Ahmedabad News: અમદાવાદમાં 25 અને 27 ઓગસ્ટની વચ્ચે સરેરાશ 10 ઇંચ વરસાદ નોંધાયો હતો, જેના પરિણામે 300થી વધુ સ્થળોએ પાણી ભરાયા (Waterlogging) હતા. આમાંના મોટાભાગના સ્થળો એક કલાકમાં સાફ થઈ ગયા હતા, જ્યારે 157 સ્થળોએ એક કલાકથી વધુ સમય માટે પાણી ભરાયા હતા, અને 10 સ્થળોએ એકથી ચાર દિવસ સુધીના સમયગાળા માટે પાણી એકઠું થયું હતું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની (AMC) યાદી અનુસાર જુલાઈ સુધી શહેરમાં વરસાદી પાણીના સંચયની સંભાવના ધરાવતા 125 સ્થળો હતા.
જો કે, ઓગસ્ટમાં ભારે વરસાદને પગલે, સરસપુર, રખિયાલ, મકરબા, વેજલપુર, બોપલ, ઘુમા અને દાણીલીમડામાં – 32 નવા પાણી ભરાવાના સ્થળો ઓળખવામાં આવ્યા હતા – કુલ સંખ્યા 157 પર પહોંચી ગઈ છે. AMC અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, “ અમદાવાદમાં હાલમાં 157 વોટર લોગિંગ સ્પોટની ઓળખ કરવામાં આવી છે.
મકરબા (Makraba) ગામ પાસે એક નવું સ્થળ ઉભરી આવ્યું છે, અને બોપલ અને ઘુમાની કેટલીક સોસાયટીઓમાં પણ પાણી ભરાઈ જવાના અહેવાલ છે. એસજી હાઈવે પર, ગોતાની કેટલીક સોસાયટીઓમાં વરસાદી પાણીને દૂર કરવા માટે ચાર વરુણ પંપની જરૂર હતી. દાણીલીમડા અને સરસપુરમાં પણ નવા સ્પોટ બહાર આવ્યા છે. રેડિયો મિર્ચી રોડ ઉપરાંત, વેજલપુરના શ્રીનંદનગરમાં નવા સ્થળો દેખાયા છે.”
“આ ઓગસ્ટમાં, 32 નવા પાણી ભરાવાના સ્થળોની ઓળખ કરવામાં આવી છે અને અમે તેમાંથી 10 સ્થળોની તપાસ કરી રહ્યા છીએ કારણ કે તે સ્ટોર્મવોટર નેટવર્ક દ્વારા સારી રીતે આવરી લેવામાં આવ્યા છે. આ મુદ્દાને ઉકેલવા માટે પગલાં લેવામાં આવશે, ”તેમણે ઉમેર્યું.
AMCના એક સ્ત્રોતે જણાવ્યું હતું કે, “જુલાઈ 2024માં, સિવિક બોડીએ શહેરના 48 વોર્ડમાંથી 38 વોર્ડમાં 125 વોટર લોગિંગ સ્પોટ ઓળખી કાઢ્યા હતા. 10 વોર્ડમાં આવી જગ્યાઓ ન હતી. ઑગસ્ટ સુધીમાં, સંખ્યા વધીને 142 થઈ ગઈ હતી અને અંતિમ સૂચિમાં હવે 157 સ્થાનોનો સમાવેશ થાય છે. પાણી ભરાવાના સ્થળોની સંખ્યામાં વધારો થવાના કારણોની તપાસ કરવામાં આવી રહી છે.”
આ પણ વાંચો: અમદાવાદમાં મોડીરાતથી સવાર સુધી વરસાદ ખાબક્યો, નરોડામાં ત્રણ ઇંચ વરસાદ
આ પણ વાંચો: અમદાવાદમાં 1 કલ્લાકમાં પડ્યો દોઢ ઇંચ વરસાદ
આ પણ વાંચો: અમદાવાદમાં સીઝનનો 100 ટકા વરસાદ ઓગસ્ટ પૂરો થતાં પહેલા જ પડી ગયો