Bollywood/ આશા ભોંસલેના રેસ્ટોરન્ટમાં પહોંચ્યો ટોમ ક્રુઝ, હોલીવુડ સ્ટારને ભાવી આ વાનગી

હોલીવુડ સ્ટાર ટોમ ક્રૂઝ તાજેતરમાં જ બોલિવૂડના દિગ્ગજ ગાયિકા આશા ભોંસલેના રેસ્ટોરન્ટમાં પહોંચ્યો હતો. તેણે  બર્મિંઘહામના ન્યૂહોલ સ્ટ્રીટ…

Entertainment
a 334 આશા ભોંસલેના રેસ્ટોરન્ટમાં પહોંચ્યો ટોમ ક્રુઝ, હોલીવુડ સ્ટારને ભાવી આ વાનગી

હોલીવુડ સ્ટાર ટોમ ક્રૂઝ તાજેતરમાં જ બોલિવૂડના દિગ્ગજ ગાયિકા આશા ભોંસલેના રેસ્ટોરન્ટમાં પહોંચ્યો હતો. તેણે  બર્મિંઘહામના ન્યૂહોલ સ્ટ્રીટ પર આશા ભોંસલેના રેસ્ટોરન્ટમાં ખાધું અને પછી રેસ્ટોરન્ટના મેનેજરની વિનંતી પર ફોટો માટે પોઝ આપ્યો. આશા ભોંસલે પણ ટોમને પોતાની રેસ્ટોરન્ટમાં જોઈને ખૂબ જ ખુશ છે.

આ પણ વાંચો :સોનૂ સૂદ મુંબઈના મેયર બનશે? આ એક્ટર્સ પર પણ વિચાર

તસવીરમાં હસતાં, ટોમ ક્રૂઝ અને રેસ્ટોરન્ટ મેનેજર Nouman Farooqui  સહિત અન્ય તેની પાછળ જોવા મળે છે. આશા ભોંસલેએ આ ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો અને લખ્યું કે, ‘હું આ સાંભળીને ખુબ જ ખુશ છું કે મિસ્ટર ટોમ ક્રૂઝે  Asha’s, Birmingham સારો ખોરાકનો સ્વાદ ચાખ્યો. મને આશા છે કે તેઓ જલ્દીથી ફરી અહીં આવશે. આશાએ એક ન્યૂઝ લિંક પણ શેર કરી છે જેમાં આ સમાચાર પ્રકાશિત કરવામાં આવ્યા છે. આશાની આ પોસ્ટ પર ઘણા લોકોએ ખુશી વ્યક્ત કરી છે. તેઓ જમીન સાથે જોડાયેલા વ્યક્તિ તરીકે ટોમ ક્રુઝની પ્રશંસા કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Asha Bhosle (@asha.bhosle)

એક અહેવાલ અનુસા, મિશન ઈમ્પોસિબલ સ્ટાર તાજેતરમાં જ હોટલની બહાર જોવા મળ્યો હતો. તેણે રેસ્ટોરન્ટની બહાર પોઝ આપ્યો હતો અને સાથે રેસ્ટોરેન્ટનો સ્ટાફ પણ હતો. આશા ભોંસલેએ પોતે ઈન્સ્ટાગ્રામ પોસ્ટ પર ટોમ ક્રુઝે પોતાની રેસ્ટોરેન્ટમાં ખાધું હોવાનું જણાવ્યું હતું. તેમણે લખ્યું હતું કે, મને તે જાણીને ઘણો આનંદ થયો હતો કે ટોમ ક્રુઝે આશાસ (બર્મિંઘહામ)માં ભોજનનો આનંદ ઉઠાવ્યો હતો. તેઓ ફરીથી આવે તેના માટે હું આતુર છું.

આ પણ વાંચો :અફઘાનિસ્તાન પર ફિલ્મ બનાવશે અક્ષય કુમાર : KRK નો દાવો

આશાસ રેસ્ટોરન્ટના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પેજ પર લખવામાં આવ્યું હતું કે, ટોમ ક્રુઝે અમારી રેસ્ટોરન્ટનાં લોકપ્રિય ચિકન ટિક્કા મસાલાનો ઓર્ડર આપ્યો હતો. તેમને આ વાનગી એટલી ભાવી હતી કે એક ડિશ પૂરી કર્યા બાદ તેમણે ફરીથી તેનો ઓર્ડર આપ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Asha’s (@ashasuk)

ટોમ ક્રુઝ હાલમાં બર્મિંઘહામમાં મિશન ઈમ્પોસિબલ-7નું શૂટિંગ કરી રહ્યો છે. તેણે આશાસ રેસ્ટોરન્ટમાં બે કલાક પસાર કર્યા હતા અને સ્ટાફ માટે 60 પાઉન્ડની ટિપ પણ મૂકી હતી.

આ પણ વાંચો :ચિરંજીવીના 66 માં જન્મદિવસ નિમિત્તે તેમની આગામી ફિલ્મ ભોલા શંકરની જાહેરાત

કોરોનાના કારણે મિશન ઈમ્પોસિબલ-7ના શૂટિંગમાં ઘણો વિલંબ થયો હતો. તેનું પ્રોડક્શન ગત મહિને જ શરૂ થયું હતું. ટોમ ક્રુઝની મિશન ઈમ્પોસિબલ સીરિઝ ઘણી જ લોકપ્રિય છે. એક્શન અને થ્રિલરથી ભરપૂર આ સીરિઝની ફિલ્મોમાં ટોમ ક્રુઝ જાતે સ્ટન્ટ કરતો હોય છે. 59 વર્ષની વયે પણ તે મોટા ભાગના સ્ટન્ટ જાતે કરે છે.

આ પણ વાંચો :એક અફઘાન ક્રિકેટર સાથે સગાઈ કરવા જઈ રહી હતી અભિનેત્રી,રદ કરી

આ પણ વાંચો :ગુસ્સે થયેલી નોરા ફતેહીએ ગાડી પર ફેંક્યું પાણી અને પછી.., જુઓ આ વીડિયો