Election/ આજે 6 મહાનગરપાલિકાની 575 બેઠકો પર 1,14,67,358 મતદાતાઓને ઉમેદવાર પસંદગીનો મોકો

રાજ્યમાં આજે (21 ફેબ્રુઆરી) ના રોજ 6 મહાનગરપાલિકાઓમાં મતદાન થશે. સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન યોજાશે. જ્યારે 23 ફેબ્રુઆરીએ તેની મતગણતરી થશે. રાજ્યની છ મહાનગરપાલિકાઓના ઉમેદવારોનું ભાવી નક્કી થશે.

Top Stories Gujarat
voting people આજે 6 મહાનગરપાલિકાની 575 બેઠકો પર 1,14,67,358 મતદાતાઓને ઉમેદવાર પસંદગીનો મોકો

રાજ્યમાં આજે (21 ફેબ્રુઆરી) ના રોજ 6 મહાનગરપાલિકાઓમાં મતદાન થશે. સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન યોજાશે. જ્યારે 23 ફેબ્રુઆરીએ તેની મતગણતરી થશે. રાજ્યની છ મહાનગરપાલિકાઓના ઉમેદવારોનું ભાવી નક્કી થશે. મહાનગરપાલિકાઓમાં અમદાવાદની 192, સુરતની 116, વડોદરાની 76, રાજકોટની 72, ભાવનગરની 52 અને જામનગરની 64 બેઠકો પર કુલ 1,14,67,358 થી વધારે મતદાતાઓ પોતાના મતાધિકારનો પ્રયોગ કરવાનો મોકો છે.સમગ્ર વર્ષ દરમિયાન કોરોના કાળમાં અનેક મહામુસીબતોનો સામનો કરનારી આમ જનતા માટે આ મોકો ખૂબ જ મહત્વનો માનવામાં આવી રહ્યો છે. તેમજ સાંજ સુધીમાં મતદારોનો મિજાજ શું છે તેનો ખ્યાલ આવશે.

Image result for image of voting people gujarat with mask

Election / આજે મતદાન પ્રક્રિયા વખતે મુખ્યમંત્રીની રૂપાણીના સુરક્ષા સ્ટાફને પણ અપાશે પીપીઈ કીટનું કવચ

1,14,67,358 મતદાતાઓમાં કુલ 6060,540 જેટલા પુરૂષ, 54,06,279 મહિલાઓ અને 539 ટ્રાન્સજેન્ડર મતદાતાઓ પોતાનો મતાધિકારનો ઉપયોગ કરશે. કોરોના મહામારીના પગલે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા મતદાન મથકો પર વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. રાજ્યના ચૂંટણી કમિશ્નર સંજય પ્રસાદે કોરોના દર્દી મતદાન કરી શકે તે માટે અંતિમ કલાકમાં ખાસ વ્યવસ્થા કરી છે.

Image result for image of voting people gujarat

Election / 5 વર્ષ સલાહ આપવા કરતાં મતદાન કરવું મહત્વનુ છે : ઉર્જામંત્રી સૌરભ પટેલ  

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંગે પોલીસ દ્વારા પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. અમદાવાદ શહેરમાં 17 ડીસીપી, 40 એસીપી, 134 પીઆઇ, 392 પીએસઆઇ, 6200 પોલીસ કર્મચારી, 5500 હોમગાર્ડ, SRPF ની 15 કંપની અને અર્ધલશ્કરી દળની 1 કંપની તહેનાત રહેશે. તો બીજી તરફ 48 ક્યુઆરટીની ટીમ, 16 સ્ટ્રોંગરૂમ, 16 રિસીવિંગ અને ડિસ્પેચિંગ સેન્ટર બનાવાયા છે. ઉપરાંત 5226 બુથ પર પોલીસ બંદોબસ્ત ગોઠવાશે. અતિસંવેદનશીલ વિસ્તારમાં કુલ 177 બુથ અને સંવેદનશીલ બુથો પર 1799 ચુસ્ત પોલીસ બંદોબસ્ત રહેશે.

Election / આજે 6 મહાનગરપાલિકાની ચૂંટણી અને પેટાચૂંટણી અન્વયે 50 હજાર જેટલા જવાનો રહેશે તૈનાત : DGP આશિષ ભાટિયા

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…