surat news/ સુરતમાં IRCTCની વેબસાઇટ હેક કરી ટિકિટ બૂક કરવાના કૌભાંડનો પર્દાફાશ

સુરતમાં અનોખા કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ કૌભાંડમાં IRCTCની વેબસાઇટ હેક કરીને તત્કાલ ઇ-ટિકિટો બૂક કરવાનું લગભગ સાડા ચાર કરોડ રૂપિયાનું કૌભાંડ મુંબઈની વિજિલન્સ ટીમે સિટીલાઇટમાંથી પકડી પાડ્યું છે. આ એજન્ટ ઘરે લેપટોપથી ઓનલાઇન ટિકિટ બનાવતો હતો.

Gujarat Surat Breaking News
Beginners guide to 17 2 સુરતમાં IRCTCની વેબસાઇટ હેક કરી ટિકિટ બૂક કરવાના કૌભાંડનો પર્દાફાશ

Surat News:  સુરતમાં અનોખા કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ કૌભાંડમાં IRCTCની વેબસાઇટ હેક કરીને તત્કાલ ઇ-ટિકિટો બૂક કરવાનું લગભગ સાડા ચાર કરોડ રૂપિયાનું કૌભાંડ મુંબઈની વિજિલન્સ ટીમે સિટીલાઇટમાંથી પકડી પાડ્યું છે. આ એજન્ટ ઘરે લેપટોપથી ઓનલાઇન ટિકિટ બનાવતો હતો.

વિજિલન્સના સ્ટાફે તત્કાળ ટિકિટના સમયે સિટીલાઇટ મેઘ સમરન એપાર્ટમેન્ટમાં તેના ફ્લેટમાં સરવે કરવાના બ્હાને દરોડો પાડ્યો હતો. તેના ઘરમાં તપાસ કરી તો એજન્ટ ટિકિટ બનાવતા રંગે હાથે ઝડપાયો હતો. તે લેપટોપ પર ટિકિટ બનાવતો હતો. તેની સાથે એક મહિલા પણ સામેલ હતી.

વિજિલન્સે પછી કૌભાંડીના લેપટોપની તપાસ કરી તો ગદર સોફ્ટવેરથી 12 ખાતાઓમાં લગભગ ત્રણ કરોડ રૂપિયાની 3,600 તત્કાલ ઇ-ટિકિટ બનાવી હોવાનું સામે આવ્યું હતું. તેની સાથે ગ્રુપ બૂકિંગ સહિતનું રૂ. 4.50 કરોડના કૌભાંડનો પર્દાફાશ થયો હતો.

વિજિલન્સના ઓફિસરે ઉમરા પોલીસમાં ફરિયાદ નોંધાવી એજન્ટ રાજેશ ગિરધારી મિત્તલ અને કૃપા દિનેશ પટેલની ધરપકડ કરી હતી. કૃપા ત્રણ મહિનાથી નોકરી કરતી હતી. કૃપા ત્રણ મહિનાથી નોકરી કરતી હતી. પાયરેટેડ સોફ્ટવેરથી ઇ-ટિકિટ બૂક કરાતી હતી.

ઇ-ટિકિટ માટેનો ગેટ-વે હેક કરી ટિકિટ બૂક કરાતી હતી. તેની મોડસ ઓપરેન્ડી એ પ્રકારની હતી જેમા એજન્ટ રાજેશે આઇઆરસીટીસા આઇડી અને પાસવર્ડ 20-20 રૂપિયામાં ખરીદ્યા હતા. તે ટિકિટ બૂકિંગ માટે તેનો ઉપયોગ કરતો હતો. આવા 973 આઇડી-પાસવર્ડ તેની પાસેથી મળી આવ્યા હતા. તેણે આ માટે પાંચ લેપટોપમાં પાંચ હાઈ સ્પીડ રાઉટર લીધા હતા.

તેમા તેની સ્પીડ 150 એમબીપીએસ હતી, તેના લીધે ફક્ત 12 સેકન્ડમાં ટિકિટ બૂક થતી હતી. તેની પાસેથી દોઢ લાખની 54 ટિકિટ મળી આવી હતી, જેને રેલ્વેએ બ્લોક કરી હતી. તેણે મે અને જુનમાં થઈને કુલ 15 લાખની ટિકિટો બનાવી હતી. ગુનેગારની કોલ ડિટેલ ચેક કરાયો તો રેલ્વે અધિકારીઓ અને એજન્ટની સાંઠગાંઠની મિલીભગતનું નવું જ કૌભાંડ બહાર આવી શકે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ચોમાસાની ધમાકેદાર શરૂઆત, સાબરકાંઠા, ઇડર અને હિંમતનગરમાં ખાબક્યો વરસાદ

આ પણ વાંચો: શહેરમાં ચોમાસાના આરંભે જ પાણીજન્ય રોગચાળો વધ્યો

આ પણ વાંચો: GSRTCની વોલ્વો બસમાંથી ઝડપાયો વિદેશી દારૂ, 2 લોકોની કરાઈ ધરપકડ

આ પણ વાંચો: કસ્ટમ સુપરિન્ટેન્ડેન્ટ પ્રીતિ આર્યાની કરાઈ ધરપકડ, ફોન ડિટેઇલમાંથી ખુલશે નવા રહસ્યો