Not Set/ અંતિમ બેટ્સમેનને આઉટ કરવા, કેપ્ટને તમામ 10 ખેલાડીઓને પિચ પાસે બોલાવી દીધા, Video

અંતિમ બેટ્સમેનને આઉટ કરવા માટે વિરોધી ટીમનાં કેપ્ટને જે કર્યુ તે જાણીને તમે પણ ચોંકી જશો, તેણે પિંચની પાસે તમામ 10 ખેલાડીઓને ઉભા કરી દીધા હતા.

Sports
1 82 અંતિમ બેટ્સમેનને આઉટ કરવા, કેપ્ટને તમામ 10 ખેલાડીઓને પિચ પાસે બોલાવી દીધા, Video

ક્રિકેટને લઇને દુનિયાભરથી લોકોમાં ઘણો ક્રેઝ જોવા મળી રહ્યો છે. જણાવી દઇએ કે, ક્યારેક લોકોને એવુ પણ થાય છે કે મેચને ટીવીમાં નહી પણ મેદાનમાં જોવા જવુ જોઇએ. જો કે ઘણીવાર મેદાનમાં દર્શકોને એવુ જોવા મળી જાય છે કે તેને દેખ્યા બાદ લોકો આશ્ચર્યચકિત થઇ જતા હોય છે.

આ પણ વાંચો – IND vs ENG / કેપ્ટન કોહલીએ સચિનનો 17 વર્ષ જુનો રેકોર્ડ તોડ્યો, આ ખાસ ક્લબમાં કરી Entry

આવું જ એક દ્રશ્ય કાઉન્ટી ક્રિકેટમાં જોવા મળ્યું હતું, જ્યારે કેપ્ટને મેચ જીતવા માટે બેટ્સમેનની આજુબાજુ ફિલ્ડરો ઉભા રાખી દીધા હતા પરંતુ મેચ જીતવામાં ટીમ અસમર્થ રહી હતી. ક્રિકેટમાં આવું દ્રશ્ય ભાગ્યે જ જોવા મળે છે જ્યારે ટીમનાં 10 ખેલાડીઓ બેટ્સમેનની નજીક ઉભા રહીને ફિલ્ડિંગ શરૂ કરે છે. આ સાંભળીને તમને આશ્ચર્ય થયું હશે, પરંતુ આવું ખરેખરમાં થયું છે. જણાવી દઇએ કે, કાઉન્ટી ક્રિકેટમાં યોર્કશાયર અને હેમ્પશાયર વચ્ચેની મેચ દરમિયાન આવો અનોખો નજારો જોવા મળ્યો હતો. જણાવી દઇએ કે, એવું બન્યું કે યોર્કશાયરની ટીમને હેમ્પશાયર સામેની મેચ જીતવા માટે એક વિકેટ લેવાની જરૂર હતી, જ્યારે દિવસની રમતમાં 46 બોલ બાકી હતા. આવી સ્થિતિમાં, યોર્કશાયર ટીમનાં કેપ્ટને વિકેટ મેળવવા માટે વિવિધ પગલાં લીધા. એટલું જ નહીં, 10 ફિલ્ડરોને બેટ્સમેનની નજીક કેચ લેવાની સ્થિતિમાં ઉભા રાખવામાં આવ્યા હતા. પરંતુ કેપ્ટનનો આ પ્રયાસ પણ નિષ્ફળ સાબિત થયો. યોર્કશાયરનાં બેટ્સમેનોએ છેલ્લી ઘડી સુધી પોતાની વિકેટ જાળવી રાખી અને વિરોધી ટીમનાં કેપ્ટનની દરેક રણનીતિનો સામનો કરીને મેચ ડ્રો પર સમાપ્ત કરી. આ અનોખા પરાક્રમનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે, જેના પર ચાહકો સતત કોમેન્ટ કરી રહ્યા છે. 

આ પણ વાંચો – IND vs ENG / આ ખેલાડીનું Passion તો જુઓ, લોહી નિકળતુ રહ્યુ પણ મેદાન પર ડટી રહ્યો

4 દિવસની આ મેચમાં હેમ્પશાયરને છેલ્લા દિવસે 393 રનનો ટાર્ગેટ મળ્યો હતો, પરંતુ ટીમે 177 રનમાં તેની 9 વિકેટ ગુમાવી દીધી હતી. મેચ બરાબર યોર્કશાયર તરફ હતી. પરંતુ કિસ્મતે હેમ્પશાયરની ટીમને સાથ આપ્યો. કાઇલ એબોટ (9*) અને બ્રેડ વીલ (0*) એ છેલ્લી વિકેટ માટે ક્રિઝ પર પગ જમાવી દીધો અને એક સુંદર મેચ ડ્રો કરી હતી. એક તરફ એબોટે 51 બોલનો સામનો કર્યો હતો, જ્યારે બ્રેડે મેચ બચાવવા માટે 22 બોલનો સામનો કર્યો હતો.