નવરાત્રિ મહોત્સવ/ આજે આઠમી નવરાત્રિ દેવી મહાગૌરીની કરો આરાધના

ભગવાન શિવને પતિ રૂપમાં પ્રાપ્ત કરવા માટે તેમને કઠોર તપસ્યા કરી હતી. આ દિવસે માતાની પૂજા કરવાથી મનપસંદ જીવનસાથી મેળવવાની ઈચ્છા પૂરી થાય છે,મહાગૌરીની આરાધનાથી મનોવાંછીત ફળ પ્રાપ્ત થાય છે

Dharma & Bhakti Navratri 2022
maa આજે આઠમી નવરાત્રિ દેવી મહાગૌરીની કરો આરાધના

આજે નવલા નોરતાનો આઠમો દિવસ છે આજે માતા દેવી મહાગૌરીની આરાધના કરવામાં આવે છે. દેવી શ્વેત વર્ણવાળી છે અને તેમનું વાહન વૃષભ છે. ચાર હાથોવાળી દેવી પોતાના જમણા હાથમાંથી એક હાથમાં ત્રિશૂળ ધારણ કરે છે અને બીજો હાથ અભય મુદ્રામાં છે. તેમના ડાબા હાથમાંથી એક હાથમાં ડમરું અને બીજો હાથ વરદ મુદ્રામાં છે. એવું માનવામાં આવે છે કે તેઓ રાહુ ગ્રહનું સંચાલન કરે છે.

પૂજા કરવાથી દૂર થાય છે ગ્રહદોષ

માતા દુર્ગાનું આઠમું રૂપ મહાગૌરીનું છે. તેમની પૂજા કરવાથી ગ્રહદોષ દૂર થાય છે. વિધિપૂર્વક તેમનું સ્મરણ અને પૂજન કરવાથી વેપાર, દાંપત્ય જીવન, સુખ-સમૃદ્ધિ, ધન વગેરેમાં વધારો થાય છે. જે લોકોને અભિનય, ગાયન, નૃત્ય વગેરે ક્ષેત્રમાં આગળ વધવું હોય તેમને દેવીની પૂજાથી વિશેષ સફળતા મળે છે. એવું માનવામાં આવે છે કે તેમની પૂજાથી ત્વચા સંબંધી રોગોનું નિવારણ થઈ જાય છે. નવરાત્રિના આઠમા દિવસે દેવી મહાગૌરીના પૂજનમાં ચમેલી અને કેસરના ફૂલ માતાને ચઢાવો. પોતાના શ્વેત વર્ણને કારણે તેમની તુલના શંખ, ચંદ્રમા અને કંદ્રના શ્વેત પુષ્પ સાથે કરવામાં આવે છે. તેઓ શ્વેત વસ્ત્ર ધારણ કરે છે એટલા માટે તેમને શ્વેતાંબરધરા પણ કહેવામાં આવે છે.

ગૌરી કહેવાયા..

કહેવાય છે કે ભગવાન શિવને દરેક રૂપમાં પ્રાપ્ત કરવા માટે તેમને કઠોર તપસ્યા કરી હતી. જેનાથી તેમનું શરીર કાળું પડી ગયું હતું. તેમની કઠોર તપસ્યાથી મહાદેવ પ્રસન્ન થયા અને તેમની પ્રાર્થના સ્વીકારી. તેમના શરીરનો રંગ તપસ્યાથી કાળો પડી ગયો હતો તેના કારણે મહાદેવે તેમને ગંગાજળનો અભિષેક કર્યો ત્યારે તે પોતાના મૂ રૂપમાં આવી ગયા અને ગોરા બની ગયા. જેથી જ તેમનું નામ ગૌરી પડ્યું, એટલા માટે જ કહેવાય છે કે ભક્તોએ મહાગૌરીનું વ્રત અષ્ટમીએ કરવાથી મનપસંદ જીવનસાથી પ્રાપ્ત થાય છે.

બળદ અને સિંહ પર કરે છે સવારી

બીજી એક કથા પ્રમાણે માતા ઉમા જંગલમાં તપસ્યા કરી રહી હતી ત્યારે વનમાં એક ભૂખ્યો સિંહ ફરી રહ્યો હતો. જ્યારે સિંહે દેવીને તપસ્યા કરતા જોયા તો તેની ભૂખ વધી ગઈ અને તેમને ખાવાની ઈચ્છાથી સિંહ માતાની તપસ્યા પૂર્ણ થવાની રાહ જોતો રહ્યો. જેમ સમય વિતતો ગયો તેમ સિંહ ખૂબ જ દુબળો પડી ગયો હતો. દેવી જ્યારે તપમાંથી ઊભા થયા ત્યારે સિંહની હાલત જોઈને તેમને દયા આવી અને માતાએ સિંહ ઉપર સવારી લીધી અને એક પ્રકારે તેને પણ દેવી સાથે તપસ્યા હતી હતી. એટલા માટે મહાગૌરીનું વાહન બળદ અને સિંહ બંને છે.

કઠોર તપસ્યા કરી

ભગવાન શિવને પતિ રૂપમાં પ્રાપ્ત કરવા માટે તેમને કઠોર તપસ્યા કરી હતી. આ દિવસે માતાની પૂજા કરવાથી મનપસંદ જીવનસાથી મેળવવાની ઈચ્છા પૂરી થાય છે,મહાગૌરીની આરાધનાથી મનોવાંછીત ફળ પ્રાપ્ત થાય છે અને સમસ્યાઓથી મુક્તિ મળે છે.આ દિવસે આપણા શરીરનું સોમચક્ર જાગૃત કરવાનો દિવસ છે. સોમચક્ર ઉદ્ધ્વ લલાટમાં સ્થિત હોય છે. માતાની ઉપાસનાથી સોમચક્ર જાગૃત થઈ જાય છે અને આ ચક્રથી બધી શક્તિઓ શ્રદ્ધાળુને પ્રાપ્ત થાય છે, મહાગૌરીને પ્રસન્ન કરવાથી ભક્તોને બધા સુખ આપમેળે જ પ્રાપ્ત થઈ જાય છે, માતાની ઉપાસનાથી તપ, ત્યાગ, વૈરાગ્ય, સદાચાર, સંયમમાં વધારો થાય છે. જીવનના કઠિન સંઘર્ષોમાં પણ તેનું મન કર્તવ્ય-પથથી વિચલિત થતું નથી.