Toll Tax/ હાઇવે પર ટોલ ટેક્સ બંધ નહી થાય, પૂરેપૂરો ટેક્સ વસૂલવા કેન્દ્રએ આપી છુટ્ટી

હાઇવે પર મુસાફરી કરનારાઓને આંચકો લાગે તેવા સમાચાર છે. કેન્દ્ર સરકારે મહત્વનો નિર્ણય લેતા નેશનલ હાઇવે પ્રોજેક્ટનો કોન્ટ્રાક્ટ પૂરો થયા પચી પણ 10 ટકા ટોલ ટેક્સ જારી રાખવાનો નિર્ણય લીધો છે.

India

નવી દિલ્હીઃ હાઇવે પર મુસાફરી કરનારાઓને આંચકો લાગે તેવા સમાચાર છે. કેન્દ્ર સરકારે મહત્વનો નિર્ણય લેતા નેશનલ હાઇવે પ્રોજેક્ટનો કોન્ટ્રાક્ટ પૂરો થયા પચી પણ 10 ટકા ટોલ ટેક્સ જારી રાખવાનો નિર્ણય લીધો છે.

આ ઉપરાંત ટોલ કંપનીઓને દર વર્ષે ટેક્સમાં હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ મુજબ ટેક્સનો દર વધારવાનો અધિકાર રહેશે. આમ હવે જે લોકો માનતા હતા કે કંપનીના પ્રોજેક્ટનો સમયગાળો પૂરો થયા પછી તેમને રસ્તો મફતમાં પડશે તેમના માટે આ મોટો ઝાટકો છે. આમ તેમને હવે કોઈ રાહત નહીં મળે. અગાઉની વ્યવસ્થા મુજબ પ્રોજેક્ટનો સમયગાળો પૂરો થયા પછી કંપનીનો ટોલ વસૂલવાનો અધિકાર રહેતો ન હતો.

માર્ગ અને પરિવહન મંત્રાલયે આ અંગે છ ઓક્ટોબરના રોજ જાહેરનામુ પમ બહાર પાડી દીધુ છે. તેમા તેણે જણાવ્યું છે કે નેશનલ હાઇવે ફી 2008માં સુધારો કરવામાં આવ્યો છે. મંત્રાલયના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે કોન્ટ્રાક્ટની મુદત પૂરી થયા પછી ટેક્સના દર 40 ટકા ઘટાડવાનો નિયમ છે. આ ઉપરાંત એવું પણ જોવા મળ્યું છે કે કોન્ટ્રાક્ટની મુદત 10થી 15 વર્ષ રહે છે અને હાઇવે પ્રોજેક્ટમાં કરવામાં આવેલા રોકાણની ભરપાઈ ટોલ ટેક્સ વસૂલીથી થી શકતી નથી. આ સિવાય જમીન સંપાદન અંગે અપાયેલા વળતરની પણ વસૂલાત થતી નથી.

આ સિવાય ફક્ત હાઇવે બનાવવાથી કામ પૂરુ થઈ જતું નથી. પાંચ વર્ષ પછી હાઇવેના સમારકા, મેઇન્ટેનન્સ પાછળ મોટો ખર્ચ થાય છે. આ માટે નિયમોમાં ફેરફાર કરીને 40 ટકાની રાહત વટાવી દઈને 100 ટકા ટોલ ટેક્સ વસૂલવાનો નિર્ણય લેવાયો છે. ટોલટેક્સની વસૂલાત ખાનગી કંપની કે એનએચએઆઇ દ્વારા કરવામાં આવશે.



 

આ પણ વાંચોઃ World Cup 2023 LIVE/ IND VS PAK: પાકિસ્તાને 11મી ઓવરના અંતે એક વિકેટના નુકસાને 60 રન બનાવ્યાં

આ પણ વાંચોઃ ICC World Cup 2023/ ટીમ ઈન્ડિયા પાકિસ્તાન સામે 8મી જીત નોંધાવવાનો પ્રયાસ કરશે, જાણો પ્લેઈંગ ઈલેવનથી લઈને તમામ બાબતો

આ પણ વાંચોઃ ICC World Cup 2023/ પાકિસ્તાન સામે જાણો કોની થઈ વાપસી અને કોણ ગયું બહાર