડ : કારણ છે સોશિયલ મીડિયા, જાણો સમગ્ર મામલો

કાલુપુર પોલીસ સ્ટેશન જાણે ફિલ્મોના હીરો બનવા માટેના એક્ટિંગ ક્લાસ હોય એમ પોલીસકર્મચારીઓએ ફિલ્મોના ડાયલોગ બોલીને વીડિયો બનાવ્યો.

Top Stories Ahmedabad Gujarat
પોલીસ

અત્યાર સુધી બોલીવુડ, હોલિવુડ અને ફિલ્મી સ્ટાર તો તમે સાંભળ્યું જ હશે. જો કે આજકાલ સ્ટાર બનવા અને લોકપ્રિય થવા માટે ફિલ્મી દુનિયામાં જવાની જરૂર નથી. સોશિયલ મીડિયા ઉપર પણ સ્ટાર બની શકાય છે. આવું જ ખોખલું સ્ટારડ મેળવવા માટે લોકો આજકાલ પોતાની નોકરી પણ જોખમમાં મૂકી દે છે. તાજેતરમાં પણ અમદાવાદ માં કાલુપુર પોલીસ સ્ટેશનમાં ત્રણ પોલીસ કર્મીઓ દ્વારા આવો એક વિડીયો બનાવવામાં આવ્યો હતો. જેમાં ત્રણ પોલીસ કર્મીઓ હીરો બનીને એક્ટિંગ કરી રહ્યા હતા. જો કે આ વિડીયો બનાવવું ત્રણેય પોલીસ કર્મચારીઓને ભારે પડી ગયું છે. અમદાવાદ માં આ ત્રણેય પોલીસ કમર્ચારીઓ માટે લોકો પણ સોશિયલ મીડિયા ઉપર આકરી ટીપ્પણીઓ કરી રહ્યા છે.

વધુ વિગત અનુસાર અમદાવાદના મધ્યમાં આવેલ કાલુપુર પોલીસ સ્ટેશન વિવાદમાં સપડાયું છે. પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓને પોલીસ સ્ટેશનની અંદર એક્ટર બનવું ભારે પડ્યું છે. કાલપુર પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓએ અંદર ફિલ્મી ડાયલોગના વીડિયો બનાવ્યો હતા. જે વાયરલ થઈ જતા ચારેબાજુ વિવાદનો મધપૂડો છંછેડાયો છે. આખરે DCPએ ત્રણ પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કર્યા છે. કાલુપુર પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓએ ગુંડાઓના ડાયલૉગ બોલીને વીડિયો બનાવીને ફ્રેમસ થવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે પોલીસકર્મીઓએ ફિલ્મી ડાયલોગનો વીડિયો વાયરલ થઈ ગયા હતા. કાલુપુર પોલીસ સ્ટેશન જાણે ફિલ્મોના હીરો બનવા માટેના એક્ટિંગ ક્લાસ હોય એમ પોલીસકર્મચારીઓએ ફિલ્મોના ડાયલોગ બોલીને વીડિયો બનાવ્યો. એમાં પણ ખાસ કરીને ગુંડાઓ પ્રત્યે લાગણી હોય એમ તેમની સ્ટાઈલો કરીને તેમના ડાયલોગ બોલે છે. ત્યારે વીડિયો બનાવનાર પોલીસકર્મીઓ વિરુદ્ધ તપાસ બાદ ઝોન-3 ડીસીપીએ ત્રણેય પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા છે.

વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે, બે લોકો પોલીસ કર્મચારી બને છે અને બે ગુંડાની સ્ટાઈલમાં ડાયલોગ બોલે છે, જેમાંથી એક કર્મચારી પોલીસ સ્ટેશમાં એન્ટ્રી મારીને કહે છે, ગાડી મેં બેઠો સાહબ તો સામે ગુંડાઓની સ્ટાઈલમાં પોલીસકર્મચારીઓ કહે છે, વોરંટ લાયા હૈ, ગવાહ હૈ તેરે પાસ, ફરી બે પોલીસવાળા કહે છે પૂરે મહોલ્લેને દેખા હૈ તુમકો યે કરતે. તો ગુંડા બનેલા પોલીસકર્મચારીઓ કહે છે, યહાં ગવાહ ગાંધી કા નહીં હમારા બંદર હૈ. પોલીસ કર્મીઓ જવાબદાર વ્યક્તિ હોવા છતાં આવા ગુંડાગીરીના ડાયલોગ વાળો વિડીયો વાયરલ કરતા લોકોમાં પણ નારાજગી જોવા મળી રહી છે.

આ પણ વાંચો : કોંગ્રેસ નેતા પી ચિદમ્બરમના દિલ્હી અને ચેન્નાઇના ઠેકાણાઓ પર CBIના દરોડા