Not Set/ સંતાનોને ભણાવવા પહાડ કાપી 8 કિલોમીટરનો રસ્તો બનાવ્યો

ગુમસાહી વ્યક્તિ ધારે તો કોઈ પણ વસ્તુ અશક્ય નથી.આ વાત ઓરીસ્સાના  ગુમસાહી  ગામના રહેવાસી  જલંધર નાયકએ સાબિત કરીનેબતાવી છે. જલંધર નાયક આજીવિકા માટે શાકભાજી વેચે છે પરંતુ તે ઈચ્છે છે કે તેના બાળકો અભ્યાસ કરે જેથી તેનું જીવન આસાન બની રહે.પોતાના બાળકો શાળાએ જઈ  શકે માટે  તેમણે સતત બે વર્ષ સુધી દિવસ-રાત એક કરીને પહાડ કાપીને 8 કિલોમીટર સુધીનો […]

India
odisha 2 1515911382 સંતાનોને ભણાવવા પહાડ કાપી 8 કિલોમીટરનો રસ્તો બનાવ્યો

ગુમસાહી

વ્યક્તિ ધારે તો કોઈ પણ વસ્તુ અશક્ય નથી.આ વાત ઓરીસ્સાના  ગુમસાહી  ગામના રહેવાસી  જલંધર નાયકએ સાબિત કરીનેબતાવી છે.

જલંધર નાયક આજીવિકા માટે શાકભાજી વેચે છે પરંતુ તે ઈચ્છે છે કે તેના બાળકો અભ્યાસ કરે જેથી તેનું જીવન આસાન બની રહે.પોતાના બાળકો શાળાએ જઈ  શકે માટે  તેમણે સતત બે વર્ષ સુધી દિવસ-રાત એક કરીને પહાડ કાપીને 8 કિલોમીટર સુધીનો રસ્તો બનાવ્યો છે.

odisha 5 1515911383 સંતાનોને ભણાવવા પહાડ કાપી 8 કિલોમીટરનો રસ્તો બનાવ્યો

ઓરિસ્સાના ગુમસાહી ગામનો આ મામલો છે. કંથમાલનો રહેવાસી જાલંધર નાયકે ગુમસાહી ગામથી લઈને ફુલબાની શહેર વચ્ચે પડનારા એક વિશાળ પહાડને કાપીને 8 કિલોમીટર સુધી રસ્તો બનાવ્યો છે.

બિહારના દશરથ માંઝીએ ગ્રામવાસીઓને ઈલાજ માટે એમ્બ્યૂલન્સ મળી રહે તે માટે માત્ર એક હથોડી અને છીણી લઈને એકલાં હાથે જ 360 ફુટ લાંબા, 30 ફુટ પહોલા અને 25 ફુટ લાંબા પહાડને કાપીને એક રસ્તો બનાવી લીધો હતો. ત્યારે ઓરિસ્સામાં પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. પોતાના બાળકો સ્કૂલે જઈ શકે તે માટે જાલંધર નાયક નામના એક શખ્સે પહાડ કાપીને રસ્તો બનાવ્યો છે.

odisha 4 1515911383 સંતાનોને ભણાવવા પહાડ કાપી 8 કિલોમીટરનો રસ્તો બનાવ્યો

ન્યૂઝ એજન્સીની માહિતી મુજબ જાલંધરે એટલાં માટે રસ્તો બનાવ્યો કે જેથી તેના બાળકો કોઈપણ જાતની મુશ્કેલી વગર સ્કૂલે જઈ શકે.
નાયકે સતત બે વર્ષ સુધી દિવસ-રાત એક કરીને પહાડ કાપીને 8 કિલોમીટર સુધીનો રસ્તો બનાવ્યો છે.

જિલ્લાધિકારીને જ્યારે સ્થાનિક અખબારમાં નાયકના કારનામાની જ વાત સાંભળતા તેમને આ માઉન્ટ મેનનું સન્માન કરવાનો ફેંસલો કર્યો છે.
કલેકટરે નાયકને આર્થિક મદદ આપવા તેમજ વધુ મજૂરોને લગાવીને રોડ પૂરો કરવાના નિર્દેશ આપ્યાં છે.

ખુશી તે વાતની પણ છે કે હવે જિલ્લા તંત્રની મદદથી ગામ સુધી પાકા રોડનું નિર્માણ કાર્ય પૂરું થઈ શકશે.
હાલ તેના ગામમાં નાયકનો પરિવાર જ રહે છે, બાકીના લોકો અહીં પ્રાથમિક સુવિધાના અભાવે ગામ છોડીને જતાં રહ્યાં છે.

જલંધર નાયકની વાત પણ બિહારના માઉન્ટન મેન દશરથ માંઝી જેવી જ છે. જેઓએ પોતાના જીવનના 22 વર્ષ પહાડ કાપીને રસ્તો બનાવવામાં લગાવી દીધા હતા.
દશરથ માંઝીએ આ કામ પોતાની પત્નીના મોત બાદ કર્યું હતું. તેની પત્નીનું મોત પહાડ પરથી પડી જવાથી થયું હતું.