વેરવિખેર કે નવસર્જન?/ આમ આદમી પાર્ટએ ગુજરાત પ્રદેશ સંગઠન માળખુ કર્યું રદ્દ : જાણો હવે શું?

આગામી વિધાનસભાની ચુંટણી જીતવા માટે આપે નવી વ્યુહરચના અમલમાં મુકી છે. આ વ્યુહરચનાના ભાગરૂપે આમ આદમી પાર્ટી સંગઠન માળખાનો ભંગ કરવામાં આવ્યો છે. પ્રદેશ પ્રમુખ સિવાયના તમામ હોદ્દાઓ સમાપ્ત કરવામાં આવ્યા છે.

Top Stories Ahmedabad Gujarat Gujarat Assembly Election 2022
આપ

આમ આદમી પાર્ટી ( આપ ) દ્વારા ગુજરાત પ્રદેશ સંગઠનનુ માળખુ ભંગ કરવાનો નિણર્ય કરવામાં આવ્યો છે. આપ માં પ્રદેશ પ્રમુખ સિવાયની તમામ સંસ્થા, પાંખો, મોરચો અને ટીમનુ વિસર્જન કરવામાં આવ્યુ છે. આગામી દિવસોમાં ગુજરાતમાં વિધાનસભાની ચુંટણી છે. આગામી વિધાનસભા ચુંટણીને ધ્યાનમાં રાખીને નવુ માળખુ જાહેર કરવામાં આવશે.

આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયાએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, આગામી વિધાનસભાની ચુંટણી જીતવા માટે આપે નવી વ્યુહરચના અમલમાં મુકી છે. આ વ્યુહરચનાના ભાગરૂપે આમ આદમી પાર્ટી સંગઠન માળખાનો ભંગ કરવામાં આવ્યો છે. પ્રદેશ પ્રમુખ સિવાયના તમામ હોદ્દાઓ સમાપ્ત કરવામાં આવ્યા છે. પ્રદેશ, જિલ્લા, તાલુકા, મહાનગર પાલીકા, નગર પાલીકા, વોર્ડ, પંચાયતના હોદ્દાઓ સમાપ્ત કરવામાં આવ્યા છે. ટુંક સમયમાં નવુ વિશાળ પ્રદેશ સંગઠનનુ માળખુ જાહેર કરવામાં આવશે. ચુંટણીમાં ભાજપને હરાવવા નવુ વિશાળ માળખુ બનાવવામાં આવશે. હાલનુ માળખુ આપના વિચારને ઘરે-ઘરે પહોંચાડવા બનાવવામાં આવ્યુ હતું. જ્યારે હવે નવુ માળખુ ભાજપને હરાવવા માટે બનાવવામાં આવશે. પાર્ટી ચુંટણી જીતે તેવા ઉદ્દેશ્યથી નવા પદાધીકારીઓ કામ કરશે. પાર્ટી માટે કામ કરેલા જુના હોદ્દેદારોને નવા માળખામાં સ્થાન આપવામાં આવશે.

તાજેતરમાં આપના નસંપર્ક કાર્યક્રમ જનતાનો પ્રચંડ પ્રતિસાદ મળ્યો છે. તા.6 જુનના રોજ મહેસાણામાં આયોજિત તિરંગાયાત્રામાં અભૂતપૂર્વ માનવ મહેરામણ ઉમટી પડ્યુ હતું. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે યાત્રામાં કરેલી બદલાવની હાંકલને લોકોએ સ્વીકારી છે. લાખો લોકો જોડાતા પાર્ટી વિશાળ બની છે. વિધાનસભાની ચુંટણી પહેલા આપ મુખ્ય વિપક્ષની ભુમીકામાં છે. ભાજપ સરકાર આપથી ડરે છે.

આ પણ વાંચો : ટૂંક સમયમાં રાષ્ટ્રપતિની ચૂંટણીની થઈ શકે છે જાહેરાત, રાષ્ટ્રપતિ કોવિંદનો કાર્યકાળ 24 જુલાઈએ થઈ રહ્યો છે સમાપ્ત