ગુજરાત/ મોટા વરાછા વિસ્તારમાં વેપારીઓએ કર્યો વિરોધ, NOC મળ્યા બાદ પણ નથી ખોલ્યા દુકાનોના સીલ

મોટા વરાછા વિસ્તારમાં સીલ કરવામાં આવેલ દુકાનના વેપારીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો. તુલસી આર્કેડમાં વેપારીઓ પાલિકાની સીલ કામગીરીનો વિરોધ કરી રહ્યા છે.

Top Stories Gujarat Surat
Beginners guide to 2024 06 07T143554.485 મોટા વરાછા વિસ્તારમાં વેપારીઓએ કર્યો વિરોધ, NOC મળ્યા બાદ પણ નથી ખોલ્યા દુકાનોના સીલ

સુરત: મોટા વરાછા વિસ્તારમાં સીલ કરવામાં આવેલ દુકાનના વેપારીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો. તુલસી આર્કેડમાં વેપારીઓ પાલિકાની સીલ કામગીરીનો વિરોધ કરી રહ્યા છે. ગેમઝોન અગ્નિકાંડ બાદ શહેરમાં વિવિધ એકમો પર ચકાસણીની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. પ્રસાશન દ્વારા હાથ ધરાયલ કામગીરીમાં 5 જીમ, 8 ટેક્સટાઈલ માર્કેટ અને 11 હોટલ સહિતની મિલકતો સીલ કરાઈ હતી. આ એકમો પાસે ફાયસ એન.ઓ.સી ના હોવાથી સીલ કરવામાં આવી હતી. જો કે સમય થવા છતાં પણ દુકાનોના સીલ ના ખોલતા વેપારીઓ રોષે ભરાયા હતા.

શહેરના તુલસી આર્કેડમાં વેપારીઓ દ્વારા વિરોધ કરાયો. તુલસી આર્કેડમાં 350 દુકાનો આવેલી છે. અગ્નિકાંડ બાદ પાલિકાએ કામગીરી કરતા NOC ના હોવાથી દુકાનો સીલ કરી હતી. જેના બાદ તુલસી આર્કેડના વેપારીઓએ NOC મેળવી લીધી હોવા છતાં સિલ ખોલાયા નથી. પાલિકાને અનેક રજુઆત કરી છતાં દુકાનોના સીલ નથી ખોલાયાના આક્ષેપ વેપારીઓએ કર્યો. વેપારીઓએ કહ્યું કે અઠવાડિયાથી વધુ દિવસ તેમની દુકાનો બંધ છે. અત્યારે કમાણીની સિઝન હોય ત્યારે દુકાનોના સીલ ના ખોલાતા તેમને આર્થિક નુકશાન થઈ રહ્યું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ઇડર-હિંમતનગર રોડ પર અકસ્માતમાં બાળક સહિત ચારનાં મોત

આ પણ વાંચો: જૂનાગઢ કાર અને બાઇકનો અકસ્માત: બેના મોત

આ પણ વાંચો: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બોપલમાં અનધિકૃત બાંધકામ સામે ઝુંબેશ