Not Set/ #TikTok’યા Police : આમા ગુનાખોરી વધે કે શું થાય? રાજકોટ પોલીસ પણ વ્યસ્ત

ગુજરાતની #TikTok’યા Police વિડોઓ બનાવવામા વ્યસ્ત અને ગુનેગારો કાયદાની એસીતેસી કરવામા મસ્ત એવો ક્યાસ જોવા મળી રહ્યો છે. હાલમાં જ વિધાનસભાનાં ચોમાસું સત્રમાં ખુદ સરકાર દ્વારા અનેક પ્રકારનાં અનેક ગણો વધારો નોંધાયાનાં આંકડા આપવામાં આવ્યા હતા, તો  છેલ્લા દિવસેમાં અનાયાસે તેના કારણે પણ અચાનક સામે આવતા હોય તેમ પોલીસનાં એક બાદ એક TikTok વિડીયો વાઇરલ […]

Top Stories Gujarat Videos
rajkot police tiktok #TikTok'યા Police : આમા ગુનાખોરી વધે કે શું થાય? રાજકોટ પોલીસ પણ વ્યસ્ત

ગુજરાતની #TikTok’યા Police વિડોઓ બનાવવામા વ્યસ્ત અને ગુનેગારો કાયદાની એસીતેસી કરવામા મસ્ત એવો ક્યાસ જોવા મળી રહ્યો છે. હાલમાં જ વિધાનસભાનાં ચોમાસું સત્રમાં ખુદ સરકાર દ્વારા અનેક પ્રકારનાં અનેક ગણો વધારો નોંધાયાનાં આંકડા આપવામાં આવ્યા હતા, તો  છેલ્લા દિવસેમાં અનાયાસે તેના કારણે પણ અચાનક સામે આવતા હોય તેમ પોલીસનાં એક બાદ એક TikTok વિડીયો વાઇરલ થાવાથી આમ લોકોનાં મનમાં સવાલ ઉઠી રહ્યા છે કે આમા ગુનાખોરી વધે કે શું થાય?

rajkot police tiktok.PNG1 #TikTok'યા Police : આમા ગુનાખોરી વધે કે શું થાય? રાજકોટ પોલીસ પણ વ્યસ્ત

ગુજરાતમાં ટીકટોકનાં ભૂતે પોલીસ કર્મચારીઓને દોડતા કરી દીધા છે. મહેસાણામાં મહિલા પોલીસ કર્મચારીનો વીડિઓ વાયરલ થયા બાદ અમદાવાદની મહિલા કોન્સ્ટેબલ, એએસઆઈ અને વડોદરા ક્રાઈમબ્રાન્ચના એએસઆઈનો વીડિઓ વાયરલ થતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. દરમિયાન આજે મહેસાણાના વાઇરલ વિડોઓ માટે જે મહિલા કોન્ટેબલને જે મહિલા Dysp દ્વારા સસ્પેન્ડ કરવામા આવ્યા હતા. તે જ મહિલા Dy SPનો વીડિઓ વાયરલ થયા પછી, રાજકોટમાં પોલીસ વાહન સાથેનો યુવાનનો વીડિઓ વાયરલ થયો છે.

rajkot police tiktok.PNG2 #TikTok'યા Police : આમા ગુનાખોરી વધે કે શું થાય? રાજકોટ પોલીસ પણ વ્યસ્ત

પોલીસની સુરક્ષા માટે તૈનાત કરાયેલા પોલીસ વાહનનો ટીકટોકનો વીડિઓ બનાવવામાં ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું સામે આવતા પોલીસ તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે. આ બનાવને ગંભીરતાથી લઈને પોલીસ કમિશનરે તપાસના આદેશ આપ્યાં છે. સરકારી વાહનને પોલીસ કર્મચારી જ ચલાવતો હોવાનું મનાઈ રહ્યું છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.