Suicide/ સુરતમાં વેપારીઓ તો વડોદરામાં વિદ્યાર્થીએ કર્યો આ કારણસર આપઘાત

ગુજરાતમાં કોરોનાનાં સંક્રમણનાં કારણે તો અનેક લોકો મોતને ભેટ્યા જ છે, પરંતુ કોરોના કાળની કપરી પરિસ્થિતિને કારણે પણ અનેક મોટને ભેટ્યા હોવાનાં કે મોતને વહાલુ

Gujarat Others
zxzxzxzx 5 સુરતમાં વેપારીઓ તો વડોદરામાં વિદ્યાર્થીએ કર્યો આ કારણસર આપઘાત

ગુજરાતમાં કોરોનાનાં સંક્રમણનાં કારણે તો અનેક લોકો મોતને ભેટ્યા જ છે, પરંતુ કોરોના કાળની કપરી પરિસ્થિતિને કારણે પણ અનેક મોટને ભેટ્યા હોવાનાં કે મોતને વહાલુ કર્યાનાં કેસ પણ સામે છે જ. ઘણી વખત વેપારી, તો ક્યારેક કોઇ મજૂર કે આર્થિક રીતે નબળો માણસ, તો વળી ક્યારેક વિદ્યાર્થીઓ કોરોનાનાં કપરાકાળનાં ખપ્પરે ચડ્યા હોવાની અનેક વિગતો વિદિત છે. વાત કરવામાં આજની તો આજે પણ કોરોનાનાં મૂળભૂત કરાણે રાજ્યમાં બે લોકોએ મોતને મીઠું કર્યુ હોવાની વિગતો સામે આવી રહી છે.

વડોદરામાં વિદ્યાર્થીનો અપઘાત

વડોદરાથી ફરી એક વિદ્યાર્થીએ કોરોનાનાં ડરથી આપઘાત કરી લીધો હોવાની વિગતો સાંપડી રહી છે. સીબીએસઇ એક્ઝામ પૂર્વે કોરોનાનો હાહાકાર અત્મહત્યાના કેસ રુપે પણ નોંધવામાં આવ્યો છે. વડોદરામાં એક 15 વર્ષનાં વિદ્યાર્થીએ ગળેફાંસો ખાઇ આપઘાત કર્યો હોવાની વિગતો સામે આવી છે. આ વિદ્યાર્થી પર કોરોનાનો ડર એટલે તો હાવી થઇ ગયો હતો કે, કોરોનાનાં ડરથી ઘરમાંથી બહાર નહોતો નીકળતો.

આત્મહત્યા કરનાર વિદ્યાર્થી કોરોનાનાં ડરમાં છેલ્લાં 9 મહિનાથી ઘરમાંથી બહાર નીકળવાનું ટાળતો હતો. કોરોનાની રસી આવ્યાં બાદ જ બહાર નીકળવાનું રટણ કરતો હતો આ વિદ્યાર્થી. જોગાનુ જોગ આજે જ દેશમાં સિરમ ઇન્સ્ટીટ્યુટની રસીને ઇમર્જન્સી યુઝ માટે વપરાસની મંજૂરી મળી છે અને આજે જ આ વિદ્યાર્થીની ધિરજ જાણે ખુટી હોય તેવો ક્યાસ થયો અને વિદ્યાર્થીએ આત્મહત્યાનો માર્ગ પકડ્યો. ઉલ્લેખનીય છે કે મરણજનાર આશાસ્પદ વિદ્યાર્થી ધો.12 સાયન્સ – સીબીએસઇમાં અભ્યાસ કરતો હતો, અને જન્મદિનનાં ત્રણ દિવસ પૂર્વે મોત વ્હાલું કર્યું હોવાનાં કારણે જીવન ટૂંકાવતાં પરિવાર સ્તબ્ધ છે.

સુરતના વેપારીનો આપઘાત

સુરત અલથાણ વિસ્તારમાં શેરબજારના વેપારીએ આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. ઓક્સિજન માસ્ક વડે કાર્બન મોનોકસાઈડ લઈ પોતાનો જીવ ટુંકાવ્યો છે.  ‘મારી રીતે મારુ છું’ એક લાઈનની સુસાઇડ નોટ લખી છે. I20 કારમાં વેપારી દ્વરા આત્મહત્યા કરી લેવામાં આવી હતી. ઘટનાની જાણ થતા કારને ફાયર સેફ્ટી સાથે ખોલવામાં આવી હતી. મહત્વની વાતએ છે કે, આત્મહત્યા કરનાર શખ્સ છેલ્લા ત્રણ દિવસથી ગાયબ થઈ ગયો હતો. અને ત્યાર બાદ તેણે આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે.

હવે તે શખ્સે કયા કારણોસર આત્મહત્યા કરી તે હજી જાણી શકાયું નથી. પોલીસ તમામ પાસાઓ પર ધ્યાન કેન્દ્રીત કરી આ મામલે સત્ય ઉજાગર કરવા તપોસની ધમધમાટ શરુ કરી દીધો છે. પરંતુ કહી શકાય કે કોરોનાનાં કપરાકાળે વધુ એક વેપારીનો કદાચ આર્થિક કારણોને લઇને ભોગ લીધો છે.

જુઓ  સમગ્ર ઘટનાનાંનો વીડિયો અહેવાલ – Surat: અલથાણમાં શેરબજારના વેપારીનો આપઘાત | Stock Market Trader

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…