Indian Navy Day/ આજે છે ભારતીય નૌસેના દિવસ, જાણો કેમ આજનાં દિવસે જ મનાવવામાં આવે છે Indian Navy Day

આજે 4 ડિસેમ્બર છે, આ તે જ દિવસ છે જ્યારે ભારતીય સૈન્યનાં સૈનિકોએ પાકિસ્તાનને માત આપી હતી. જી હા, આજે ભારતીય નેવી દિવસ ઉજવવામાં આવે છે. આવી સ્થિતિમાં, આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે, આ દિવસે કેમ નેવી દિવસ ઉજવવામાં આજે છે. આપને જણાવી દઇએ કે, 4 ડિસેમ્બર 1971 નાં રોજ, ભારતીય નેવીએ […]

Top Stories India
corona 22 આજે છે ભારતીય નૌસેના દિવસ, જાણો કેમ આજનાં દિવસે જ મનાવવામાં આવે છે Indian Navy Day

આજે 4 ડિસેમ્બર છે, આ તે જ દિવસ છે જ્યારે ભારતીય સૈન્યનાં સૈનિકોએ પાકિસ્તાનને માત આપી હતી. જી હા, આજે ભારતીય નેવી દિવસ ઉજવવામાં આવે છે. આવી સ્થિતિમાં, આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે, આ દિવસે કેમ નેવી દિવસ ઉજવવામાં આજે છે.

corona 23 આજે છે ભારતીય નૌસેના દિવસ, જાણો કેમ આજનાં દિવસે જ મનાવવામાં આવે છે Indian Navy Day

આપને જણાવી દઇએ કે, 4 ડિસેમ્બર 1971 નાં રોજ, ભારતીય નેવીએ ઓપરેશન ટ્રાઇડેન્ટ શરૂ કર્યું હતુ. તે દરમિયાન બાંગ્લાદેશ મુક્તિ સંગ્રામ ચાલી રહ્યો હતો અને ભારતે પાકિસ્તાનનાં કરાચી બંદર પર ભારે બોમ્બ ધડાકા કર્યા હતા. કરાચી બંદર ખરાબ રીતે તબાહ કરાયું હતું. એવું કહેવામાં આવે છે કે, આ અભિયાનની સફળતાને કારણે, 4 ડિસેમ્બરનાં રોજ ભારતીય નેવી દિવસની ઉજવણી કરવામાં આવે છે. જણાવી દઈએ કે, બાંગ્લાદેશની મુક્તિ દરમિયાન 1971 નાં યુદ્ધમાં ભારતની ત્રણેય સેનાઓએ પોતાની પૂરી તાકાત તેમાં જોંકી દીધી હતી. તે દરમિયાન, ભારતીય નેવીએ પણ પાકિસ્તાનની પન્ડુબ્બી ગાઝી સબમરીનને પાણીમાં દફનાવી દીધી હતી. આ શકિતમાં, ભારતનાં યુદ્ધ જહાજ આઈએનએસ-વિક્રાંતની મોટી ભૂમિકા હતી.

corona 24 આજે છે ભારતીય નૌસેના દિવસ, જાણો કેમ આજનાં દિવસે જ મનાવવામાં આવે છે Indian Navy Day

આપને જણાવી દઈએ કે, આ પહેલા 1965 નાં યુદ્ધમાં ભારતીય નેવીએ પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. ભારતમાં નેવીનો ઇતિહાસ માત્ર પૌરાણિક કાલનો જ નથી. નેવીનાં ઇતિહાસનું વર્ણન પૌરાણિક ગ્રંથોમાં પણ કરવામાં આવ્યું છે. બ્રિટીશ ઉપનિવેશ દરમિયાન રોયલ ભારતીય નેવીથી નૌકાદળને ફરીથી ડિઝાઇન કરવામાં આવ્યું અને ત્યારબાદ 26 જાન્યુઆરી 1950 નાં રોજ તેનુ નામ બદલીને ભારતીય નૌકાદળ કરવામાં આવ્યું.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો