Not Set/ આજે સતત ત્રીજા દિવસે ડીઝલ થયુ સસ્તું, પેટ્રોલની કિંમત આજે પણ યથાવત

સરકારી તેલ કંપનીઓએ શુક્રવાર માટે પેટ્રોલ- ડીઝલ નાં નવા દરો જાહેર કરી દીધા છે. શુક્રવારે સતત ત્રીજા દિવસે ડીઝલનાં ભાવમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે.

Top Stories Business
ડીઝલ

સરકારી તેલ કંપનીઓએ શુક્રવાર માટે પેટ્રોલ-ડીઝલનાં નવા દરો જાહેર કરી દીધા છે. શુક્રવારે સતત ત્રીજા દિવસે ડીઝલનાં ભાવમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. જ્યારે પેટ્રોલની કિંમત આજે પણ યથાવત છે. સરકારની માલિકીની તેલ કંપનીઓ દ્વારા 16 જુલાઈથી પેટ્રોલની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. જોકે, ડીઝલનાં દરમાં વાહનચાલકોને રાહત મળી છે.

1 167 આજે સતત ત્રીજા દિવસે ડીઝલ થયુ સસ્તું, પેટ્રોલની કિંમત આજે પણ યથાવત

આ પણ વાંચો – OMG! / મોંઘવારીએ તોડી સામાન્ય નાગરિકોની કમર, હવે ઘરેલુ ગેસ સિલિન્ડરનાં ભાવમાં થયો વધારો

આજે પણ, ઓઇલ કંપનીઓએ એક મહિના પછી ઇંધણનાં ભાવમાં ફેરફાર કર્યો છે. ડીઝલનાં ભાવમાં આજે સતત ત્રીજા દિવસે ઘટાડો કરવામાં આવ્યો છે. પેટ્રોલનાં ભાવ સ્થિર છે. દેશનાં મોટા શહેરોમાં ડીઝલનાં દરમાં 20 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે. ઈંધણનાં ભાવમાં છેલ્લે 18 જુલાઈએ વધારો કરવામાં આવ્યો હતો. આ દિવસે પેટ્રોલનાં ભાવમાં 29 થી 30 પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં આજે પેટ્રોલ 101.84 રૂપિયા અને ડીઝલ 89.87 રૂપિયા પ્રતિ લીટર પર સ્થિર છે. મહાનગરોમાં તેલની કિંમતોની વાત કરીએ તો આજે દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 101.84 રૂપિયા જ્યારે ડીઝલ 89.27 રૂપિયા પ્રતિ લીટર મળી રહ્યુ છે. બીજી બાજુ, મુંબઈમાં, અહીં પેટ્રોલની કિંમત 107.83 રૂપિયા અને ડીઝલની કિંમત 96.84 રૂપિયા પ્રતિ લીટર છે. ચેન્નઈમાં પેટ્રોલ 102.49 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 93.84 રૂપિયા પ્રતિ લીટરમાં વેચાઈ રહ્યું છે. કોલકાતામાં પેટ્રોલ 102.08 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 92.32 રૂપિયા પ્રતિ લીટર છે.

1 166 આજે સતત ત્રીજા દિવસે ડીઝલ થયુ સસ્તું, પેટ્રોલની કિંમત આજે પણ યથાવત

આ પણ વાંચો – સારા સમાચાર / નિવૃત્તિની વય મર્યાદા અને પેન્શનની રકમમાં થઈ શકે છે વધારો,PMની આર્થિક સલાહકાર સમિતિની ભલામણ

અત્યાર સુધી ઘણા શહેરોમાં પેટ્રોલની કિંમત 100 રૂપિયા પ્રતિ લીટરને પાર કરી ગઈ છે. સૌથી મોંઘુ પેટ્રોલ અને ડીઝલ રાજસ્થાનનાં ગંગાનગરમાં વેચાઇ રહ્યુ છે. રત્નાગીરી, પ્રભનીદ, ઔરંગાબાદ, જેસલમેર, ગંગાનગર, લેહ, બાંસવાડા, ઈન્દોર, જયપુર, દિલ્હી, કોલકાતા, પટના, ચેન્નઈ, ભોપાલ, ગ્વાલિયર, ગુંટુર, કાકીનાડા, ચિકમગલુર, શિવમોગા અને લેહનો પણ સમાવેશ થાય છે. આ સિવાય મહાનગરો મુંબઈ, હૈદરાબાદ અને બેંગલુરુમાં પેટ્રોલ પહેલેથી જ 100 રૂપિયા પ્રતિ લીટરનો આંકડો પાર કરી ચૂક્યું છે. ઉલ્લેખનીય છે કે, તમામ ઓઇલ માર્કેટિંગ કંપનીઓ આઇઓસી, બીપીસીએલ અને એચપીસીએલનાં પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં દરરોજ વધઘટ થતી રહે છે. પેટ્રોલ અને ડીઝલનાં નવા ભાવ દરરોજ સવારે 6 વાગ્યે અપડેટ થાય છે. નવા દરો સવારે 6 વાગ્યાથી લાગુ થશે. જેમાં એક્સાઈઝ ડ્યુટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ ઉમેરીને પેટ્રોલ અને ડીઝલની કિંમત લગભગ બમણી થઈ જાય છે.