બનાસકાંઠા/ તળાવના પાણીનો અચાનક બદલાયો કલર, સ્થાનિકોમાં અનેક તર્કવિતર્ક આવ્યા સામે

સરહદી વિસ્તાર બનાસકાંઠાના સુઈગામ ખાતે આવેલા કોરેટી ગામના તળાવના પાણીનો કલર છેલ્લા એક અઠવાડિયાથી બદલાઈ ગયો છે. જેને લઈ આસપાસના લોકોમાં જાતજાતની ચર્ચાએ જોર પકડ્યું છે.

Top Stories Gujarat
dron 1 8 તળાવના પાણીનો અચાનક બદલાયો કલર, સ્થાનિકોમાં અનેક તર્કવિતર્ક આવ્યા સામે

સરહદી વિસ્તાર બનાસકાંઠાના સુઈગામ ખાતે આવેલા કોરેટી ગામના તળાવના પાણીનો કલર છેલ્લા એક અઠવાડિયાથી બદલાઈ ગયો છે. જેને લઈ આસપાસના લોકોમાં જાતજાતની ચર્ચાએ જોર પકડ્યું છે. તો કેટલાક લોકો પાણીના ટેસ્ટિંગ મુદ્દે પણ વાત કરી રહ્યા છે.

મળતી માહિતી અનુસાર સુઇગામના કોરેટી ગામ તળાવના પાણીનો છેલ્લા એક અઠવાડિયાથી કલર બદલાઈ ગયો છે.  ભગવાન શિવના મંદિરની બાજુ આવેલા તળાવમાં હજારો લીટર પાણી છે.  અચાનક સાત દિવસ પહેલા આ પાણીનો કલર અચાનક બદલાઈ ગયો હતો. પાણીનો કલર બદલાતા લોકોમાં કુતૂહલ પેદા થયું છે.

dron 1 9 તળાવના પાણીનો અચાનક બદલાયો કલર, સ્થાનિકોમાં અનેક તર્કવિતર્ક આવ્યા સામે

જો કે આ તળાવમાં કોઈ પાઇપલાઇન નથી આવેલી કે કોઈ અન્ય સ્થળેથી પણ પાણીનો નિકાલ કરવામાં આવ્યો નથી. અથવા તો કોઈ દ્વારા કોઈ પણ પ્રકારનું કેમિકલ આ પાણીમાં ઉએમેરવામાં આવ્યું નથી. તો પછી આ પાણીનો રંગ કેવી રીતે બદલાયો તે સ્થાનિકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. આ તળાવ હાલ ચર્ચાના ચકડોળે ચડ્યું છે.

ગામ લોકોની વાત માનીએ તો સાત દિવસ પહેલા તળાવના  પાણીનો કલર નોર્મલ હતો.  પણ અચાનક 3 કલાકમાં જ પાણીનો કલર ગુલાબી થઈ ગયો છે. જેને સ્થાનિકો આસ્થા સમાન ગણી રહ્યા છે. ગામ લોકો આને ભગવાનનો પરચો માની રહ્યા છે.  કહેવાય છે કે ભગવાન શિવના આ અમન્દિરની સ્થાપના પાંડવો ના હાથે થઈ હતી.  ત્યારે તળાવના પાણીનો કલર બદલાઈ જતા લોકો ની આસ્થા કઈક વિશેષ  જોવા મળી રહી છે.

હાલ તો સવાર થી દરરોજ આ તળાવ આગળ લોકોની ભીડ જામેં છે.  ત્યારે તંત્ર એ લેબોરેટીમાં આ પાણીની તપસ કરી  સમગ્ર ઘટનાનું સત્ય જાણવા મળશે.

Rajkot/ રાજકોટ કારોબારીમાં ભરત બોધરા મોટી વાત, આ દિવસે લાગુ થશે આચારસંહિતા