Release/ આવતી કાલે નાણાં મંત્રી નિર્મલા સીતારમણ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનો આકારણી અહેવાલ જારી કરશે

કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણ વ્યાપાર સુધારણા કાર્ય યોજના (BRAP 2020) હેઠળ 30 જૂન, 2022ના રોજ નવી દિલ્હીમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનો આકારણી અહેવાલ જારી કરશે

Top Stories India
4 3 16 આવતી કાલે નાણાં મંત્રી નિર્મલા સીતારમણ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનો આકારણી અહેવાલ જારી કરશે

કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણ વ્યાપાર સુધારણા કાર્ય યોજના (BRAP 2020) હેઠળ 30 જૂન, 2022ના રોજ નવી દિલ્હીમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનો આકારણી અહેવાલ જારી કરશે. જેમાં કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ પણ હાજર રહેશે.

નોંધનીય છે કે BRAP 2020માં 301 સુધારણા બિંદુઓનો સમાવેશ થાય છે જેમાં 15 વ્યવસાયના નિયમનકારી ક્ષેત્રોને આવરી લેવામાં આવે છે જેવા કે માહિતીની ઍક્સેસ, સિંગલ વિન્ડો સિસ્ટમ, શ્રમ, પર્યાવરણ, ક્ષેત્ર મુજબના સુધારા અને ચોક્કસ વ્યવસાયના જીવન ચક્ર સાથે સંબંધિત અન્ય સુધારાઓ છે.

ઉલ્લેખનીય છે કે BRAP 2020માં પ્રથમ વખત ક્ષેત્રવાર સુધારા રજૂ કરવામાં આવ્યા છે જેમાં 9 મુખ્ય ક્ષેત્રો જેમ કે બિઝનેસ લાઇસન્સ, હેલ્થ કેર, લીગલ મેટ્રોલોજી, સિનેમા હોલ, હોસ્પિટાલિટી, ફાયર એનઓસી, ટેલિકોમ, મૂવી શૂટિંગ અને પર્યટનમાં 72 સુધારાઓ કરવામાં આવ્યા છે.

ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઈન્ડસ્ટ્રી એન્ડ ઈન્ટરનલ ટ્રેડ (DPIIT) સમગ્ર દેશમાં રોકાણકારોને અનુકૂળ ઈકોસિસ્ટમ બનાવવા માટે અને વ્યાપાર સુધારાને આગળ વધારવા માટે 2014 થી બિઝનેસ રિફોર્મ એક્શન પ્લાન (BRAP) બહાર પાડી રહ્યું છે. અત્યાર સુધીમાં, રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના મૂલ્યાંકનની ચાર આવૃત્તિઓ બહાર પાડવામાં આવી છે. જેનું નવીનતમ સંસ્કરણ 2020 મૂલ્યાંકન છે.

ડીપીઆઈઆઈટીએ પ્રતિસાદ આધારિત પ્રક્રિયા શરૂ કરી છે જેમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા હાથ ધરવામાં આવતા સુધારાના અમલીકરણની ગુણવત્તા પર કંપનીઓ પાસેથી પ્રતિસાદ મેળવવામાં આવ્યો હતો. રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનું મૂલ્યાંકન સંબંધિત રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના વાસ્તવિક વપરાશકર્તાઓ પાસેથી મળેલા પ્રતિસાદ પર આધારિત છે.

ડીપીઆઈઆઈટી ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ પ્રોગ્રામનો સંસ્થાકીય આધાર છે. તેણે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની સરકારો સાથે મળીને સંદેશાવ્યવહારના અંતરને દૂર કરવા અને તેમના વ્યવસાયના નિયમનકારી વાતાવરણને સુધારવા માટે એક સંકલિત અભિગમ અપનાવ્યો છે.