Rajkot/ આવતીકાલે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ રાજકોટમાં, પ્રબુદ્ધ નાગરિક અને કાર્યકર્તા સંમેલનમાં રહેશે ઉપસ્થિત

ભાજપના પ્રદેશ ઉપપ્રમુખ ડોક્ટર ભરતભાઇ બોઘરાના જણાવ્યા મુજબ સાંજે 6:00 વાગ્યે યાજ્ઞિક રોડ પર આવેલી હોટલ ઇમ્પેરિઅલ પેલેસમાં પ્રબુદ્ધ નાગરિક સંમેલન અને શ્રેષ્ઠીઓ સાથેના મિલનનો કાર્યક્રમ

Top Stories Gujarat
1

ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ આવતીકાલે રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે અને તેમની આ મુલાકાત દરમિયાન પ્રબુદ્ધ નાગરિક સંમેલન- કાર્યકર સંમેલન જેવા અનેક આયોજનો કરવામાં આવ્યા છે.આ ઉપરાંત બપોરે ત્રણ વાગ્યે સેફરન પાર્ટી પ્લોટ ખાતે સરપંચ સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે અને તેમાં મંત્રીઓ, ધારાસભ્યો, આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે.

Gujarat, New BJP Chief, C R Patil, Ahmedabad - Gujarat: गुजरात भाजपा के नए  भाजपा पाटिल ने कहा, पार्टी के हित में ठोस निर्णय लेने से नही हिचकाएंगे |  Patrika News

amitshah / PM મોદીના નેતૃત્વમાં કોરોના સામેની લડાઈમાં ભારતે મહત્વપૂર્ણ …

ભાજપના પ્રદેશ ઉપપ્રમુખ ડોક્ટર ભરતભાઇ બોઘરાના જણાવ્યા મુજબ સાંજે 6:00 વાગ્યે યાજ્ઞિક રોડ પર આવેલી હોટલ ઇમ્પેરિઅલ પેલેસમાં પ્રબુદ્ધ નાગરિક સંમેલન અને શ્રેષ્ઠીઓ સાથેના મિલનનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે. શહેરમાં કાલે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલની પ્રેરક ઉપસ્થિતિમાં વિધાનસભા-68 બેઠકના કાર્યકર્તાઓનું વિશાળ સંમેલન અત્રે વિવાહ પાર્ટી પ્લોટ, 50 ફૂટ રોડ, કુવાડવા રોડ ખાતે સાંજે 5 કલાકે મળશે.

Surat unit to welcome BJP state chief Paatil home with a car rally | India  News,The Indian Express

Gandhinagar / ખેડૂતોના સમર્થનમાં કોંગ્રેસના ધરણા, અમિત ચાવડા અને પરેશ ધાના…

આ કાર્યકર્તા સંમેલનમાં આગામી રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીના વિવિધ મુદ્દાઓ અંગે જરૂરી માર્ગદર્શન આપશે. ભારતીય જનતા પાર્ટી, રાજકોટ મહાનગરના પ્રમુખ કમલેશ મિરાણીના અધ્યક્ષસ્થાને મળનાર આ કાર્યકર્તા સંમેલનની તડામાર પૂર્વ તૈયારીઓ ચાલી રહી છે.આ કાર્યકર્તા સંમેલનમાં રાજકોટ શહેર ભાજપ્ના સંગઠનના હોદ્દેદારો, વિવિધ સેલ, વિવિધ મોરચાના હોદ્દેદારો, વિધાનસભા-68 બેઠક અંતર્ગત ભાજપ્ના વોર્ડ નં.3, 4, 5, 6, 15,16ના વોર્ડ પ્રમુખો, મહામંત્રીઓ, પ્રભારીઓ, ચૂંટણી ઈન્ચાર્જો, સોશિયલ મીડિયા, આઈટી સેલના સભ્યો સાથે વિશાળ સંખ્યામાં અપેક્ષિત કાર્યકર્તા ભાઈ-બહેનો ઉપસ્થિત રહેશે.

Gandhinagar / ખેડૂતોના સમર્થનમાં કોંગ્રેસના ધરણા, અમિત ચાવડા અને પરેશ ધાના…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…