ભાવ વધારો/ પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં ભડકો, મોંઘવારી સામાન્ય માણસનું નિકાળી રહી છે તેલ

છેલ્લા ઘણા દિવસોથી પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. જોકે ગઈકાલે પેટ્રોલ-ડીઝલની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. પરંતુ, આજે ફરી એક વખત પેટ્રોલનાં ભાવમાં પ્રતિ લિટર 35 પૈસાનો તીવ્ર વધારો થયો હતો

Top Stories Business
1 154 પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં ભડકો, મોંઘવારી સામાન્ય માણસનું નિકાળી રહી છે તેલ

છેલ્લા ઘણા દિવસોથી પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. જોકે ગઈકાલે પેટ્રોલ-ડીઝલની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. પરંતુ, આજે ફરી એક વખત પેટ્રોલનાં ભાવમાં પ્રતિ લિટર 35 પૈસાનો તીવ્ર વધારો થયો હતો, જ્યારે ડીઝલમાં પણ 28 પૈસાનો વધારો થયો છે.

1 324 પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં ભડકો, મોંઘવારી સામાન્ય માણસનું નિકાળી રહી છે તેલ

સરપ્રાઈઝ / અનુપમા ના સેટ પર પુત્રવધૂને સરપ્રાઈઝ આપવા પહોંચ્યા મિથુન ચક્રવર્તી, શું તમે જાણો છો તે કોણ છે?

જણાવી દઇએ કે, બીજી તરફ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલ નરમ પડ્યું છે. મંગળવારે દિલ્હી માર્કેટમાં ઈન્ડિયન ઓઇલ (આઈઓસી) પંપ પર પેટ્રોલની કિંમત પ્રતિ લિટર 98.81 રૂપિયા થઈ ગઈ છે. અહીં ડીઝલ પણ વધીને 89.18 રૂપિયા પ્રતિ લિટર થઈ ગયું છે. ભોપાલમાં આજે સામાન્ય માણસને પેટ્રોલ 107.07 રૂપિયા પ્રતિ લિટર મળી રહ્યું છે. વળી આજે એક્સટ્રા પ્રિમિયમ પેટ્રોલ (એક્સપી) ની કિંમત 110.61 રૂપિયા થઇ ગઇ છે.

નોંધપાત્ર વાત એ છે કે, 5 રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓનાં પરિણામો આવ્યા પછી, 4 મેથી પેટ્રોલ અને ડીઝલની કિંમતો 32 મી વખત વધ્યા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલનાં ભાવમાં પણ વધારો થયો છે, ક્રૂડની કિંમત પ્રતિ બેરલ 76.39 ડોલર થઈ ગઈ છે, જેવા કારણોસર પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધારો થઈ રહ્યો છે.

11 57 પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં ભડકો, મોંઘવારી સામાન્ય માણસનું નિકાળી રહી છે તેલ

છલકાયું દર્દ / પર્લ વી પુરીએ રેપનાં આરોપ પર તોડ્યું મૌન, કહ્યું – પિતાને ગુમાવ્યા, માતાને કેન્સર અને એક રાતમાં…

હવે જનમુખે ચર્ચાઇ રહ્યુ છે કે, જ્યારે કોઈ મહત્વપૂર્ણ ચૂંટણી હોય છે ત્યારે પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધારો થતો નથી. ઘણા રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીની પ્રક્રિયાને કારણે માર્ચ અને એપ્રિલ મહિનામાં પેટ્રોલની કિંમતોમાં કોઈ વધારો થયો નહતો. તેથી, તે દરમ્યાન ક્રૂડ ઓઈલ મોંઘું થયા પછી પણ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં કોઈ વધારો થયો નહતો. પરંતુ, 4 મેથી તેના ભાવમાં ઘણો વધારો થયો છે. ક્યારેક સતત તો ક્યારેક રોકાઇ રોકાઇને, 33 દિવસોમાં જ પેટ્રોલ 8.49 રૂપિયા પ્રતિ લીટર મોંઘુ થઇ ગયુ છે.

1 279 પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં ભડકો, મોંઘવારી સામાન્ય માણસનું નિકાળી રહી છે તેલ

મહત્વના સમાચાર / જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને ભારતથી અલગ બતાવવા બદલ ટ્વિટર ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર મનીષ મહેશ્વરી સામે કેસ નોંધાયો

જણાવી દઈએ કે, 135 જિલ્લાઓમાં પેટ્રોલની કિંમત 100 રૂપિયાને પાર કરી ગઈ છે. મહત્વનું છે કે, 4 મેથી પેટ્રોલનાં ભાવમાં પ્રતિ લિટર રૂ. 08.35 અને ડીઝલનાં ભાવમાં પ્રતિ લિટર રૂ. 08.41 નો વધારો થયો છે. રાજસ્થાનની રાજધાની જયપુરમાં આજે ભાવ 105.54 રૂપિયા પ્રતિ લિટર પર પહોંચી ગયો છે. ક્રૂડ ઓઇલ ઉત્પાદક દેશોની સંસ્થા ઓપેક દેશોની બેઠક થોડા દિવસોમાં યોજાવાની છે. તે પહેલા ગઈકાલે ક્રૂડ ઓઇલ માર્કેટમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો હતો. સોમવારે ક્રૂડ ઓઇલ લગભગ 1.5 ટકા નબળું પડી. ગઈકાલે યુએસ માર્કેટમાં બ્રેન્ટ ક્રૂડ બેરલ દીઠ 01.79 ડોલર ઘટીને 74.58 ડોલર પ્રતિ બેરલ રહ્યુ હતુ. વળી યુ.એસ. વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમિડિયેટ અથવા ડબ્લ્યુટીઆઈ ક્રૂડ પણ બેરલ દીઠ 01.44 ડોલર ઘટીને 72.77 ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગયુ હતુ.

Footer 1 પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં ભડકો, મોંઘવારી સામાન્ય માણસનું નિકાળી રહી છે તેલ