ગાંધીનગર/ આજે CM રૂપાણી એ રાજકોટ જિલ્લા પંચાયતની પ્રજાલક્ષી એપનું કર્યું લોન્ચિંગ

રાજકોટ જીલ્લા પંચાયત માં જિલ્લા પંચાયત પ્રમુખ ભૂપતભાઇ ના નેતૃત્વમાં વિકસાવવામાં આવેલી ‘પ્રજાના પ્રશ્નો’ એપનું ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ દ્વારા લોન્ચિંગ કર્યું હતું.

Gujarat

ગુજરાત માં  ત્રિસ્તરીય પંચાયત રાજ્યવ્યવસ્થાના મહત્વપૂર્ણ એકમ એવી જિલ્લા પંચાયતોમાં પ્રજાના પ્રશ્નોની સમસ્યાઓની રજૂઆત માટે ટેકનોલોજી યુક્ત અભિગમની આગવી પહેલ રાજકોટ જિલ્લા પંચાયતે  મુખ્ય મંત્રી  વિજય ભાઈ રૂપાણી પ્રેરક દિશા દર્શનમાં  કરી છે.મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજકોટ જીલ્લા પંચાયત માં જિલ્લા પંચાયત પ્રમુખ ભૂપતભાઇ ના નેતૃત્વમાં વિકસાવવામાં આવેલી ‘પ્રજાના પ્રશ્નો’ એપનું ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ દ્વારા લોન્ચિંગ કર્યું હતું.

જિલ્લાની ગ્રામીણ પ્રજાના પ્રશ્નોની કે સમસ્યાઓની  રજૂઆત આ એપ્લિકેશન દ્વારા કોઈ પણ નાગરિક  પોતાના ઘરે બેઠા જ જિલ્લા પંચાયત પ્રમુખને કરી શકે તેવી ડિજિટલ ટેકનોલોજીયુક્ત પહેલ કરનારી રાજકોટ જિલ્લા પંચાયત રાજ્યની  આવી એપ લોંચ કરનારી અગ્રીમ જિલ્લા પંચાયત બની છે.મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગ્રામજનોને પોતાના પ્રશ્નો કે સમસ્યાઓની રજૂઆતો જિલ્લા મથકે આવ્યા વિના જ મોબાઇલ એપ મારફતે સીધી જ જિલ્લા પંચાયત પ્રમુખને  કરવાની મળનારી તકના આ સેવા અભિગમ માટે જિલ્લા પંચાયત પ્રમુખ  ભુપતભાઈ બોદર અને ટીમને અભિનંદન પાઠવ્યા હતા.

મુખ્યમંત્રી એ રાજકોટ જિલ્લા પંચાયત અને જિલ્લા પંચાયત પ્રમુખની આ પહેલ રાજ્યની અન્ય જિલ્લા પંચાયતો માટે પ્રેરણારૂપ બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે શહેરથી માંડીને ગ્રામીણ વિસ્તારો સુધીના દરેક નાગરિકને આજના ટેક્નોલોજીના યુગમાં  સિટીઝન સેન્ટ્રીક સેવાઓ ઓનલાઇન મળી રહે તે સમયની માંગ છે.

મુખ્યમંત્રીએ આ અવસરે ગુજરાતમાં ડિજિટલ સેવા સેતુના માધ્યમથી ગ્રામીણ નાગરિકોને જરૂરી સેવાઓ, પ્રમાણપત્રો, દાખલાઓ પોતાના ગામના પંચાયત ઘરેથી જ ઘરઆંગણે મળી જાય તેવી ટેકનોલોજી યુક્ત ડિજિટલ સેવા સેતુની બહુ આયામી  સેવાઓની વિશદ ભૂમિકા આપી હતી. રાજ્યની 10હજાર ઉપરાંત ગ્રામ પંચાયતો સુધી બ્રોડબેન્ડ કનેકટીવિટી ફાઈબર નેટવર્કથી જોડાણ દ્વારા સરકારની 55 જેટલી સેવાઓનો લાભ ડિજિટલ સેવા સેતુ થી પહોંચાડવામાં આવે છે. આવનારા દિવસોમાં બધી જ 14 હજાર ગ્રામ પંચાયતો ને જોડવાની દિશામાં આગળ વધી રહ્યા છીએ એમ પણ તેમણે ઉમેર્યું હતું