વિધાનસભા ચૂંટણી/ TMCના સુપ્રીમો મમતા બનેર્જી અખિલેશ યાદવ માટે પ્રચાર કરશે,8 ફેબ્રુઆરીએ લખનૌમાં વર્ચ્યુઅલ રેલી કરશે

ઉત્તરપ્રદેશમાં ચૂંટણીનું બ્યુગલ ફૂંકાઇ ગયું છે,હાલ કોરોનાના લીધે ચૂંટણી પંચે કડક ગાઇડલાઇન અમલી બનાવી છે અને જાહેર રેલીઓ પર પ્રતિબંધ મુકવામાં આવ્યા છે

Top Stories India
1 20 TMCના સુપ્રીમો મમતા બનેર્જી અખિલેશ યાદવ માટે પ્રચાર કરશે,8 ફેબ્રુઆરીએ લખનૌમાં વર્ચ્યુઅલ રેલી કરશે

ઉત્તરપ્રદેશમાં ચૂંટણીનું બ્યુગલ ફૂંકાઇ ગયું છે,હાલ કોરોનાના લીધે ચૂંટણી પંચે કડક ગાઇડલાઇન અમલી બનાવી છે અને જાહેર રેલીઓ પર પ્રતિબંધ મુકવામાં આવ્યાે છે,  તમામ પાર્ટીઓ હાલ મતદારો સુધી પહોચવા માટે અવનવી તરકીબ અપનાવી રહી છે,કોઇ ડોર ટુ ડોર,તો  કોઇ રીક્ષા પર જાહેરાત કરી રહ્યા છે અનેક જાહેરાતના માધ્યમથી મતદારો સુધી પહોચવાના નવા રસ્તા બનાવી રહ્યા છે. ત્યારે ડિજીટલ પ્લેટફોર્મ સૈાથી સરળ માધ્યમ છે લોકો સુધી પહોચવા માટે, આ માધ્યમમાં ભાજપ સૌથી આગળ જોવા મળે છે, એવા સમયમાં તેને કાંટાની ટક્કર આપનાર સમાજવાદી પાર્ટીએ પણ તનતોડ મહેનત હાથ ધરી છે,સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવને સપોર્ટ કરવા માટે બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પણ ઉત્તરપ્રદેશના લખનૈામાં વર્ચ્યુઅલ રેલીને સંબોધશે, તેઓ 8 ફેબ્રુઆરીએ સભા સંબોધશે,ઉત્તરપ્રદેશમાં અખિલેશ માટે પ્રચાર કરશે

ભાજપને હરાવવા માટે મમતા બેનર્જી ઉત્તરપ્રદેશમાં 8 ફેબ્રુઆરીએ સભા સંબોધશે આ ઉપરાંત નરેન્દ્ર મોદીના મત વિસ્તાર વારાસણીમાં પણ તે સભા સંબોધિત કરશે, બે મહિના પહેલા જ મમતાએ અખિલેશ સાથે મળીને ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી,યુપીમાંઅખિલેશને હાલ મમતાનો સાથ મળ્યો છે,