રખડતી રંજાડ/ પાલનપુરમાં રખડતા ઢોરોનો ત્રાસ, આખલાએ બાળકને લીધું અડફેટે:જુઓ CCTV

રાજ્યમાં રખડતા ઢોરનો ત્રાસ યથવાત છે. અનેક રજૂઆત છતા તંત્રના પેટનું પાણી હલતું નથી. જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે.

Top Stories Gujarat Others
Untitled 95 પાલનપુરમાં રખડતા ઢોરોનો ત્રાસ, આખલાએ બાળકને લીધું અડફેટે:જુઓ CCTV

આખા ગુજરાત માં રખડતા ઢોરનો ત્રાસના અનેક કિસ્સાઓ સામે આવતા જ રહે છે. શહેરીજનો રખડતા ઢોરના આતંકથી ત્રાહીમામ પોકારી ગયા છે. રસ્તામાં બાખડતા અને શહેરોની ગલીઓમાં રખડતા ઢોર આતંક મચાવે છે સાથે જ વાહનચાલકોને અડફેટે પણ લઇ રહ્યા છે. ત્યાં જ જો કોઇ રાહદારી રસ્તામાં આવે તો તેમને ફંગોળી નાંખે છે. ત્યાં જ ક્યારેક તો આ રખડતી રંજાડ કોઇને જીવ પણ લઇ લે છે.ત્યારે બનાસકાંઠાના પાલનપુરમાં રખડતા ઢોરોનો ત્રાસ યથાવત જોવા મળી રહ્યો છે, સલેમપુરા વિસ્તારમાં રખડતા ઢોરે બાળકને અડફેટે લેતા બાળક ઇજાગ્રસ્ત થયું હતું, રખડતાં ઢોરે 15 મિનિટ સુધી બાળકને રગદોળ્યું હતું, ઘાયલ બાળકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હતું, સમગ્ર ઘટનાના CCTV  સામે આવ્યા છે.

બીજી બાજુ મહેસાણાના રાધનપુર રોડ પર આખલા યુધ્ધની ઘટના સામે આવી હતી.જાહેર રોડ પર બે આખલા બાખડતા વાહન ચાલકો માંડ માંડ બચ્યા હતા.મહત્વની વાત છે કે  રખડતાં પશુઓ પકડવા પાલિકા દ્વારા લાખ્ખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે.છતા અવાર નવાર રખડતી રંજાળનો ત્રાસ નજરે ચડે છે.ત્યારે જોવાનું રહ્યું કે  રખડતા પશુઓના ત્રાસથી નગરજનોને ક્યારે છુટકારો મળશે?

આ પણ વાંચો:અધિક માસમાં દ્વારકાધીશના મંદિર પર ન જોવા મળી ધ્વજા, ભક્તોમાં શરૂ થઈ ચર્ચાઓ

આ પણ વાંચો:માળિયામાં બાળકી ગુમ થવા મુદ્દે મોટો ખુલાસો, માતાએ જ 5 માસની માસૂમની કરી હત્યા!

આ પણ વાંચો:ગુજરાતના જવાનોની ખુમારીમાં ચાર ચાંદ લગાવશે નવો યુનિફોર્મ! કેવો હશે નવો અંદાજ

આ પણ વાંચો:કડી-કલોલના બે દંપતીને વિદેશ જવાનો મોહ પડ્યો ભારે, એજન્ટ આ રીતે પડાવ્યા લાખો રૂપિયા